Bajra Sukhadi Gujarati Recipe : સુખડી પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. મોટાભાગના લોકોએ ઘઉં અને ગોળની સુખડી ખાધી જ હશે. અહીં શિયાળા માટે એક યુનિક બાજરીની સુખડી બનાવવાની રેસીપી આપી છે. બાજરી ગરમ હોય છે અને તેમા ગોળ ઉમેરીને બનાવેલી સુખડી શિયાળામાં શરીરને ગરમી આપી ઠંડીથી બચાવે છે. ઓછી સામગ્રીમાં 15 થી 20 મિનિટમાં તૈયાર થતી બાજરી સુખડી બનાવવાની રીતે અહીં આપી છે.
Bajari Sukhadi Recipe : બાજરી સુખડી બનાવવા માટે સામગ્રી
- દેશી ઘી – 1 કપ
- બાજરીનો લોટ – 1 કપ
- દેશી ગોળ – 1 કપ
- તલ – 1/2 વાટકી
- સુંઠ પાઉડર – 1 ચમચી
- એલચી પાઉડર – 1 ચમચી
- ડ્રાયફ્રૂટ્સ – 1 વાટકી
Bajari Sukhadi Recipe In Gujarati : બાજરી સુખડી બનાવવાની સરળ રીત
ઘીમાં બાજરીનો લોટ શેકો
બાજરીની સુખડી બનાવવા માટે સૌથી પહેલા કઢાઇમાં એક કપ દેશી ઘી ઓગાળો. પછી તેમા તાજો બાજરીનો લોટ મધ્યમ તાપે 8 થી 10 મિનિટ સુધી શેકો. શેકતી વખતે દાઝી ન જાય તેની માટે બાજરીના લોટને સતત હલાવતા રહો. લોટ માંથી ઘી છુંટ પડે અને સુગંઘ આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો.
બાજરીના લોટમાં સામગ્રી ઉમેરો
હવે તેમા અડધી વાટકી સફેદ તલ, 1 ચમચી સુંઠ પાઉડર અને 1 ચમચી એલચી પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરો. પછી તેમા ફરી 1 ચમચી દેશી ઘી ઉમેરી 2 થી 3 મિનિટ સુધી લોટનો ફરી શેકો, ત્યાર બાદ ગેસ બંધ કરી લોટને સહેજ ઠંડો થવા દો.
લોટમાં ગોળ ઉમેરો
બાજરીનો લોટ સહેજ થયા બાદ જ દેશી ગોળ ઉમેરો. ગરમ લોટમાં ગોળ ઉમેરશો તો ગોળનો પાયો બની જશે અને સુખડી બરાબર બનશે નહીં. આથી દેશી ગોળનો ઝીણો ભુક્કો કરી બાજરીના લોટમાં ઉમરો અને બરાબર મિક્સ કરી દો. તેમા ગોળની કણી ન રહે તેનું ધ્યાન રાખો.
આ પણ વાંચો | શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પંચ રત્ન ખીચડી, આ રીતે ઘરે બનાવો
બાજરી સુખડી જમાવો
હવે એક ટ્રે કે થાળીમાં ઘી કે તેલ લગાવી ગ્રીસ કરો. હવે તેમા બાજરીના લોટનું મિશ્રણ રેડો, પછી તેને સમતલ કરી તેના પર ડ્રાયફુટ્સના ટુકડા વડે ગાર્નિશ કરી. બાજરીની સુખડી સહેજ જામી જાય પછી કટર કે ચાકુ વડે કટ કરો. આ રીતે ઘરે બનાવેલી બાજરીના લોટની સુખડી 15 થી 20 દિવસ સુધી ફ્રેશ રહે છે.





