Tandoori Chai Recipe: ભારતમાં ચા પ્રેમીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેમાં પણ શિયાળામાં તો ગરમા ગરમ ચા પીવાનું બધા પસંદ કરે છે. જો તમે પણ ચા ના શોખીન છો તો તમે તંદૂરી ચાનો સ્વાદ ચાખ્યો હશે. તેને કુલ્હડ ચા પણ કહેવામાં આવે છે. આદુ અને મસાલાથી તૈયાર કરવામાં આવતી આ ચા માટીની કુલ્હડમાં પીરસવામાં આવે છે.
માટીની સુગંધ સાથે સ્વાદ અને ઉંચાઇથી રેડવાના કારણે ઉત્તમ ફીણ તેનો સ્વાદ વધારે છે. તંદૂર વગર પણ તમે ઘરે તંદૂરી ચા બનાવી શકો છો. આજકાલ તે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. શેફ હરપાલ પાસેથી ચા બનાવવાની એક અનોખી રીત શીખો.
તંદૂરી ચા પીવાના ફાયદા
કુલ્હડ માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં મિનરલ્સ હોય છે જે પાચનમાં મદદ કરે છે. ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. સ્વાદ વધારવા માટે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી.
તંદૂરી ચા માટેની સામગ્રી
- 1 કપ દૂધ
- 1 કપ પાણી
- 2 ચમચી ચા પત્તી
- 2-3 એલાઇચી (ક્રશ કરેલ)
- 1 નાનો ટુકડો આદુ (છીણેલું )
- 1 માટીનું વાસણ
- ગેસ પર રખાતો ચીપિયા અથવા જાળી
- સ્વાદ પ્રમાણે ખાંડ
ઘરે તંદૂરી ચા કેવી રીતે બનાવવી?
સૌ પ્રથમ એક વાસણમાં પાણી રેડો. તેમાં ચા પત્તી, આદુ અને એલાઇચી ઉમેરો. તમે તેમાં લવિંગ પણ ઉમેરી શકો છો. આ બધી વસ્તુઓ ઉમેરો અને સારી રીતે ઉકાળો. જ્યારે ચા રંગ છોડવા લાગે ત્યારે દૂધ અને ખાંડ ઉમેરો. તે પછી તેને સારી રીતે ઉકાળો. ચા ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. બીજી બાજુ માટીની કુલ્હડ અથવા નાની મટકીને સીધી ફ્લેમ પર રાખો. જ્યાં સુધી તે આછી કાળી થવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ ગરમ ગરમ કુલ્હડને સ્ટીલના બાઉલ અથવા કપમાં મૂકો. આ પછી તેમાં ધીમે ધીમે ચા રેડો. આમ કરવાથી ચા ઝડપથી ઉકળવા લાગશે અને તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. તંદૂરી ફ્લેવર આ ટ્રિકથી આવે છે. નવી કુલ્હડમાં ગરમ ચા પીરસો.
આ પણ વાંચો – શિયાળામાં બીમારીઓને દૂર રાખવા માટે આમળા લૌંજી ખાવ, ઝડપથી ઇમ્યૂનિટી મજબૂત થશે
આ બાબતો ધ્યાનમાં રાખો
ચા બનાવવા માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી. આ માટે તમે કુલ્હડ અથવા નાની મટકીનો ઉપયોગ કરી શકો છો. પેઇન્ટ કે પોલિસ કરેલા કુલ્હડનો ઉપયોગ ન કરો કારણ કે તે હાનિકારક હોઈ શકે છે. કુલ્હડને ચૂલા પર ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તે લગભગ કાળું પડી ના જાય. આ ટેકનિક તમે ફુદીના, ચોકલેટ અથવા ગોળની ચા ઉપર પણ અજમાવી શકો છો.





