Coconut Water Day | નાળિયેર પાણી કેટલું પીવું સલામત? પીવાનો શ્રેષ્ઠ ટાઈમ શું? જાણો બધુજ

નાળિયેર પાણી દિવસ ફાયદા ગેરફાયદા | જો તમને કિડનીની સમસ્યા હોય, તો તમારા ડૉક્ટર સાથે વાત કર્યા પછી જ પીવો. નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોવાથી, ડાયાબિટીસના દર્દીઓએ શું ધ્યાન રાખવું જોઈએ?

નાળિયેર પાણી દિવસ ફાયદા ગેરફાયદા | જો તમને કિડનીની સમસ્યા હોય, તો તમારા ડૉક્ટર સાથે વાત કર્યા પછી જ પીવો. નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોવાથી, ડાયાબિટીસના દર્દીઓએ શું ધ્યાન રાખવું જોઈએ?

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
નાળિયેર પાણી | world coconut day | નારિયેળ પાણી દિવસ | નાળિયેર પાણી પીવાના ફાયદા | નાળિયેર પાણી પીવાના ગેરફાયદા

Coconut Water Benefits & Side Effects

Coconut Water Benefits & Side Effects | નારિયેળ પાણી (Coconut Water)ને સ્વાસ્થ્ય (health tips) માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નાળિયેર પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા કાર્બોહાઇડ્રેટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને હાઇડ્રેટ કરવા અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન સુધારવા માટે ઉપયોગી છે. અહીં જાણો નાળિયેર પાણી દિવસ તે પીવાના ફાયદા અને ગેરફાયદા

Advertisment

નાળિયેર પાણી પીવાના ફાયદા

નાળિયેર પાણી માં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને પેટનું ફૂલવું ઘટાડવામાં મદદ કરે છે. તમે વધુ ઉર્જાવાન પણ અનુભવી શકો છો. તે સ્નાયુઓના ખેંચાણને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે, ડૉ. શેખના મતે અઠવાડિયામાં 3 થી 4 વખત નાળિયેર પાણી પીવું મોટાભાગના લોકો માટે સલામત છે.

ડૉ. શેખે કહ્યું કહે છે, ‘તમે સક્રિય હોવ, ખૂબ પરસેવો થતો હોય, અથવા કોઈ બીમારીમાંથી સ્વસ્થ થઈ રહ્યા હોવ, દરરોજ તેને પીવાથી ઇલેક્ટ્રોલાઇટ્સને ફરીથી ભરવામાં મદદ મળશે. અઠવાડિયામાં 4 વખત તેને પીવું એ સ્વસ્થ વ્યક્તિ માટે સારું છે.’

નાળિયેર પાણી કેટલું પીવું જોઈએ?

ડૉ. શેખે કહ્યું કે મોટાભાગના લોકો માટે, પ્રતિ સર્વિંગ લગભગ 150 થી 200 મિલી પૂરતું છે. તમારે વધુ પીવાની જરૂર નથી, વધુ પીવાનો અર્થ એ નથી કે તે સારું છે.

Advertisment

નાળિયેર પાણી પીવાનો શ્રેષ્ઠ સમય

સવારે અથવા કસરત પછી પીવું શ્રેષ્ઠ છે. તે પેટને શાંત કરે છે અને હાઇડ્રેશન વધારવામાં મદદ કરે છે. મોડી રાત્રે પીવાનું ટાળો.’

નાળિયેર પાણી કોણે પીવુંજ જોઈએ?

તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો, ડિહાઇડ્રેશનની સંભાવના ધરાવતા લોકો અને સ્પોટ્સ માટે ફાયદાકારક છે. બાળકો અને વૃદ્ધો માટે તે એક સારો વિકલ્પ છે.

નાળિયેર પાણી પીતા સાવધ રહેવું જોઈએ?

જો તમને કિડનીની સમસ્યા હોય, તો તમારા ડૉક્ટર સાથે વાત કર્યા પછી જ પીવો. નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોવાથી, ડાયાબિટીસના દર્દીઓએ તેઓ કેટલું પીવે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. ડૉ. શેખે કહ્યું કે તેમના માટે સંયમ મહત્વપૂર્ણ છે.

નાળિયેર પાણીનું સેવન કેવી રીતે કરવું?

  • સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ તાજું નારિયેળ પાણી પીવો.
  • જમતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટનો ગેપ રાખો
  • સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવું એ એક સરળ પણ અસરકારક સ્વાસ્થ્ય આદત છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે, પરંતુ ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
બ્લડ પ્રેશર ડાયાબિટીશ જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર health tips