/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Spinach-Pakoda-Recipe.jpg)
રવિવારની રજામાં બનાવો ગરમા ગરમ પાલક પકોડાની મજા માણો,નોંધી લો રેસીપી
Spinach Pakoda Recipe | શિયાળો (Winter) હવે શરૂ થઇ ગયો છે, આ સીઝનમાં ઠંડી વધારે પડતા ભૂખ પણ વધુ લાગે છે, શિયાળામાં લીલા શાકભાજી વધુ આવે છે ત્યારે તમે સવારે નાસ્તાના ગરમ ગરમ હેલ્ધી પાલક પકોડા બનાવી શકો છો. પાલક પકોડા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષણથી ભરપૂર છે, જે આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સનો સારો સ્ત્રોત છે, તેથી તમે તમારા નાસ્તાને વધુ પૌષ્ટિક પણ બનાવી શકો છો. તમે પકોડાને ડીપ ફ્રાય અથવા એર ફ્રાય કરી શકો છો.
આયર્નથી ભરપૂર પાલકના પકોડા ઝલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે તમે હેલ્ધી ઓપ્શન અપનાવા માટે એર ફ્રાય કરી શકો છો, જૈન ઓપ્શન માટે તમે ડુંગળી વગર પણ સ્વાદિષ્ટ પાલક પકોડા બનાવી શકો છો. અહીં પાલક પકોડા રેસીપી
પાલક પકોડા રેસીપી (Spinach Pakora Recipe)
આ પણ વાંચો: Health Tips: સવારે આ 5 નાસ્તાથી દિવસની શરૂઆત કરો, આખો દિવસ ઉર્જાવાન રહેશો
સામગ્રી :
- 2 કપ પાલક (બારીક સમારેલી)
- 1 કપ ચણાનો લોટ
- 2 સમારેલ ડુંગળી
- 1/2 અજમો
- 1/2 હિંગ
- 2-3 લીલા મરચા (બારીક સમારેલા)
- 1 ઇંચ આદુ (છીણેલું)
- ½ ટીસ્પૂન જીરું
- ½ ટીસ્પૂન હળદર પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- તેલ (તળવા માટે)
પાલક પકોડા ચટણી માટે સામગ્રી
- 1 કપ લીલા ધાણા
- 2-3 લીલા મરચાં
- 1 લીંબુનો રસ, આદુ અને લસણની બે લવિંગ (તમારી પસંદગી મુજબ)
- સ્વાદ મુજબ મીઠું
આ પણ વાંચો: Spinach | પાલક લાંબા સમય સુધી ફ્રેશ રાખવી છે? આ કિચન ટિપ્સ અપનાવો
પાલક પકોડા રેસીપી
- એક મોટા વાસણમાં સમારેલી પાલક, ચણાનો લોટ, સમારેલ ડુંગળી, લીલા મરચાં, આદુ, જીરું, હળદર અને મીઠું નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે તેમાં એક પછી એક પકોડા ઉમેરો અને મધ્યમ તાપ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
- ચટણી માટે લીલા ધાણા, લીલાં મરચાં, લીંબુનો રસ અને મીઠું નાખીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને ચટણીને ગમે તેટલી ઘટ્ટ અથવા પાતળી બનાવો.
- તૈયાર કરેલા પકોડાને ગરમ લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો આ નાસ્તા માટે એક પરફેક્ટ કોમ્બિનેશન છે, જે માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us