World Cancer Day: વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. કેન્સર એક જીવલેણ બીમારી છે, જેનો દુનિયામાં મોટી સંખ્યામાં લોકો શિકાર બની રહ્યા છે. કેન્સર માત્ર બીમાર વ્યક્તિને જ નહીં પણ તેના પરિવારને પણ ગંભીર અસર કરે છે. દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો આ જીવલેણ કેન્સર બીમારીના ભોગ બની રહ્યા છે. માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓ જ નહીં હવે તો નાના બાળકથી લઇ યુવાનોને પણ કેન્સર હોવાના કેસ સામે આવી રહ્યા છે.
વર્લ્ડ કેન્સર રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ મુજબ, દુનિયામાં સૌથી વધ કેન્સરના કેસ ચીનમાં છે, જ્યાં 48 લાખ લોકો કેન્સરથી પીડિત છે. આ યાદીમાં બીજા અમેરિકા નંબર છે અને ત્યાં 23 લાખ લોકોને કેન્સરની બીમારી છે. ભારત 14 લાખ લાખ કેન્સર દર્દી સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના રિપોર્ટ મુજબ વર્ષ 2022માં સમગ્ર દુનિયામાં 2 કરોડથી વધુ કેન્સરના દર્દી હતા, તો 97 લાખ લોકોએ કેન્સરની બીમારીમાં જીવ ગુમાવ્યો હતો.
કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે. વર્લ્ડ કેન્સર દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવી, સમયસર તપાસ અને સારવાર દ્વારા લોકોનું જીવન બચાવવાનો અને મૃત્યુ ઘટાડવાનો છે. વર્લ્ડ કેન્સર ડે પર અમે તમને વારસાગત કેન્સર વિશે જણાવીશું.
જો તમારા પરિવારના કોઇ વ્યક્તિની કેન્સર જેવી બીમારીમાં મોત થયું છે, તો તમને કેન્સર થવાની કેટલી શક્યતા છે, ક્યા ટેસ્ટ કરાવવા જોઇએ તેના વિશે જાણકારી આપીશું.
વારસાગત કેન્સર શું છે?
ઘણી બીમારીઓ એવી હોય છે જે એક પેઢી માંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે, એટલે કે માતા પિતા થી તેમના બાળકોને પણ તે બીમારી લાગુ થાય છે. જે ડાયાબિટીસ, અસ્થમા. આ બંને રોગ એવા છે જેમા કોઇ વ્યક્તિ આ બીમારીથી પીડિત હોય તો તેના પરિવારજનોને આ બીમારી લાગુ થવાનું જોખમ વધી જાય છે, પણ શું કેન્સરમાં પણ આવું થઇ શકે છે?
એવું કહેવાય છે કે, જો પરિવારમાં કોઇને કેન્સર થાય તો, પરિવારના અન્ય સભ્યોને પણ તે બીમારી થઇ શકે છે. જો હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, માત્ર 10 ટકા કેસ આવા હોય છે, જેમા કેન્સર પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય છે. કેન્સર જાતે માતા પિતા માંથી બાળકોમાં ફેલાતું નથી. અલબત્ત એક જેનેટિક મ્યૂટેશન તેનું કારણ બને છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો કેન્સરના કોષો માતાના અંડકોષ કે પિતાના શુક્રાણું હોય તો, તે બાળકોમાં આવી શકે છે.
આ પણ વાંચો | કેન્સરના જોખમને ઘટાડવા માટે આ 5 મહત્વપૂર્ણ જીવનશૈલી પરિવર્તનો
કેન્સર માટે ક્યા ટેસ્ટ કરાવવા?
કેન્સરની તપાસ માટે બાયોપ્સી ટેસ્ટ સૌથી વધુ અસરકારક મનાય છે. આ દરમિયાન ડોક્ટર વ્યક્તિના શરીરના એવા સેલ્સમાંથી થોડાક ટિશ્યૂઝ કાઢીને મેડિકલ ટેસ્ટ માટે મોકલે છે, જેમા કેન્સરના લક્ષણ દેખાતા હોય છે. આ ટેસ્ટ દ્વારા કેન્સર ટિશ્યૂઝ અને નોન કેન્સર ટિશ્યૂઝમાં તફાવત જાણી શકાય છે.





