How to heat room without room heater or blower : ડિસેમ્બર મહિનો આવી ગયો છે અને આગામી દિવસોમાં ઠંડી ધીમે ધીમે વધશે. કડકડતી ઠંડીમાં ક્યારેક ગરમ કપડાં પહેર્યા પછી કે ઓઢવા પછી પણ રાહત મળતી નથી. આવી સ્થિતિમાં લોકો રૂમને ગરમ કરવા માટે રૂમ હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ કરે છે. કેટલીકવાર તેને થોડું ચલાવવું યોગ્ય છે, પરંતુ રૂમને સંપૂર્ણપણે બંધ કરીને ચલાવવું જોખમી સાબિત થઈ શકે છે.
કેટલાક લોકો તેને બેડની નજીક રાખીને ચલાવે છે. તેમાં ઘણી દુર્ઘટના થઈ શકે છે. હીટર અથવા બ્લોઅર ચલાવવા માટે વીજળીનો પણ ઘણો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં અહીં કેટલીક રીતો જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે હીટર અથવા બ્લોઅર ચલાવ્યા વિના રૂમને ગરમ કરી શકો છો. સાથે વીજળી બચત પણ થશે.
પ્લાસ્ટિક રેપ લગાવો
બારી અથવા દરવાજાની કિનારીઓમાંથી ઠંડી હવા આવતી અટકાવવા માટે સૌ પ્રથમ તમારે પ્લાસ્ટિક રેપ લગાવવું જોઈએ. તેની સાઇડમાંથી રાત્રે ઘણી વખત ખૂબ જ ઠંડી હવા આવે છે. તેના કારણે રુમ ઠંડુ થઇ જાય છે. હવા રોકવા પ્લાસ્ટિક રેપ લગાવો.
શિયાળામાં લગાવો ભારે પડદા
શિયાળામાં ઓરડાને ગરમ રાખવા માટે તમારે બારીઓ પર ભારે પડદા લગાવવા જોઈએ. આમ કરવાથી બારથી આવતી હવાને રોકી શકાય છે. આ માટે ડાર્ક કલરના પડદાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
આ પણ વાંચો – શિયાળામાં કુરકુરી મેથીની મઠરી બનાવો, હલવાઇ સ્ટાઇલમાં ઘણા લેયર સાથે આવી રીતે કરો તૈયાર
જમીન પર ગાલીચા પાથરી દો
ઘણી વખત આપણે જમીન પર ઉઘાડા પગે ચાલવાનું શરૂ કરીએ છીએ આવી સ્થિતિમાં ઠંડી ઘણી વધારે લાગે છે. આ માટે તમે ઓરડામાં ગાલીચા પાથરી શકો છો. આનાથી રુમનો લૂક પણ સારો રહેશે અને પગ ઠંડા નહીં રહે.
ગરમ બેડશીટનો ઉપયોગ કરો
ઓરડામાં ગરમીનો અનુભવ થાય તે માટે તમારે બેડ પર ગરમ બેડશીટ રાખવી જોઈએ. આમ કરવાથી જ્યારે તમે પલંગ પર ઊંઘવા જશો ત્યારે તમને ઠંડી લાગશે નહીં અને રૂમ હીટરની જરૂર રહેશે નહીં.





