Blanket Cleaning Tips : ધાબળા રજાઈ માંથી દુર્ગંઘ આવે છે? આ 5 ટીપ્સ અજમાવો, ડ્રાય ક્લિનના પૈસા બચી જશે

How To Remove Smell From Blanket Without Washing : શિયાળામાં ઠંડીથી બચાવતા રજાઈ ધાબળા લાંબા સમય સુધી કબાટમાં બંધ રહેવાથી રજાઈ ધાબળા માંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં અહીં આપેલી 5 સરળ ટીપ્સ વડે આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

Written by Ajay Saroya
November 04, 2025 17:46 IST
Blanket Cleaning Tips : ધાબળા રજાઈ માંથી દુર્ગંઘ આવે છે? આ 5 ટીપ્સ અજમાવો, ડ્રાય ક્લિનના પૈસા બચી જશે
Blanket Cleaning Tips : ધાબળા રજાઇ ની દુર્ગંધ દૂર કરવાની રીત. (Photo: Freepik)

Blanket Cleaning Tips : શિયાળાની ઠંડી શરૂ થઇ ગઇ છે. ઠંડીથી બચવા લોકો કબાટમાંથી રજાઈ અને ધાબળા બહાર કાઢવા લાગ્યા છે. જો કે લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે રજાઈ-ધાબળા માંથી દુર્ગંધ આવવા લાગે છે. મોટાભાગના લોકો તેને ડ્રાય ક્લીન માટે મોકલે છે અથવા ઘરે જ ધોઇ નાંખે છે. જો કે, અહીં આપેલી કેટલીક ટીપ્સ અનુસરી તમે સરળતાથી ઘરે દુર્ગંધ દૂર કરી શકો છો. આ સાથે તમારા ડ્રાય ક્લીનના પૈસા પણ બચી જશે.

તડકામાં તપાવવો

રજાઈ ધાબળા માંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે તેમને થોડા સમય માટે તડકામાં રાખી શકો છો. તેનાથી દુર્ગંધ દૂર થશે. હકીકતમાં સૂર્યમાં હાજર અલ્ટ્રાવાયોલેટ કિરણો બેક્ટેરિયા અને ફૂગને દૂર કરે છે. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા થોડા કલાકો માટે કડક તડકામાં સુકાવવા જોઇએ.

કપૂરનો ઉપયોગ કરો

તમે ધાબળા માંથી દુર્ગંધ દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે, ધાબળાના કવરની અંદર થોડું કપૂર મૂકો. દુર્ગંધ દૂર કરવા માટે પણ આ પદ્ધતિ ઘણી સારી છે.

સુગંધિત તેલ

ધોયા પછી અથવા સૂકવ્યા પછી રજાઈ ધાબળા પર લવંડર અથવા ટ્રી ઓઇલના થોડા ટીપાનો છંટકાવ કરો. આમ કરવાથી ધાબળા રજાઇ માંથી હળવી અને તાજગીસભર સુગંધ આવે છે.

લીમડાના પાન અને કપૂર

જો રજાઈ ધાબળા માંથી થોડી ગંધ આવે છે, તો તમે લીમડાના પાન અને કપૂરની મદદથી પણ દુર્ગંધ દૂર કરી શકો છો. રજાઈ અથવા ધાબળો પાછું કબાટમાં મૂકતી વખતે, તેની સાથે સૂકા લીમડાના પાન અથવા કપૂરની ગોળીઓ મૂકો. હકીકતમાં લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે, જે ભેજ અને માઇલ્ડ્યુ સામે રક્ષણ આપે છે.

સફેદ સરકો

તમે સફેદ સરકો વડે રજાઇ અને ધાબળા ની ગંધ પણ દૂર કરી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં થોડી માત્રામાં સફેદ સરકો લો અને તેને પાણીમાં મિક્સ કરીને લિક્વિડ તૈયાર કરો. તેને ધાબળા અને રજાઈ પર છંટકાવ કરો અને તેને થોડા સમય માટે પંખા અથવા એસી નીચે રાખો. આમ કરવાથી ધાબળા અને રજાઈ માંથી દુર્ગંધ દૂર થઇ જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ