Kaju Karela Shaak Recipe In Gujarati | કારેલા કડવા લાગે છે પણ તે સ્વાસ્થ્ય માટે ખુબજ ગણકારી માનવામાં આવે છે, પરંતુ જો તમારે તેના ફાયદા તેના કડવા સ્વાદ વગર માણવા હોય તો આ કાજુ કારેલાના શાકની રેસીપી ચોક્કસ અજમાજો. કાજુ કારેલા શાક ખાસ ટ્રીક વાપરી બનાવામાં આવ્યું છે જેનાથી કારેલા બિલકુલ કડવા નહીં લાગે!
કારેલા પોષક તત્વોનો ખજાનો છે, જે પાચનમાં મદદ કરવા અને બ્લડ સુગરને નિયંત્રિત પણ કરે છે. અહીં જાણો કાજુ કારેલા શાક રેસીપી
કાજુ કારેલા શાક રેસીપી
સામગ્રી
- 400 ગ્રામ કારેલા
- 2-3 ચમચી તેલ
- 1/4 કપ તૂટેલા કાજુ
- 1/2 ચમચી હિંગ પાવડર
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1 મોટી ચમચી સફેદ તલ
- 1 ચમચી હળદર પાવડર
- 1 ચમચી મરચું પાવડર
- 2 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી આમચૂર પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી ગોળ
કાજુ કારેલા શાક રેસીપી
- સૌ પ્રથમ કારેલા લો, તેની છાલ ઉતારીને કાપી લો. આ ટુકડાઓ પર થોડું મીઠું નાખીને બરાબર મિક્સ કરો. કારેલામાંથી પાણી છૂટું પડે તે માટે તેને અડધા કલાક માટે બાજુ પર મૂકી દો.
- કારેલાના ટુકડાઓમાંથી વધારાનું પાણી નીચોવીને કાઢી લો અને તેને બાજુ પર રાખો. (કડવાશ ઓછી કરવા માટે આ સ્ટેપ સૌથી જરૂરી છે!)
- એક કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો. તેમાં 1/4 કપ તૂટેલા કાજુ નાખીને આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. તેને કાઢીને બાજુ પર રાખો.
- એ જ કડાઈમાં, નીચોવેલા કારેલાના ટુકડા નાખીને તે લગભગ 50% પાકી જાય અથવા કિનારીઓ સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તેને પણ કડાઈમાંથી કાઢીને બાજુ પર રાખો.
- બાકીના તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ પાવડર અને 1 મોટી ચમચી સફેદ તલ ઉમેરો. સુગંધ આવે ત્યાં સુધી તેને લગભગ 5 મિનિટ સુધી તેલમાં સાંતળો.
- હવે તેમાં પહેલાથી તળેલા કારેલા પાછા ઉમેરો. મસાલા નાખો 1 ચમચી હળદર પાવડર,1 ચમચી મરચું પાવડર અને 2 ચમચી ધાણા પાવડર ઉમેરો. જો જરૂર લાગે તો થોડું મીઠું નાખો.
- થોડું પાણી છાંટીને બધું બરાબર મિક્સ કરી લો. કડાઈને ઢાંકણથી ઢાંકી દો અને ધીમીથી મધ્યમ આંચ પર 5-6 મિનિટ માટે ચઢવા દો.
- ત્યારબાદ તેમાં તળેલા કાજુ, 1 ચમચી આમચૂર પાવડર અને ગોળનો નાનો ટુકડો ઉમેરો. બધું બરાબર મિક્સ કરો, અને ફરીથી ઢાંકીને 5 મિનિટ માટે પકાવો. તમારું સ્વાદિષ્ટ કાજુ કારેલાનું શાક તૈયાર છે! તેને દાળ-ભાત અથવા રોટલી સાથે સર્વ કરો.





