/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/paneer-cheese-ghotala-recipe.jpg)
Surti Style Paneer Cheese Ghotala Recipe In Gujarati : સુરત સ્ટાઇલ પનીર ચીઝ ગોટાળો રેસીપ. (Photo: nehascookbook.com)
Surat Famous Paneer Cheese Ghotala Recipe In Gujarati : સુરતનો ગોટાળો પ્રખ્યાત વાનગી છે. તીખો અને ટેસ્ટી ગરમાગરમ ગોટાળો શિયાળામાં ખાવાની મજા જ અલગ હોય છે. જો તમે સુરતી પનીર ચીઝ ગોટાળો ખાવાના શોખીન છે, તો ઘરે પણ બનાવી શકાય છે. પનીર, ચીઝ અને વિવિધ મસાલા માંથી ગરમાગરમ સુરતી પનીર ચીઝ ગોટાળો ઓછા સમયમાં બની જાય છે. ચાલો જાણીયે ટેસ્ટી સુરતી પનીર ચીઝ ગોટાળો બનાવવાની રેસીપી.
સુરતી પનીર ચીઝ ગોટાળો બનાવવા માટે સામગ્રી
- તેલ : 3 - 4 ચમચી
- જીરું : 1 ચમચી
- ડુંગળી : 2 નંગ
- લીલા મરચા : 2 - 3 નંગ
- આદુ : 1 નાનો ટુકડો
- લીલું લસણ : 1 કપ
- ટામેટા : 2 નંગ
- પાલક ભાજી : 2 કપ
- બટર : 2 ચમચી
- મીઠું : સ્વાદ અનુસાર
- હળદર પાઉડર : 1 ચમચી
- લાલ મરચું પાઉડર : 1 ચમચી
- ધાણા જીરું પાઉડર : 1 ચમચી
- ગરમ મસાલો : 1 ચમચી
- પાઉબાજી મસાલો : 1 ચમચી
- ગરમ પાણી : 1/2 કપ
- બટાકા બાફેલા : 1 નંગ
- પનીર : 150 ગ્રામ
- ચીઝ : 100 ગ્રામ
- ફ્રેશ ક્રિમ : 2 ચમચી
Surti Paneer Cheese Ghotala Recipe : સુરતી પનીર ચીઝ ગોટાળો બનાવવાની રીત
સુરતી પનીર ચીઝ ગોટાળો બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી, આદુ, લીલું લસણ અને ટામેટા ઝીણા સમારેલી લો. ગેસ પર એક કઢાઇમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરો, તેમા જીરું તતડાવો. હવે ઝીણા સમારેલી ડુંગળી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમા ઝીણા સમારેલું આદુ, લીલું લસણ અને ટામેટા પણ સાંતળી લો. તેમા સહેજ મીઠું ઉમેરવાથી બધી સામગ્રી ઝડપથી રંધાઇ જશે.
હવે તેમા લાલ મરચુ પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને ભાજીપાઉ મસાલો ઉમેરો. પછી 2 ચમચી બટર ઉમેરો, મસાલાને મીડિયમ તાપે પકાવવા દો. મસાલા માંથી તેલ છુંટ પડવા લાગે એટલે તેમા અડધો કે 1 કપ ગરમ પાણી ઉમેરો.
આ પણ વાંચો | બાજરી ના ચમચમીયા રેસીપી, એક વિસરાતી ગુજરાતી વાનગી, સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ
પનીર ચીઝ ગોટાળોની ગ્રેવી બરાબર રંધાઇ પછી તેમા ખમણેલું પનીર અને ચીઝ ઉમેરો, ત્યારબાદ બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. જો પનીર અને ચીઝ ઉમેર્યા બાદ ગોટાળોનો મસાલો બહુ ઘટ્ટ થઇ જાય તો તેમા ફરી ગરમ પાણી ઉમેરવું. ગોટાળાને ધીમા તાપે 4 થી 5 મિનિટ સુધી રંધાવા દો. ગોટાળામાં બની જાય પછી તેમાં ઉપરથી 1 ચમચી બટર અને ખમણેલું ચીઝ અને લીલું કોથમીર ભભરાવો. ગરમાગરમ સુરતી પનીર ચીઝ ગોટાળો રોટલી, પાઉ કે બ્રેડ સાથે ખાવાની મજા પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us