Bajri Chamchamiya Recipe : બાજરી ના ચમચમીયા રેસીપી, એક વિસરાતી ગુજરાતી વાનગી, સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ

Winter Special Bajri Chamchamiya Recipe : બાજરીના ચમચમીયા એક પરંપરાગત વિસરાતી વાનગી છે. બાજરીના લોટ, લીલી મેથી અને વિવિધ મસાલાથી ભરપૂર ગરમાગરમ બાજરીના ચમચમીયા તેલ સવારે નાસ્તા કે રાતે હળવું ખાવું હોય ત્યારે ઉત્તમ વાનગી છે.

Winter Special Bajri Chamchamiya Recipe : બાજરીના ચમચમીયા એક પરંપરાગત વિસરાતી વાનગી છે. બાજરીના લોટ, લીલી મેથી અને વિવિધ મસાલાથી ભરપૂર ગરમાગરમ બાજરીના ચમચમીયા તેલ સવારે નાસ્તા કે રાતે હળવું ખાવું હોય ત્યારે ઉત્તમ વાનગી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bajri chamchamiya recipe | bajra chamchamiya recipe | Gujarati Food Recipe | bajri Recipe | millet recipes

Bajri Chamchamiya Recipe : બાજરીના ચમચમીયા એક વિસરાતી ગુજરાતી વાનગી છે. (Photo: Social Media)

Bajri Chamchamiya Gujarati Food Recipe : બાજરી ગ્લૂટેન ફ્રી એક પૌષ્ટિક અનાજ છે. બાજરીની તાસીર ગરમ હોય છે, આથી શિયાળામાં ખાવાથી શરીરને ઠંડી સામે રક્ષણ મળે છે. બાજરીના લોટ માંથી રોટલા, વડા, રાબ જેવી વાનગીઓ બને છે. જો કે મોટાભાગે બાળકો અને અમુક મોટી ઉંમરના લોકોને પણ બાજરીના રોટલા ખાવા પસંદ નથી હોતા. જ્યારે બાજરીના વડામાં તેલ વધારે હોય છે. આવી સ્થિતિમાં તમારે બાજરીના રોટલા કે વડાના બદલે તમે પરંપરાગત વિસરાતી વાનગી બાજરીના ચમચમીયા બનાવવા જોઇએ છે. લીલા મેથી અને મસાલાથી ભરપૂર બાજરીના ચમચમીયા બહુ ઓછા તેલમાં બની જાય છે.

Advertisment

બાજરીના ચમચમીયા બનાવવા માટે સામગ્રી

બાજરીનો લોટ : 1 વાટકી
છાશ : 1/2 વાટકી
લીલી મેથી : 1 વાટકી
લીલું કોથમીર : 1 વાટકી
આદુ લસણની પેસ્ટ : 2 ચમચી
હીંગ : 1 નાની ચમચી
સફેદ તલ : 2 ચમચી
મીઠું : સ્વાદ અનુસાર
જીરું : 1 ચમચી
અજમો : 1 ચમચી
હળદર પાઉડર : 1 ચમચી
બેકિંગ સોડા : 1/2 ચમચી
પાણી : જરૂર મુજબ

બાજરીના ચમચમીયા બનાવવાની રીત

બાજરીના ચમચમીયા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં બાજરીનો લોટ ચારણી વડે ચાળી લો. પછી તેમા ઝીણી કાપેલી લીલી મેથીની ભાજી અને લીલું કોથમીર ઉમેરો. પછી તેમા આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ, અજમો, જીરું, સફેદ તલ, હળદર પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.

હવે તેમા અડધી વાટકી છાશ, અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરો. પછી તેમા ધીમે ધીમે પાણી ઉમેરી ઇડલી જેવું ઘટ્ટ ખીરું બનાવો. બેકિંગ સોડા ઉમેરવાથી ચમચમીયા સોફ્ટ અને નરમ બને છે.

Advertisment

ગેસ પર એક નોનસ્ટીક પેન કે ઉત્તપ પેન ગરમ કરો. તેમા તેલ લગાવી ગ્રીસ કરો. તેના સફેદ તેલ ભભરાવો, ત્યારબાદ બાજરીના લોટનું ખીરું રેડો. તેની ઉપર સફેદ તલ ભભરાવો. ચમચમીયાની જાડાઇ ઇડલી કરતા પાતળી રાખવાની છે. બાજરીના ચમમચીયા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના શેકવાના છે. ચમચમીયા એક બાજુથી શેકાઇ જાય પછી બીજી બાજુથી શેકો. આ રીતે બાજરીના લોટના ખીરામાંથી ટેસ્ટ ચમચમીયા બનાવો.

આ પણ વાંચો | ચાઇનીઝ સ્ટાઇલમાં બનાવો ડ્રેગન બટાકાનું શાક, ઘરવાળા આંગળીઓ ચાટતા રહી જશે

બાજરીના ચમચમીયા ગ્રીન ચટણી, ટામેટા સોશ, તીખી લાલ ચટણી કે નારિયેળ ચટણી સાથે ખાવાની મજા પડશે. બાજરીના ચમચમીયા ઓછા તેલમાં ફટાફટ બની જાય છે. સવારના નાસ્તામાં ખાવા, બાળના સ્કૂલ લંચ માટે કે રાત્રે ટેસ્ટી અને હળવી વાનગી ખાવી હોય ત્યારે બાજરીના ચમચમીયા ઉત્તમ વાનગી છે.

ભોજન રેસીપી જીવનશૈલી