/indian-express-gujarati/media/media_files/2026/02/04/cancer-risk-reduce-lifestyle-tips-2026-02-04-15-04-38.jpg)
Cancer Risk Reduce Lifestyle Tips : કેન્સરનું જોખમ ઘટાડવા માટે લાઇફસ્ટાઇલ ટીપ્સ Photograph: (Chargpt)
World Cancer Day 2026: કેન્સર એક જીવલેણ બીમારી છે, જે વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક રીતે બહુ પીડાદાયક છે. કેન્સર બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરી એ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે. કેન્સરના વિવિધ પ્રકારો છે, જેમા મોંનું કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સર સૌથી વધુ જોવા મળે છે. જો કે આધુનિક તબીબી જગતામાં હાલ કેન્સર સામે જીત મેળવી શકાય છે.
લેટેસ્ટ મેડિકલ રિસર્ચ કહે છે કે જો જીવનશૈલી અને આહારમાં થોડો ફેરફાર કરવામાં આવે તો કેન્સરથી બચવું શક્ય છે. વિશ્વ કેન્સર દિવસના ખાસ અવસર પર આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે રોજિંદા કેટલીક નાની ભૂલો કેન્સરનું જોખમ વધારી રહી છે. નબળા આહારથી સ્થૂળતા થાય છે અને મેદસ્વીપણું ઘણા પ્રકારના કેન્સર તરફ દોરી શકે છે. મેદસ્વી મહિલાઓમાં અંડાશયનું કેન્સર, સર્વાઇકલ કેન્સર વધુ જોવા મળે છે.
સિનિયર કન્સલ્ટન્ટ હેમેટોલોજિસ્ટ અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો.લલિત મોહન શર્માએ જણાવ્યું હતું કે, "આપણી નવી પેઢી પિઝા, બર્ગર જેવા જંક ફૂડ વધુ ખાય છે. આપણા શરીરમાં ફાઇબર નહીં બરાબર હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી કરી રહ્યું છે. કેન્સરનો સૌથી મોટો દુશ્મન કોઈ દવા નથી, પરંતુ તમારી જીવનશૈલી અને આહાર છે. આપણા આહારમાં માંસાહારી ખોરાકની માત્રા વધી રહી છે, જેના કારણે આંતરડાના કેન્સરનું જોખમ વધી રહ્યું છે.
WHO ની હેલ્થ રિસર્ચ રિપોર્ટમાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું
WHOના લેટેસ્ટ હેલ્થ રિસર્ચ રિપોર્ટ 2026 અનુસાર, લગભગ 40-50% કેન્સરના કેસોને યોગ્ય જીવનશૈલી અને આહારથી અટકાવી શકાય છે. તમાકુ અને આલ્કોહોલ છોડવું એ આ દિશામાં સૌથી મોટું પગલું છે. નિષ્ણાતોએ 5 નાની પરંતુ પાવરફુલ જીવનશૈલીની આદતો જણાવી છે જે આપણા શરીરની આસપાસ રક્ષણાત્મક કવચ બનાવી શકે છે. ચાલો જાણીએ કે તમે આ જીવલેણ રોગથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો.
તમાકુ અને આલ્કોહોલ કેન્સરના જનક
તમાકુ અને આલ્કોહોલનું સેવન તમને કેન્સર તરફ દોરી શકે છે. તમાકુનો ધુમાડો શરીરના ડીએનએ ને નુકસાન પહોંચાડે છે, જેને રિપેર કરવું મુશ્કેલ છે. તો આલ્કોહોલ લીવર અને સ્તન કેન્સરનું જોખમ વધારે છે. તમારે તમાકુ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આ આદત છોડવી સરળ નથી, પરંતુ તમે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરેપી અપનાવીને અથવા ધીમે ધીમે આ દવાઓની માત્રા ઘટાડીને કરી શકો છો.
કેન્સરને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ
નબળી જીવનશૈલી કેન્સર ને નોતરે છે. તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે શરીરની ખૂબ ઓછી પ્રવૃત્તિ શરીરમાં સોજો વધારે છે. કસરત કરવાથી શરીરમાં બળતરા નિયંત્રણમાં રહે છે, ઇન્સ્યુલિન લેવલ સુધારે છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. શરીરને સક્રિય રાખવા માટે જીમમાં જવું જરૂરી નથી, તમે દરરોજ 30 મિનિટ ઝડપી ચાલવાનું પણ કરી શકો છો.
કેન્સર વિરોધી આહારનું સેવન
ખાંડ, લોટ અને પ્રોસેસ્ડ મીટ જેવા કેટલાક ખોરાક કેન્સરનું જોખમ વધારે છે. તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે રંગબેરંગી ફળો અને શાકભાજીમાં ફાયટોકેમિકલ્સ હોય છે જે કેન્સર સામે લડે છે. તમારા આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. વધુ ફાઇબર વાળા આહારનું સેવન કેન્સરનું જોખમ ઘટાડે છે. તમારા આહારમાં વિવિધ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
ઓછી ઊંઘ અને તણાવ સાયન્ટ કિલર
રાત્રે ઓછી ઊંઘ તમારા શરીરમાં કેન્સરનું જોખમ વધારી શકે છે. રાત્રે ગાઢ ઊંઘ લેવાથી શરીર મેલાટોનિન બનાવે છે, જે એક શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ છે. કોર્ટિસોલ, જે તણાવને કારણે વધે છે, તે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. કેન્સરથી બચવા માટે, 7-8 કલાક ઊંડી ઊંઘ લો અને દરરોજ 10 મિનિટ મેડિટેશન કરો.
સ્ક્રિનિંગ અને ચેકઅપ
નિવારણ કરતાં વહેલી તપાસ વધુ સારી છે. ઘણીવાર લોકો બીમારીની જાણ થવાના ડરથી મેડિકલ ટેસ્ટ કરાવતા નથી, જે ખોટું છે. તમને જણાવી દઈએ કે જો કેન્સર જેવા રોગને પ્રારંભિક તબક્કામાં પકડવામાં આવે છે, તો કેન્સરની સારવાર 90 - 100% સફળ થઈ શકે છે. 40 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી, પેપ સ્મીયર, નિયમિત બ્લડ ટેસ્ટ અને મેડિકલ બોડી ચેકઅપ કરાવવા જોઇએ.
માન્યતા VS હકીકત
લોકોમાં એવી માન્યતા ધારણા છે કે, કેન્સર વારસાગત બીમારી છે. જો કે હકીકતમાં કેન્સરના કુલ કેસોમાં આવા દર્દીઓની સંખ્યા માત્ર 5 થી 10 ટકા હોય છે. બાકીના 90 ટકા આપણી આદતો અને પર્યાવરણ પર આધાર રાખે છે.
ડિસ્ક્લેમર : આ લેખ માત્ર સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારનું સ્વાસ્થ્ય પરિવર્તન અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us