World Diabetes Day 2022: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં પેન્ક્રીયાઝ ઇન્સ્યુલિનનો સ્ત્રોત કરવાનું ઓછું કરી દે છે અથવા તો બંધ કરી દે છે. ઇન્સ્યુલિનનો સ્ત્રોત ઓછો થવાથી બ્લડમાં સુગર લેવલ વધવા લાગે છે. બ્લડ સુગર લેવલ વધવાથી ઘણી બીમારીઓ જેવી હૃદય,કિડની અને ફેફસાની બીમારીઓનું જોખમ વધી જાય છે.
સામાન્ય લોકોની તુલનામાં ડાયાબિટીસના દર્દીઓને હૃદય રોગનું જોખમ બમણું હોઈ છે. જો લાંબા સમય સુધી બ્લડ સુગર લેવલ ઉંચુ રહે તો તેનાથી રક્તવાહિકાઓ અને નસોને નુકસાન પહોંચી શકે છે. રક્ત વાહિકાઓ અને નસોને નુકસાન પહોંચતા આખા શરીરને નુકસાન પહોંચે છે. જો ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ હાઈ રહે છે તો હાર્ટ અટેક આવવાની સંભાવના પણ વધી જાય છે.
દિલ્હીના ફિઝિશિયન ડોક્ટર સંજીવ જુટશી જણાવે છે કે, જો તમે એક સાથે ઘણી બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધવાની બીમારીઓથી પરેશાન છો તો તમારી લાઈફ સ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરીને હૃદયની બીમારીઓથી બચી શકો છો. આવો જાણીએ કે હૃદય રોગથી બચવા માટે ક્યાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે.
આરોગ્યપ્રદ ભોજન
જો ડાયાબિટીસની સાથે કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીની સમસ્યાથી પરેશાન છો તો સૌથી પહેલા ડાયરમાં ફેરફાર કરો. ડાયટમાં એવા ફૂડ્સનું સેવન કરવું જે બોડીને હેલ્થી રાખે અને આ બીમારીના જોખમથી બચાવે. ડાયટમાં વિવિધ ફળ, શાકભાજીઓ, ઓછું પ્રોટીન અને આખા અનાજનું સેવન કરવાથી સુગર લેવલ કન્ટ્રોલમાં રહેશે, તેની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહેશે. કોલેસ્ટ્રોલ ઓછું થવાથી હૃદયરોગનું જોખમ ઓછું રહે છે.
તળેલી અને ચરબીવાળી ચીજોનું સેવન ટાળો
હૃદય અને શરીરમાં બીમારીઓનું ઘર બનાવી દે છે ટ્રાન્સ ફેટ, તેથી તેનું સેવન કરવું નહિ. પ્રોસેસ્ડ ફૂડ્સ જેવી કે ચિપ્સ, સ્વીટ્સ અને જંક ફૂડ્સ મર્યાદિત પ્રમાણ ખાવા જોઇએ.
પાણી પૂરતા પ્રમાણમાં પીવો
બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે પાણી વધારે પીવું. ખાંડ વાળા પીણા પીવાનું ટાળવું, ભોજનમાં મીઠુંનો વપરાશ ઘટાડવો, હૃદયને સ્વસ્થ રાખવું હોઈ તો આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઇએ.
બોડીને એકટીવ રાખો:
શુગરના દર્દીઓ માટે બોડીને એકટીવ રાખવું ખુબજ જરૂરી છે. બોડીને એકટીવ રાખવું મતલબ લાંબા સમય સુઘી બેસી રહેવું નહિ પરંતુ વૉક અને એક્સરસાઈઝ કરવી. બોડી એકટીવ રાખવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને હૃદય રોગનું જોખમ ઓછું થઇ જાય છે. અઠવાડિયામાં 150 મિનિટ સુધી વૉક અને એક્સરસાઇઝ કરવી.
વજનને કન્ટ્રોલમાં રાખો:
શરીરનું વધતુ વજન ઘણી બીમારીઓનું જોખમ વધારે છે તેથી વજનને કંટ્રોલ કરવું ખુબજ જરૂરી છે. વજન ઓછું થવાથી ન માત્ર હૃદય તંદુરસ્ત રહે પરંતુ સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
નિયમિત બ્લડ સુગર ચેક કરાવવુંઃ
ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત બ્લડ સુગર ચેક કરાવતા રહેવું જોઇએ. બ્લડ શુગર કરવા માટે તમે HbA1C ટેસ્ટ જરૂર કરાવવો. પ્રયત્ન કરવો કે તમારું બ્લડ શુગર 140/90 mmhg થી વધારે ન થાય.
કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખોઃ
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તણાવથી દૂર રહેવું અને બ્રિથિંગ એક્સરસાઇઝ કરવી. યોગ અને કસરતી કરવી તેમજ સ્મોકિંગ અને દારૂ પીવાની આદત છોડી દેવી.





