Kaju Lasan Shaak Banavani Rit In Gujarati : શિયાળામાં લીલું લસણ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. લીલા લસણ માંથી ઘણી વાનગી બને છે. અહીં અસ્સલ ઢાબા જેવું કાઠિયાવાડી સ્ટાઇલમાં કાજુ લસણનું શાક બનાવવાની રેસીપી આપી છે. કાજુ, લીલું લસણ અને લીલા શાકભાજી માંથી બનેલું કાજુ લસણનું શાક ખાવાથી શરીરને ગરમી પણ મળે છે. તો ચાલો જાણીયે કાઠિયવાળી કાજુ લસણનું શાક બનાવવાની રેસીપી.
- લીલું લસણ : 1 કપ
- કાજુ : અડધો કપ
- ફ્રેશ મલાઇ : 2 ચમચી
- પાલક : 1 વાટકી
- ઘી : 1 ચમચી
- તેલ : 2 ચમચી
- ગરમ મસાલા : 1 ચમચી
- હિંગ : 1/2 ચમચી
- જીરું : 1 ચમચી
- તજ : 1 નંગ
- લવિંગ : 1 ચમચી
- તમાલ પત્ર : 2 – 3 નંગ
- લસણ : 3 – 4 ટુકડા
- લીલા મરચા : 2 નંગ
- ડુંગળી : 1 નંગ
- તરબુચના બિયાં : 2 ચમચી
- ટામેટા : 1 નંગ
- મીઠું : સ્વાદ અનુસાર
- લીલું કોથમીર : 1 વાટકી
Kaju Lasan Shaak Recipe : કાજુ લસણ શાક બનાવવાની રીત
કાજુ ઘીમાં ફ્રાય કરો
એક કઢાઇમાં 1 થી 2 ચમચી ઘી ઓગાળો. તેમા કાજુ સહેજ બ્રાઉન થાય ત્યાં સાંતળો. આખા કે ટુકડા તમને ગમે તેવા કાજુનો ઉપયોગ કરી શકાય છે.
ગ્રીન પેસ્ટ બનાવો
એક કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરો, તેમા જીરું, તજ અને લવિંગનો તડકો લગાવો. પછી 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમા 1 વાટકી ઝીણા સમારેલા ટામેટા અને પાલકના પાન સાંતળી લો. બધી સામગ્રી બરાબર ફ્રાય થાય બાદ ગેસ બંધ કરી દો. હવે આ સામગ્રી મિક્સર જારમાં નાંખી ઘટ્ટ ગ્રીન પેસ્ટ બનાવો.
મસાલો ફ્રાય કરો
ગેસ પર એક કઢાઈમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી ગરમ કરો. તેમા 1 ચમચી જીરું અને 1 નાની ચમચી હિંગનો તડકો લગાવો. પછી ગ્રીન પેસ્ટ 3 થી 4 મિનિટ સુધી સાંતળો. હવે 1 ચમચી ગરમ મસાલો અને મીઠું ઉમેરો. મસાલા માંથી તેલ છુંટું પડવા લાગે ત્યારે ઝીણું સમારેલું લીલું લસણ નાંખી 2 થી 3 મિનિટ સુધી બરાબર પકવવા દો. પછી તેમા 2 કપ જેટલું પાણી ઉમેરી મસાલાને પકવવા દો.
કાજુ અને ક્રિમ ઉમેરો
મસાલો બરાબર રંધાઇ જાય પછી તેમા ઘીમાં ફ્રાય કરેલા કાજુ ઉમેરો. શાકને 2 મિનિટ સુધી પકવવા દો. છેલ્લે શાકમાં 2 ચમચી જેટલી ફ્રેશ મિલ્ક ક્રિમ ઉમેરો, જે શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. શાકમાં થોડોક ઉમેરો આવે એટલે ગેસ બંધ કરો. તમારું કાજુ લસણનું શાક તૈયાર છે.
આ પણ વાંચો | રગડ દાળ રેસીપી ઉત્તર ગુજરાતની પ્રખ્યાત વાનગી, શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડશે
કાજુ લસણનું શાક તૈયાર
કાજુ લસણનું શાક બની ગયા બાદ તેમા ઉપરથી થોડાક કાજુના ટુકડા અને લીલું કોથમીર ઉમેરી ગાર્નિશ કરો. ગરમાગરમ કાજુ લસણનું શાક રોટલી, ભાખરી, બાજરીનો રોટલો કે પાંઉ સાથે ખાવાની મજા પડશે. આ રીતે ઘરે જ સરળતાથી ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી કાજુ લસણનું શાક બનાવી શકાય છે.





