/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-74.jpg)
પાણીમાં ધોયા વગર ધાબળા - રજાઈને સાફ કરવાની અને દુર્ગંધ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો. (Photo - Canva)
Blankets Smell Cleaning Tips : હવે ઓક્ટોબર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે, એટલે કે શિયાળાની મોસમ ખૂબ નજીક છે. સવાર અને સાંજે ઠંડા પવન વહેવા લાગ્યા છે. આ સાથે રાત્રે ઠંડી અનુભવાય છે. આવી સ્થિતિમાં લોકોએ શિયાળાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટા ભાગના ઘરોમાં ઠંડીથી બચવા રજાઇ અને ધાબળાની તૈયારી કરી લેવામાં આવી છે. જો કે, લગભગ 6 મહિના સુધી બંધ રહેવાના કારણે, ઘણી વખત રજાઈ અને ધાબળા ગંદા થઇ જાય છે અને ગંધ આવવા લાગે છે. છે. આવી સ્થિતિમાં ધોયા વગર તેનો સીધો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. ઉપરાંત પડ્યા- પડ્યા રજાઈ-ધાબળા મેલા થઇ જાય છે, જે સ્કીન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. રજાઈ અને ધાબળાને ઘરે ધોવા બહુ મુશ્કેલ છે, આવી સ્થિતિમાં, શિયાળાની શરૂઆત સાથે, લોકો તેને ડ્રાય ક્લિનિંગ માટે આપવા જાય છે, જેમાં તેમને હજારો રૂપિયા ખર્ચવા પડે છે.
અમે તમને આવા જ કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ઘરમાં રજાઈ અને ધાબળામાંથી આવતી દુર્ગંધને ધોયા વગર સરળતાથી દૂર કરી શકો છો, સાથે જ તેમાંથી ધૂળ અને ગંદકી પણ સાફ કરી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે-
ધાબળા - રજાઈ સાફ કરવા માટેના સરળ ઘરગથ્થુ ઉપાયો
ધાબળા-રજાઈને તડકામાં સુકવો
આ માટે સૌથી પહેલા ધાબા પર એક મજબૂત દોરડું બાંધો અને તેના પર ધાબળો અને રજાઈ નાંખો. હવે એક વાત ધ્યાનમાં રાખો કે તમારે દોરડાને એવી જગ્યાએ બાંધવું પડશે જ્યાં તીવ્ર સૂર્યપ્રકાશ સીધા ધાબળા પર પડે. હવે રજાઇ અને ધાબળાને આખો દિવસ તડકામાં તપડવા દો. સાંજે સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય, ત્યારે મજબૂત લાકડીની મદદથી ધાબળાને બરાબર છટકારો, જેનાથી તેમાં અંદર રહેલી ધૂળ બહાર આવવા લાગશે. રાત્રે ધાબળો બહાર રાખવો નહીં અને તેને સ્વચ્છ જગ્યાએ રાખો. ધાબળા કે રજાઈને આવી રીતે લગભગ 4 થી 5 દિવસ સુધી તડકામાં સૂકવવા રાખો. આ પદ્ધતિ અપનાવવાથી ધાબળામાંથી ધૂળ અને ગંદકી તો સાફ થશે જ, પરંતુ તેની અંદરની ખરાબ દુર્ગંધ પણ દૂર થશે.
કપૂરના ઘરગથ્થુ ઉપાય
ધાબળાને તડકામાં તપાવ્યા બાદ સૌપ્રથમ તેના પર સ્વચ્છ કવર ચઢાવી લો. હવે 3 થી 4 કપૂરની ગોળી લો અને તેના નાના નાના ટુકડા કરો. આ સ્વચ્છ કપડામાં ટુકડાઓની અલગ-અલગ બાંધીને બે-ત્રણ નાની પોટલી બનાવી લો. હવે આ પોટલીને ધાબળા કે રજાઈના કવરમાં મૂકી દો. બીજા દિવસે ફરી કવર કાઢીને ધાબળાને સૂર્યપ્રકાશમાં તડકો દેખાડો. તેનાથી તેમાં રહેલા બેક્ટેરિયા અને ભેજની દુર્ગંધ દૂર થઈ જશે.
જો કે, જો તમારા બ્લેન્કેટ અથવા રજાઇમાં ચા કે અન્ય કોઇપણ વસ્તુના ડાઘ છે, તો તેને તડકામાં તપાવવા મૂકવાની પહેલા ડાઘવાળી જગ્યાને ભીના કપડાથી ઘસીને સાફ કરવી અને ત્યાર બાદ જ તડકામાં સૂકવવા મૂકવા જોઇએ.
સુગંધિત તેલનો ઉપયોગ કરો
આ ઉપાયો ઉપરાંત તમે ધાબળા કે રજાઈના કવર પર સુગંધિત તેલનો થોડોંક છંટકાવ કરીને દુર્ગંધ મૂકીત કરી શકો છો. તેમજ કોટનના ટુકડાને સુગંધિત તેલવાળું કરીને પણ તમે ધાબળા કે રજાઈના કવરની અંદર મૂકી શકો છો. આ ઉપાય આ ધાબળાને શિયાળાની સંપૂર્ણ સીઝન દરમિયાન સુગંધિત રાખશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us