માં બનવુંએ દુનિયાનો સૌથી અદભુત અનુભવ હોય છે, જયારે કોઈ માં તેના બાળકને ખોળામાં લે છે ત્યારે તેને અપાર ખુશી થતી હોય છે, પરંતુ અહીંયા એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. બાળકના જન્મ આપ્યા પછી માં એ પોતાના બાળકનો ફેસ જોયો તો શોક થઇ ગઈ, બાળકને જોઈ માતા ધ્રુજી રહી હતી, હોસ્પિટલમાં હાજર ડોક્ટર્સ પણ બાળકને જોઈએ ને ચોકી ગયા હતા.
શું છે ઘટના :
આ બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યો છે. જેના લીધે બાળકના શરીર સફેદ પડ જોવા મળી રહ્યા છે. બાળકની સ્કિન સિમેન્ટથી બની હોય તેવું લાગે છે. બાળકના મોં અને આંખોનો કલર લાલ છે, આ સિવાય ગાલ પાછળની સાઈડમાં લટક્યા હતા અને સામેથી જોતા બાળકના કાન દેખાતા ન હતા, બાળકનું મોં ખુલ્લું અને આંખો બંધ રહેતી હતી, માત્ર એ બાળક રડી રહ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,
અહીં જણાવી દઈએ કે, બાળક હર્લેકીન ઈચીથોસીસ નામની એક આનુવંશિક બીમારીથી પીડાય છે, આ બીમીરી સ્કિનને લગતી બીમારી છે, જેની સારવાર સંભવ નથી, અભી જાણો આ બીમારી વિષે વિગતવાર,
આ પણ વાંચો: Health Tips : સવારે આ પીણાં લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ કુદરતી રીતે ઘટી શકે
શું છે હર્લેકીન ઈચીથોસીસ?
એક પ્રકારનો સ્કિનને લગતો રોગ છે, જેમાં બાળકો સ્કિન પર સિમેન્ટ જેવા પડ સાથે જન્મે છે, આખા શરીર પર ડ્રાય સ્કિનનું પડ જોવા મળે છે, આ સ્કિન પછી ફાટવા લાગે છે, આ સ્કિનને સ્પર્શ કરતા પીડિતને દુખાવો થાય છે, આ સાથે બાળક દુર્બળ થઇ જાય છે, તે જાતે મોં પણ બંધ કરી શકતું નથી, એવામાં બાળકને ટ્યુબની મદદથી દૂધ પીવડવાનું પડે છે.
શું સાવધાની રાખવી?
આ બીમારીમાં બાળકની સ્કિન ડ્રાય થઇ ગઈ હોય છે , એવામાં સ્કિન પર 4 કલાક મૉઇસ્ચરાઇઝર લગાવવું જરૂરી બને છે. આ સિવાય બાળકને તડકાના સંપર્કમાં લવાતું નથી. ક્યારેક તો પીડિત કંઈક મુવમેન્ટ કરે તો સ્કિન ફાટી જાય છે,પડ નીકળવા લાગે છે અને દુખાવો થવા લાગે છે, જેથી બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
આ પણ વાંચો: Yoga darshan યોગ દર્શન : અનુલોમ વિલોમ પ્રાણાયામ – બ્લડ પ્રેશરની બીમારીમાં ફાયદાકારક
આ બીમારી કેમ થાય છે?
હેલ્થ એક્સપર્ટ અનુસાર, હર્લેકીન ઈચીથોસીસ ABCA 12 જીનમાં પરિવર્તનના કારણે થઇ શકે છે. ABCA 12 જિન એક ખાસ પ્રકારનું પ્રોટીન બનવાનો નિર્દેશ આપે છે, જે સ્કિન કોશિકાઓના વિકસિત થવા માટે જરૂરી છે.
અહીં જણાવી દઈએ કે, પુરુષો અને મહિલાઓને એકસમાન સંખ્યામાં પ્રભાવીત કરે છે અને લગભગ 5 લાખ વ્યક્તિઓમાં એકને થઇ શકે છે. જાણકારી અનુસાર, દુનિયભરમાંહાલ આ બીમારીના 250 કેસ છે.





