Hara Bhara Pulao Recipe In Gujarati | હરા ભરા પુલાવ (Hara Bhara Pulao) બાસમતી ચોખા, લીલા શાકભાજી અને પાલકથી બનેલ એક ઉત્તમ હેલ્ધી ભોજનનો ઓપ્શન છે, જે સ્વાદમાં મજેદાર લાગે છે. તમે પુલાવને આ રીતે બનાવવી યુનિક રેસીપી અજમાવી શકો છો, પ્રોટીન, ફાઈબર અને અન્ય વિટામિનથી ભરપૂર આ પુલાવ બાળકોથી લઈને મોટા બધાને ભાવશે.
હરા ભરા પુલાવ (Hara Bhara Pulao) ખાસ કરીને ઇન્સ્ટન્ટ કંઈક બનાવવા માંગતા હોઈ અને બાળકો જો શાકભાજી ન ખાતા હોઈ તો આ ઓપ્શન એમના માટે બેસ્ટ છે. અહીં જાણો હરા ભરા પુલાવ રેસીપી (Hara Bhara Pulao Recipe In Gujarati)
હરા ભરા પુલાવ રેસીપી
સામગ્રી:
- 1 ચમચી દેશી ઘી
- મુઠ્ઠીભર કાજુ
- 1 તમાલપત્ર
- 2 ઈલાયચી
- 1/2 ચમચી જીરું
- 1 કાળા મરી પાઉડર
- 1/2 ચમચી જીરું
- 1 ચમચી
- 1/3 કપ તાજા વટાણા
- 1/2 કપ મિક્સ સ્પ્રાઉટ્સ
- 1 ગાજર
- 1 બ્રોકોલી
- 200 ગ્રામ પનીર
- મીઠું સ્વાદ મુજબ
- 1/2 કપ પાલક પ્યુરી
- 1/2 ચમચી લાલ મરચાં પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલા
- 1 કપ ચોખા
- 2 કપ પાણી
Amla Nu Khatu Mithu Shaak Recipe| આમળાનું ખાટું મીઠું શાક રેસીપી, ઇમ્યુનિટી વધારે આ વાનગી!
હરા ભરા પુલાવ રેસીપી
- સૌ પ્રથમ ચોખાને 30 મિનિટ માટે પલાળી રાખો. આ દરમિયાન સમારેલ શાકભાજી ઉમેરો.
- પાલકના પાન ઉકાળો અને પ્યુરીમાં ભેળવી દો.
- એક કઢાઈમાં, દેશી ઘી ઉમેરો, અને કાજુ અને દ્રાક્ષને સાંતળો.
- પસંદગીના શાકભાજી, સ્પ્રાઉટ્સ મગ અને ચણા, પનીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- સ્વાદ મુજબ મીઠું, મસાલા, પાલક પ્યુરી ઉમેરો, પલાળેલા ચોખા ઉમેરો અને 5 મિનિટ માટે કુક કરો.
- એમાં પાણી ઉમેરો, અને મધ્યમ-ધીમા તાપે ઢાંકીને 20 મિનિટ સુધી કુક થવા દો, થઇ જાય એટલે ગરમ ગરમ પુલાવ સર્વ કરો.





