વિન્ટર સ્પેશિયલ લીલા લસણ આલુ પરાઠા રેસીપી, મજેદાર લાગશે!

lila Lasan Aloo Paratha Recipe In Gujarati | લીલા લસણ આલુ પરાઠામાં બાફેલા બટાકા, લીલું લસણ અન્ય અન્ય મસાલા નાખીને સોફ્ટ પરાઠા બનાવામાં આવે છે, તે માત્ર 15 મિનિટમાં જલ્દી તૈયાર થઇ જાય છે, તમે જો સ્વાદ વધારવા માંગતા હોવ તો એમાં અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો, જાણો લીલા લસણ આલુ પરાઠા રેસીપી

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
વિન્ટર સ્પેશિયલ લીલા લસણ આલુ પરાઠા રેસીપી। Winter Special lila lasan aloo paratha recipe in gujarati

વિન્ટર સ્પેશિયલ લીલા લસણ આલુ પરાઠા રેસીપી। Winter Special lila lasan aloo paratha recipe in gujarati

lila Lasan Aloo Paratha Recipe In Gujarati | શિયાળાની કડકડી ઠંડીમાં લીલું લસણ બજારમાં જોવા મળે છે, લીલું લસણ સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે, તેનું સેવન કરવાથી પાચનને લગતી સમસ્યાથી લઈને હાર્ટના સ્વાસ્થ્ય, આ ઉપરાંત રોગ પ્રતિકારક શકિત વધારે છે, અહીં લીલા લસણ આલુ પરાઠા રેસીપી કરી છે, જે તમે નાસ્તામાં ચા સાથે અથવા ભોજનમાં દહીં હટવા ચટણી સાથે સર્વ કરી શકો છો, અહીં જાણો ટેસ્ટી અને હેલ્ધી લીલા લસણ આલુ પરાઠા બનવાની રીત

Advertisment

લીલા લસણ આલુ પરાઠામાં બાફેલા બટાકા, લીલું લસણ અન્ય અન્ય મસાલા નાખીને સોફ્ટ પરાઠા બનાવામાં આવે છે, તે માત્ર 15 મિનિટમાં જલ્દી તૈયાર થઇ જાય છે, તમે જો સ્વાદ વધારવા માંગતા હોવ તો એમાં અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો, જાણો લીલા લસણ આલુ પરાઠા રેસીપી

લીલા લસણ આલુ પરાઠા રેસીપી

સામગ્રી

કણક માટે

2 કપ આખા ઘઉંનો લોટ, ચપટી મીઠું, 1 ચમચી તેલ, જરૂર મુજબ પાણી

ભરણ

  • 3 મધ્યમ બાફેલા અને છૂંદેલા બટાકા
  • ½–¾ કપ સમારેલા લીલા લસણ
  • 2 લીલા મરચાં, બારીક સમારેલા
  • 1 ચમચી આખા ધાણા (હળવા ક્રશ કરેલા)
  • ½ ચમચી લાલ મરચાંનો પાવડર
  • ½ ચમચી હલ્દી
  • ½–1 ચમચી આમચુર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું

લીલા લસણ આલુ પરાઠા બનાવાની રીત

  • સૌ પ્રથમ ઘઉંની લોટ, મીઠું, તેલ અને પાણી મિક્સ કરો. નરમ કણક બનાવો. 10-15 મિનિટ સુધી રાખો.
  • બાફેલા બટાકા, લીલું લસણ, મરચાં, આખા ધાણા , લાલ મરચાંનો પાવડર, હલ્દી, આમચુર, ગરમ મસાલો અને મીઠું ભેળવીને સારી રીતે મિક્સ કરો.
  • લોટના ગોળાને થોડો રોલ કરો, ભરણ ઉમેરો, સીલ કરો, પછી પરાઠામાં ફેરવો.
  • ગરમ તવા પર ઘી/તેલ સાથે સોનેરી અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. બન્ને સાઈડ પરાઠા કુક થઇ જાય એટલે ગરમ ગરમ પરાઠા દહીં, અથાણું, ચટણી અથવા સફેદ માખણ સાથે સર્વ કરો.
Advertisment
ભોજન રેસીપી શિયાળો જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips