Winter Special : શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી ત્રાસી ગયા છો? તો આ હોમમેડ તેલ તમને રાહત આપશે

Winter Special Homemade Hair Care oil : જો તમે ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી ત્રાસી ગયા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારા પરિજનો ઘણીવાર વાળમાં તેલ લગાવવાની સલાહ આપે છે. આ અહેવાલમાં વાંચો સ્પેશિયલ હેયરઓયલ બનાવવાની સરળ રીત..

Written by mansi bhuva
December 04, 2023 11:06 IST
Winter Special : શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી ત્રાસી ગયા છો? તો આ હોમમેડ તેલ તમને રાહત આપશે
Winter Special : શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી ત્રાસી ગયા છો? તો આ હોમમેડ તેલ તમને રાહત આપશે

Homemade Hair Oil For Winter Hair Care : શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે. ત્યારે ગુલાબી ઠંડીએ પણ જોર પકડ્યું છે. ત્યારે જો તમે ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી ત્રાસી ગયા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારા પરિજનો ઘણીવાર વાળમાં તેલ લગાવવાની સલાહ આપે છે. પરંતુ હવે મનમાં પ્રશ્ન રહે છે કે આ બધી સમસ્યાથી રાહત મેળવવા માટે વાળમાં કયું તેલ લગાવવું જોઈએ. જો તમે પણ તેને લઈને મૂંઝવણમાં છો તો તમે ઘરે એક સરસ તેલ રાખી શકો છો. આ તેલ તમારા વાળની ​​ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. આ અહેવામાં આ તેલ બનાવવાની સરળ રીત..

ઘરે તેલ બનાવવા માટેની સામગ્રી

નાળિયેર તેલ – 1 લિટર

મીઠા લીમડાના પાન- 25થી 30

મેથીના દાણા – 1 ચમચી

જાસુંદના ફૂલ – 15થી 20

કડવા લીમડાના પાન – 25થી 30

ડુંગળી – 3 મધ્યમ કદ

એલોવેરા – 1 મધ્યમ કદ

જાસ્મિન ફૂલો – 15થી 20

વાળનું તેલ કેવી રીતે બનાવવું

આ હર્બલ તેલ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં પાણી ભરો અને તેમાં મેથીના દાણાને અડધા કલાક સુધી પલાળી રાખો. મેથીના દાણા પલળે ત્યાં સુધી બીજા એક વાસણમાં એલોવેરાના નાના નાના ટુકડા કરી લો.

આ પછી મેથીના દાણા બરાબર પલળી જાય એટલે તમામ વસ્તુઓને (જાસૂદનાના ફૂલ, જાસ્મિનના ફૂલ , એલોવેરા, મીઠા લીમડાના પાન, કડવા લીમડાના પાન અને ડુંગળી) એકસાથે પીસી લો.

આ પણ વાંચો : Winter Recipes : ઉત્તર ગુજરાતના ફેમસ ”તુવેર ટોઠા” શિયાળમાં અચૂક ખાવા જોઈએ! જાણો સરળ રેસિપી

પીસી લીધા બાદ શુદ્ધ નારિયેળ તેલને ગરમ કરો અને તેમાં આ પેસ્ટ ઉમેરો અને બધુ હળવી બરાબર મીક્ષ કરો અને ઉકળવા દો. રંગ બદલાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો. લગભગ 45 મિનિટ સુધી આ તેલને ગરમ કરો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ કાચની બોટલમાં આ તેલને ગાળીને ભરી લો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ