ઠંડીમાં વધારશે રોગપ્રતિકારક શક્તિ, આ રીતે બનાવો હળદરનું શાક, જાણો રેસીપી

જો તમે શિયાળાના આ મહિનાઓમાં ખાવા માટે કંઈક સ્વાદિષ્ટ અને સ્વસ્થ ખાવાનું શોધી રહ્યા છો તો હળદરની શાકભાજી એક સંપૂર્ણ વિકલ્પ છે, અહીં જાણો હળદર શાક રેસીપી

Written by shivani chauhan
November 22, 2025 17:31 IST
ઠંડીમાં વધારશે રોગપ્રતિકારક શક્તિ, આ રીતે બનાવો હળદરનું શાક, જાણો રેસીપી
હળદરનું શાક રેસીપી શિયાળો। winter special haldar shaak recipe in gujarati

જો તમે લીલી હળદર (turmeric) ની શાકભાજીથી અજાણ છો, તો જણાવી દઈએ કે તે શિયાળાની ઋતુમાં બનતી ટ્રેડિશનલ રાજસ્થાની વાનગી છે. તાજી હળદરથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ અતિ ફાયદાકારક છે.

હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, બળતરા ઘટાડે છે અને તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે.

જો તમે શિયાળાના આ મહિનાઓમાં ખાવા માટે કંઈક સ્વાદિષ્ટ અને સ્વસ્થ ખાવાનું શોધી રહ્યા છો તો હળદરની શાકભાજી એક સંપૂર્ણ વિકલ્પ છે, અહીં જાણો હળદર શાક રેસીપી

હળદરનું શાક રેસીપી

સામગ્રી

  • 250 ગ્રામ તાજી હળદર
  • 1 કપ સમારેલા ગાજર
  • અડધો કપ લીલા વટાણા
  • 2 બારીક સમારેલા લીલા મરચાં
  • 6 થી 7 કળી સમારેલી લસણ
  • 1 નાનો ટુકડો છીણેલું આદુ
  • 1 કપ દહીં
  • 1 ચમચી ચણાનો લોટ
  • 3 થી 4 ચમચી દેશી ઘી
  • 1 ચમચી જીરું
  • ક ચપટી હિંગ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • મીઠું – સ્વાદ મુજબ
  • કોથમીરના પાન સજાવટ માટે

હળદરનું શાક બનાવાની રીત

  • હળદરનું શાક બનાવવા માટે, સૌપ્રથમ તાજી હળદરને ધોઈને છોલી લો. પછી, તેને પાતળા ટુકડાઓમાં કાપી લો અથવા છીણી લો.
  • આ પછી એક કડાઈમાં દેશી ઘી ગરમ કરો અને તેમાં છીણેલી હળદર ઉમેરો અને ધીમા તાપે 7 થી 8 મિનિટ સુધી શેકો, જ્યાં સુધી હળદરની કાચી ગંધ દૂર ન થઈ જાય અને રંગ આછો સોનેરી ન થઈ જાય.
  • હવે ઘીમાં જીરું, હિંગ, લસણ અને આદુ ઉમેરો અને સાંતળો, પછી સમારેલા લીલા મરચાં ઉમેરો. પછી, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, અને થોડી હળદર પાવડર ઉમેરો, અને મસાલાઓને ધીમા તાપે સાંતળો.
  • પછી દહીંમાં ચણાનો લોટ ભેળવો અને ગઠ્ઠો ન બને તે માટે સારી રીતે હલાવો. આને મસાલામાં ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી દહીં મિક્ષ થઇ જાય અને ક્રીમી ટેક્સચર મળે.
  • આ પછી, હળદર, વટાણા અને ગાજર ઉમેરો, થોડું પાણી ઉમેરો, અને મધ્યમ તાપ પર 7 થી 10 મિનિટ સુધી રાંધો. જ્યારે શાકમાંથી ઘી છૂટવા લાગે અને બધી સામગ્રી સારી રીતે ભળી જાય, ત્યારે તમારી હળદરની શાક તૈયાર છે.
  • છેલ્લે સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને કોથમીર નાખી સર્વ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ