Winter Health Tips: શિયાળામાં વધારે ઠંડી લાગે છે? આ ચીજનું સેવન કરવાથી ઠંડી થશે છૂમંતર, રોગપ્રતિકારક શક્તિ વધશે

Winter Superfood List In Gujarati : શિયાળાની ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખવા અમુક સુપરફૂડ્સ ડાયેટમાં સામેલ કરવા જોઇએ. ડો.શેખ અબ્દુલ કલામ આવા સુપરફૂડ્સ વિશે જાણકારી આપી છે.

Winter Superfood List In Gujarati : શિયાળાની ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખવા અમુક સુપરફૂડ્સ ડાયેટમાં સામેલ કરવા જોઇએ. ડો.શેખ અબ્દુલ કલામ આવા સુપરફૂડ્સ વિશે જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
New Update
Winter Superfood List

Winter Superfood List : શિયાળામાં સુપરફૂડ્સ ડાયેટમાં સામેલ કરવાથી શરીરને ઉર્જા મળે છે. Photograph: (Freepik)

Winter Superfood List In Gujarati : શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે, કેટલીક વસ્તુઓ આહારમાં શામેલ કરવી આવશ્યક છે જે તમને ગરમી અને ઊર્જા આપવાનું કામ કરે છે. શરદી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. શિયાળાની ઋતુમાં, એવા આહારનું સેવન મહત્વપૂર્ણ હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Advertisment

ડો.શેખ અબ્દુલ કલામની apollo247 સાઇટમાં પ્રકાશિત એક લેખ અનુસાર, ઠંડા હવામાનમાં પણ આળશ આવી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે. આવી સ્થિતિમાં, યોગ્ય આહાર તમારું શરીર અંદરથી ગરમ રાખશે એટલું જ નહીં, પરંતુ તમારી એનર્જીમાં પણ વધારો કરી શકે છે અને તમને સીઝનલ બીમારીથી બચાવી શકે છે.

ડ્રાયફૂટ્સ અને સીડ્સ

શિયાળામાં શરીરને ગરમ રાખવા અને માંદગીથી બચવા માટે, તમારે આહારમાં બદામ અખરોટ જેવા ડ્રાયફૂટ્સ અને સીડ્સનો સમાવેશ કરવો આવશ્યક છે. ઠંડીમાં બદામ, અખરોટ, તલ અને અળસી ખાઓ. તેમાં તંદુરસ્ત ચરબી હોય છે જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ફાયદા : ડ્રાયફૂટ્સ અને સીડ્સનું સેવન કરવાથી શરીરને ઓમેગા -3 મળે છે. તેમાં પ્રોટીન અને તંદુરસ્ત ચરબી વધારે હોય છે.
 
ખાવાની રીત: દરરોજ એક મુઠ્ઠી જેટલા ખાઓ અથવા ગરમ દૂધ સાથે મિક્સ કરીને સેવન કરો.

Advertisment

આખા અનાજ અને બાજરી

શિયાળામાં તમારે આહારમાં ઓટ્સ, બાજરી, રાગી અને જુવાર જેવા આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી તમને શરીરને ગરમી તો મળશે જ, સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેશે.

ફાયદા : આ ચીજોમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સની માત્રા વધારે હોય છે. તેમાં આયર્ન ભરપૂર હોય છે. જેનાથી શરીરને થાક લાગતો નથી. 

કેવી રીતે ખાવા: રોટલી અથવા ખીચડી બનાવી શકાય.

કંદમૂળ

કેટલાક શાકભાજી પણ છે જે શરીરને ગરમ રાખવાનં અને ઊર્જા આપવાનું માટે કામ કરે છે. તેથી, તમારે ઠંડીમાં ગાજર, શક્કરીયા, બીટ અને સલગમ જેવા મૂળ વાળા શાકભાજી ખાવા જોઈએ. તેમાં ફાઇબર, વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે. તે ખાવાથી ભૂખ લાગતી નથી અને શરીરને હૂંફ મળે છે.

ફાયદા : તેમાં વિટામિન સી ભરપૂર હોય છે. તે ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઉપરાંત, તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. 

ખાવાની રીત: આ શાકભાજી કાચા, બાફી, સલાડ કે સૂપ બનાવી સેવન કરી શકાય છે.

ઘી અને તંદુરસ્ત ચરબી

શિયાળામાં, તમારે દરરોજ એક ચમચી ઘી અથવા નાળિયેર તેલનું સેવન કરવું જોઈએ. આ શરીરની ગરમી જાળવવામાં મદદ કરે છે.

ફાયદા : તે ખાવાથી શરીરને ઉર્જા મળે છે. સાથે જ ત્વચા નરમ રહે છે. 

ખાવાની રીત: ઘી રોટલી કે ભાખરી પર લગાવો, દાળ, અથવા ગરમ દૂધ સાથે મિક્સ કરો.

ગરમ મસાલા

અમુક મસાલા શરીરને ગરમ રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેનું સેવન કરવાથી શરીરને ગરમી અને ઊર્જા મળે છે. આદુ, લસણ, તજ, લવિંગ, કાળા મરી અને હળદર જેવા મસાલા કુદરતી રીતે શરીરની ગરમીમાં વધારો કરે છે.

ફાયદા : આ મસાલાનું સેવન કરવાથી શરીર ઘણા પ્રકારના ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ સાથે રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. 

ખાવાની રીત: મસાલા ચા બનાવી, સૂપ કે ભોજનમાં ઉમેરી સેવન કરી શકાય છે.

Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

હેલ્થ જીવનશૈલી શિયાળો