World Diabetes Day 2024 | વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) દર વર્ષે 14 નવેમ્બરએ વધતી ડાયાબિટીસની બીમારી અંગે જાગૃતિ માટે માનવામાં આવે છે. દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જે ચિંતાજનક બાબત છે. તેને ધ્યાનમાં રાખતા વર્ષ 1991માં ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સંયુક્ત રીતે દર વર્ષે વિશ્વ ડાયાબિટીસ દિવસનું આયોજન કરવાનું વિચાર્યું જેથી લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે. આ માટે 14 નવેમ્બરના રોજ દિવસ પસંદ કર્યો અને વર્ષ 1991થી આ તારીખે વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ડાયાબિટીસ ખરાબ લાઇફસ્ટાઇલ, બેઠાડું જીવન, કસરતનો અભાવ જેવા અનેક પરિબળોના લીધે ભારત સહિત દુનિયાભરના દેશોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા રોકેટ ગતિથી વધી રહી છે.
આ પણ વાંચો: World Diabetes Day 2024 | મેથી દાણા ડાયાબિટીસ માટે કેમ ફાયદાકારક માનવામાં આવે છે? અભ્યાસ શું કહે છે?
ગુજરાતમાં ડાયાબિટીસ (Diabetes In Gujarat)
ભારતમાં હાલમાં દિલ્હી, ચંદીગઢ સહીતના રાજ્યોમાં ડાયબીટીસ સૌથી વધુ જોવા મળે છે પરંતુ ગુજરાત ડાયાબિટીસના કેસોની સંખ્યામાં દેશમાં ટોપ-5 માં છે. અને ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ડાયબિટીસનું પ્રમાણ 12 ટકા આસપાસ છે ત્યારે શહેરોમાં 18 ટકાની આસપાસ છે.
ડાયાબિટીસ દર્દીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- તળેલી અને ચરબીવાળી ચીજોનું સેવન ટાળો : હૃદય અને શરીરમાં બીમારીઓનું ઘર બનાવી દે છે ટ્રાન્સ ફેટ, તેથી તેનું સેવન કરવું નહિ. પ્રોસેસ્ડ ફૂડ્સ જેવી કે ચિપ્સ, સ્વીટ્સ અને જંક ફૂડ્સ મર્યાદિત પ્રમાણ ખાવા જોઇએ.
- હેલ્ધી ડાયટ : જો ડાયાબિટીસની સાથે કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીની સમસ્યાથી પરેશાન છો તો સૌથી પહેલા ડાયરમાં ફેરફાર કરો. ડાયટમાં એવા ફૂડ્સનું સેવન કરવું જે બોડીને હેલ્થી રાખે અને આ બીમારીના જોખમથી બચાવે. ડાયટમાં વિવિધ ફળ, શાકભાજીઓ, ઓછું પ્રોટીન અને આખા અનાજનું સેવન કરવાથી સુગર લેવલ કન્ટ્રોલમાં રહેશે, તેની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહેશે. કોલેસ્ટ્રોલ ઓછું થવાથી હૃદયરોગનું જોખમ ઓછું રહે છે.
- પાણી પૂરતા પ્રમાણમાં પીવો : બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે પાણી વધારે પીવું. ખાંડ વાળા પીણા પીવાનું ટાળવું, ભોજનમાં મીઠુંનો વપરાશ ઘટાડવો, હૃદયને સ્વસ્થ રાખવું હોઈ તો આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઇએ.
- કસરત કરો : શુગરના દર્દીઓ માટે બોડીને એકટીવ રાખવું ખુબજ જરૂરી છે. બોડીને એકટીવ રાખવું મતલબ લાંબા સમય સુઘી બેસી રહેવું નહિ પરંતુ વૉક અને એક્સરસાઈઝ કરવી. બોડી એકટીવ રાખવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને હૃદય રોગનું જોખમ ઓછું થઇ જાય છે. અઠવાડિયામાં 150 મિનિટ સુધી વૉક અને એક્સરસાઇઝ કરવી.
- વજનને કન્ટ્રોલમાં રાખો: શરીરનું વધતુ વજન ઘણી બીમારીઓનું જોખમ વધારે છે તેથી વજનને કંટ્રોલ કરવું ખુબજ જરૂરી છે. વજન ઓછું થવાથી ન માત્ર હૃદય તંદુરસ્ત રહે પરંતુ સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
- કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખોઃ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તણાવથી દૂર રહેવું અને બ્રિથિંગ એક્સરસાઇઝ કરવી. યોગ અને કસરતી કરવી તેમજ સ્મોકિંગ અને દારૂ પીવાની આદત છોડી દેવી.
આ પણ વાંચો: Fenugreek Leaves | મેથીની ભાજી સ્વાસ્થ્યનો ખજાનો ! પાચનથી લઇ ડાયાબિટીસમાં આશીર્વાદરૂપ
નિયમિત બ્લડ સુગર ચેકીંગ
ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત બ્લડ સુગર ચેક કરાવતા રહેવું જોઇએ. બ્લડ શુગર કરવા માટે તમે HbA1C ટેસ્ટ જરૂર કરાવવો. પ્રયત્ન કરવો કે તમારું બ્લડ શુગર 140/90 mmhg થી વધારે ન થાય.
બ્લડ સુગરનું લેવલ જાણવા HbA1c ટેસ્ટ
બ્લડમાં સુગરની સાચી સ્થિતિ જાણવા માટે HbA1C ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં છેલ્લા 3 મહિનાનું બ્લડ શુગર લેવલ જોવા મળે છે. આ ટેસ્ટથી દર્દીની હેલ્થમાં કેટલો સુધારો થયો છે તે જાણી શકાય છે. દર્દીને ઇન્સ્યુલિનની જરૂર છેકે તે નહીં પણ જાણી શકાય છે. આથી દર 3 મહિને HbA1C ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટ દિવસના કોઈપણ સમયે કરી શકાય છે.
ડાયાબિટીસ દર્દીઓ માટે ડાયટ ટીપ્સ (Diet Tips For Diabetics)
- ડાયાબિટીસના દર્દીઓએ કડક ડાયટ ટીપ્સનું પાલન કરવું જોઇએ. તેમણે નિર્ધારિત સમયે ભોજન કરવું જોઈએ. વધુ પડતું ખાવું નહીં. સવારે 8-9 વાગ્યાની વચ્ચે નાસ્તો, બપોરે 12-1 વાગ્યાની વચ્ચે લંચ અને સાંજે 7-8 વાગ્યાની વચ્ચે ડિનર કરી લેવું જોઇએ.
- બપોરે જમવાના 15 થી 20 મિનિટ પહેલા સલાડ ખાવું, જે પેટમાં એક ફાઈબરનું લેયર બનાવે છે જેથી જમ્યાપછી સુગર સ્પાઇક ઓછું થઇ છે. સલાડ બાદ પ્રોટીન, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ્સનું સીકવીન્સમાં ભોજન લેવું.
- રાતનું ડિનર સવારના નાસ્તા અને લંચ કરતાં હળવું હોવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ મલ્ટી ગ્રેઇનના લોટની રોટલી ખાવી. આ ઉપરાંત રાગી, બાજરી, જુવાર નો રોટલો પણ ઘઉંની રોટલી કરતા બ્લડ સુગર સ્પાઇક ઓછું કરે છે અને આમ ડાયાબિટીસ દર્દીઓનું સુગર લેવલ કન્ટ્રોલમાં રાખી શકાય છે.





