Winter Special lila chana nu shaak Recipe In Gujarati | શિયાળામાં ઘણા તાજા શાકભાજી આવે છે, એમાં તાજા લીલા ચણામાં પણ સામેલ છે જેને બાફીને ખાવાની મજા પડે છે પરંતુ એનાથી પણ ટેસ્ટી એનું શાક લાગે છે. આ શાકભાજીમાં સુગંધિત મસાલા નાખીને ગ્રેવી વાળું શાક બનાવી શકાય છે, જે ટેસ્ટીની સાથે પૌષ્ટિક પણ છે.
લીલા ચણામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન સીથી ભરપૂર છે. તે એનર્જી લેવલ વધારવામાં, પાચન સુધારવા અને હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે તમારા ડાયટમાં સામેલ કરી શકાય છે આ ઉપરાંત એમાં ચરબી અને કેલરી પણ ઓછી હોય છે. અહીં જાણો લીલા ચણાનું શાક રેસીપી
લીલા ચણાનું શાક રેસીપી
સામગ્રી
- 350 ગ્રામ તાજા લીલા ચણા
- 1/4 તાજું નારિયેળ
- 3-4 કળી લસણ
- થોડા લીલા મરચાં
- આદુનો એક નાનો ટુકડો
- તાજી કોથમીર
- 1/4 કપ તાજા ચણા
- 2 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1/2 હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી લાલ મરચું
- 1/2 હળદર પાઉડર
લીલા ચણાનું શાક બનાવાની રીત
- સૌ પ્રથમ 350 ગ્રામ તાજા લીલા ચણા લો, હવે એક મિક્સર જારમાં, 1/4 કપ તાજું નારિયેળ, 3-4 કળી લસણ, થોડા લીલા મરચાં, આદુનો એક નાનો ટુકડો, તાજી કોથમીર અને 1/4 કપ તાજા ચણા લો
- હવે બધી વસ્તુ એકસાથે તેમને પીસીને પેસ્ટ બનાવો, ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી તેલ, જીરું અને હિંગ ઉમેરો, હવે થોડીવાર માટે કુક થવા દો.
- હવે આપણે બનાવેલી પેસ્ટ ઉમેરો, તેને સારી રીતે સાંતળો, હવે મીઠું અને 1/4 કપ પાણી ઉમેરો જેથી પેસ્ટ તળિયે ચોંટી ન જાય, હવે તાજા લીલા ચણા ઉમેરો, થોડું વધુ પાણી ઉમેરો, તેને ઢાંકીને તેને પાકવા દો
- તાજા ચણા મધ્યમ તાપ પર 7-8 મિનિટમાં કુક કરો, અને તેને 10 મિનિટ સુધી પાકવા દો. પીરસતી વખતે, લીંબુનો રસ નિચોવીને થોડી તાજી કોથમીર નાખો અને ભાત, રોટલી કે પરાઠા સાથે લીલા ચણાની શાકનું શાક ગરમ ગરમ સર્વ કરો.





