મહિલા માટે પુરુષ કરતા વધુ પ્રોટીન કેમ જરૂરી છે? સ્ત્રીઓએ દિવસમાં પ્રોટીનનું કેટલું સેવન કરવું? જૂઓ ચાર્ટ

Protein Intake for Women : પ્રોટીન શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે જરૂરી છે. જો કે સ્ત્રી અને પુરુષ માટે પ્રોટીનની જરૂરિયાત અલગ - અલગ હોય છે, ઉપરાંત ઉંમર પ્રમાણ પ્રોટીનની માત્રા પણ બદલાય છે. જાણો સ્ત્રીઓએ એક દિવસમાં કેટલા પ્રોટીનનું સેવન કરવું જોઇએ

Written by Ajay Saroya
March 08, 2024 18:10 IST
મહિલા માટે પુરુષ કરતા વધુ પ્રોટીન કેમ જરૂરી છે? સ્ત્રીઓએ દિવસમાં પ્રોટીનનું કેટલું સેવન કરવું? જૂઓ ચાર્ટ
મહિલાને પુરુષ કરતા વધારે પ્રોટીનનું સેવન કરવાની જરૂર પડે છે. (Photo - Freepik)

Protein Intake for Women : પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. બાળપણ થી લઈ વૃદ્ધાવસ્થા સુધી દરેક વ્યક્તિની ઉંમર અને લિંગ પ્રમાણે પ્રોટીનની જરૂરિયાત બદલાતી રહે છે. શરીરના કોષોના નિર્માણ અને જાળવણી માટે પ્રોટીનનું સેવન જરૂરી છે. તે કોષોને ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને ઉર્જાવાન રાખે છે. દરેક વ્યક્તિએ પોતાના દૈનિક આહારમાં પ્રોટીનનું સેવન કરવું જોઈએ. પ્રોટીન ઘણા એમિનો એસિડથી બનેલા હોય છે, જે શરીરના બિલ્ડીંગ બ્લોક્સ છે. પ્રોટીનની ઉણપથી શરીરના દરેક અંગની કામગીરી પર ઉંડી અસર થાય છે. પ્રોટીનની ઉણપથી આળસ અને સુસ્તી અનુભવાય છે તેમજ શરીરના ઘણા પોષક તત્વોની ઉણપ સર્જાઇ શકે છે.

સ્ત્રીઓ અને પુરુષોમાં પ્રોટીનની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. પુખ્ત વયની સ્ત્રીઓને તેમના દરેક કિલોગ્રામ વજન માટે દરરોજ લગભગ 0.8 થી 1 ગ્રામ પ્રોટીન મળવું જોઈએ. જો તમે પ્રોટીનનું સેવન કરતા હોવ તો કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરો તો જ તમને પ્રોટીનનો પૂરતો લાભ મળશે. સ્ત્રીઓ અને પુરુષોને અલગ-અલગ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે. ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે શા માટે સ્ત્રીઓએ પુરૂષો કરતાં વધુ પ્રોટીનનું સેવન કરવું જોઈએ. શા માટે સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ પ્રોટીનની જરૂર છે અને દિવસમાં કેટલા પ્રોનું સેવન કરવું જરૂરી છે.

International Womens Day 2024 menstrual hygiene women health tips in gujarati
International Womens Day 2024 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 માસિક સ્રાવની સ્વચ્છતા ટીપ્સ (Source : Freepik)

સ્ત્રી ને પુરુષ કરતાં વધુ પ્રોટીનની કેમ જરૂર પડે છે?

પીજીઆઈએમઈઆર, ચંડીગઢ ખાતે ઓર્થોપેડિક્સના એડિશનલ પ્રોફેસર ડૉ. વિશાલ કુમારે જણાવ્યું હતું કે, જે મહિલા ગર્ભવતી હોય તેમણે વધુ પ્રોટીનનું સેવન કરવાની જરૂર છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ તેમના પ્રોટીનનું સેવન વધારવું જરૂરી છે. પ્રોટીન પચવામાં થોડું મુશ્કેલ હોય છે, તેથી તેનું યોગ્ય રીતે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તમામ મેક્રો અને સૂક્ષ્મ પોષક તત્વોના શોષણ માટે પ્રોટીનનું પૂરતું સેવન જરૂરી છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને પ્રોટીનની વધુ માત્રાની જરૂર હોય છે.

પ્રોટીનનું સેવન કરવાથી મહિલાઓની માંસપેશીઓ મજબૂત બને છે. શરીરમાં પ્રોટીનનું પૂરતી પ્રમાણ હોવાથી મહિલાઓ માટે હાડકા સંબંધિત અનેક બીમારી થવાનું જોખમ ઓછું થઈ જાય છે. સ્ત્રીઓ માટે, પ્રોટીન એ હોર્મોન્સ અને એન્ઝાઇમના ઉત્સર્જન માટે પણ જરૂરી છે જે શરીરમાં ઘણી કામગીરીને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. પ્રોટીનનું સેવન મહિલાઓના વજનને નિયંત્રિત કરવા માટે પણ ઉપયોગી છે. ત્વચા, સ્નાયુઓ અને અંગો સહિત શરીરની માંસપેશીઓના વિકાસ અને રિપેરિંગ માટે પ્રોટીન આવશ્યક છે. પ્રોટીનના સેવનથી માંસપેશીઓ મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. સ્ત્રીઓને પુરૂષો કરતાં વધુ પ્રોટીનની જરૂર હોય છે.

સ્ત્રી એ દરરોજ કેટલું પ્રોટીન સેવન કરવું જોઈએ?

60 કિલો વજન ધરાવતી મહિલા એ દરરોજ ઓછામાં ઓછા 48 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જરૂરી છે. શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે તમારા આહારમાં ખાસ ફૂડનો સમાવેશ કરો. સામાન્ય વ્યક્તિએ દરરોજ તેના શરીરના વજનના 1 કિલો દીઠ 0.8 ગ્રામથી 1.2 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. મહિલાઓએ ઓછામાં ઓછું 46 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

Protein Chart For Women | women diet | women diet tips | women eat tips | women health tips | women protein tips | best protein food fow woment</p></p><p>
મહિલાઓ માટે પ્રોટીન ચાર્ટ

પ્રોટીનની ઉણપ દૂર કરવા મહિલા આ ખાસ ફૂડનું સેવન કરે

શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે મહિલાઓએ તેમના આહારમાં માછલી, સીફૂડ, ઈંડા, દૂધ અને લીન મીટનું સેવન કરવું જોઈએ. સોયાબીન, ચણા અને રાજમા સ્ત્રીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. પુરતા પ્રમાણમાં પ્રોટીનના સેવનથી હેલ્થ સારી રહે છે.

આ પણ વાંચો | મહિલાઓએ વધતી ગંભીર બીમારીઓથી બચવું જરૂરી, આટલી સ્વાસ્થ્ય કાળજી રાખો

ઉંમર પ્રમાણે પ્રોટીન કેટલું જરૂરી છે?

નાના બાળકોએ લગભગ 10 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઈએ05 થી 12 વર્ષના શાળાએ જતા બાળકોએ 20-35 ગ્રામ પ્રોટીન લેવું જોઈએકિશોરવયના બાળકો માટે દરરોજ 40-60 ગ્રામ પ્રોટીન જરૂરી છે18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિએ પ્રતિ કિલોગ્રામ 0.5 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દરરોજ 1.2 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઈએ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ