Makhana Raita Recipe in Gujarati : મખાનાને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મખાના ખાવાથી પાચનમાં સુધારો થાય છે અને તે વજનને કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે. તે ઓછી કેલરી વાળું પણ છે. મખાના ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
લોકો મખાના શેકીને ખાય છે, ઘણા લોકો તેમાંથી ખીર પણ બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે કંઇક અલગ ટ્રાય કરવા માંગો છો, તો તમે તેમાંથી રાયતું તૈયાર કરી શકો છો. તે બનાવવું એકદમ સરળ છે.
મખાના રાયતું બનાવવા માટેની સામગ્રી
- 1 કપ મખાના
- 1 ચમચી ઘી
- 2 કપ દહીં
- અડધી ચમચી શેકેલું જીરું
- 1/4 ચમચી કાળા મરી
- બ્લેક મીઠું,
- સાદું મીઠું
- 1 ચમચી લીલા ધાણા
મખાના રાયતું બનાવવાની રીત
મખાના રાયતું બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ ગરમ કરી તેમાં 1 ચમચી ઘી ઉમેરો. જ્યારે ઘી ગરમ થાય ત્યારે તેમાં મખાનો મેળવી ધીમા તાપ પર કરકરા થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમને એક પ્લેટમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો.
આ પણ વાંચો – બદામના લાડવા આ રીતે ઘરે બનાવો, શિયાળામાં છે ગુણકારી
હવે એક બાઉલમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે ફેંટી લો. હવે તેમાં શેકેલું જીરું પાવડર, કાળા મરી, બ્લેક મીઠું અને સાદુ મીઠું ઉમેરો. આ પછી તેમાં શેકેલા મખાના દહીંમાં નાખીને ધીમે ધીમે મિક્સ કરી લો. તમે ઉપર લીલા ધાણા પણ ઉમેરી શકો છો. આ રીતે મખાના રાયતું ઝટપટ તૈયાર થઈ જશે. તેને થોડા સમય માટે ફ્રીજમાં મૂકો.





