દુનિયાભરમાં સૌથી વધુ ચર્ચાતા વિષયોમાં એક છે ‘સેક્સ’. ઝડપથી બદલાતી લાઇફ સ્ટાઇલ અને વ્યક્તિગત સ્વતંત્રતા – સ્વચ્છંદતાના માહોલમાં ખાસ કરીને પશ્ચિમના દેશોમાં સ્ત્રી-પુરુષો નાની ઉંમેર જ શારીરિક સુખ માણતા થઇ જાય છે. પશ્ચિમના દેશમાં નાની વયે જ સ્ત્રીઓ પોતાનું ‘કૌમાર્ય’ અને પુરુષો ‘બ્રહ્મચર્ય’ ગુમાવે દે છે. અલબત્ત ભારતમાં હજી પણ ‘કામ’ બાબતે પશ્ચિમના દેશો જેટલું ખુલ્લાપણું જોવા મળતુ નથી. દુનિયાના દેશોમાં કઇ ઉંમરે સ્ત્રી-પુરૂષ પહેલીવાર શારીરિક સુખ માણે છે તેના વિશે એક રસપ્રદ અહેવાલ વાંચો
સ્ત્રી-પુરૂષ પહેલીવાર કઇ ઉંમરે શારીરિક સુખ માણે છે તે અંગે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સે 45 દેશોના એક રસપ્રદ આંકડા જાહેર કર્યા છે. આ માટે દુનિયાભરના દેશોના સ્ત્રી-પુરુષોનો ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો છે.
નાની વયે સેક્સની મજા લેવામાં આઇસલેન્ડના લોકો દુનિયામાં સૌથી મોખરે
વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર આઇસલેન્ડના સ્ત્રી-પુરુષોએ 15 વર્ષ અને 6 મહિનાની ઉંમરે પહેલીવાર સેક્સનો આનંદ છે. જો બીજા શબ્દો કહીયે તો આઇસલેન્ડના લોકો 11 કે 12 ધોરણમાં ભણતા હોય ત્યારે જ પહેલીવાર શારીરિક સુખની મજા માણી ચૂક્યા હોય છે. ત્યારબાદ સૌથી નાની ઉંમરે શારીરિક સુખ માણનાર દેશોની યાદીમાં બીજા ક્રમે ડેનમાર્ક છે, ત્યાંના લોકો 16 વર્ષ અને 1 મહિના અને ત્રીજા ક્રમે સ્વીડનમાં 16 વર્ષ અને 2 મહિનાની વયે પહેલીવાર સેક્સ કરી લે છે.
ભારતીય કઇ ઉંમરે પહેલીવાર શારીરિક સુખ માણે છે?
ભારતમાં કૌમાર્ય અને બ્રહ્મચર્યનું ઘણું મહત્વ છે. ભારતીય સમાજમાં સેક્સને વ્યક્તિગત અને સામાજીક રીતે મહત્વપૂર્ણ બાબત મનાય છે અને તેની ઉંડી અસર થતી હોય છે. ભારતીય સમાજમાં અગાઉ લગ્ન બાદ સ્ત્રી અને પુરુષને શારીરિક સુખ માણવાનો નિયમ હતો જો કે આજના આધુનિક સમયમાં તેનો છેદ ઉડી રહ્યો છે.
જો ભારતની વાત કરીયે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર સરેરાશ ભારતીય સ્ત્રી-પુરુષો 22 વર્ષ અને 9 મહિનાની ઉંમરે પહેલીવાર શારીરિક સુખ માણે છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં કાયદાકીય રીતે લગ્ન માટે સ્ત્રી માટે લગ્નની 18 વર્ષ અને પુરુષની 21 વર્ષ હોવી જરૂરી છે.





