World Hepatitis Day 2025 | હેપેટાઇટિસ બીમારીનો ભોગ કોણ બને? ભારતમાં કેમ કેસ વધી રહ્યા છે? કારણો, લક્ષણો અને સારવાર વિશે જાણો

વિશ્વ હેપેટાઇટિસ દિવસ 2025 | હીપેટાઇટિસની સારવાર વાયરસના પ્રકાર પર આધાર રાખે છે, જેમ કે રસીકરણ, દવાઓ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર. નિવારણ એ બેસ્ટ ઉપાય છે. અહીં જાણો વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જાણો હિપેટાઇટિસ શું છે, તેના લક્ષણો, કારણો અને સારવાર વિશે બધુજ

વિશ્વ હેપેટાઇટિસ દિવસ 2025 | હીપેટાઇટિસની સારવાર વાયરસના પ્રકાર પર આધાર રાખે છે, જેમ કે રસીકરણ, દવાઓ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર. નિવારણ એ બેસ્ટ ઉપાય છે. અહીં જાણો વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જાણો હિપેટાઇટિસ શું છે, તેના લક્ષણો, કારણો અને સારવાર વિશે બધુજ

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
વર્લ્ડ હેપેટાઇટિસ ડે 2025

World Hepatitis Day 2025 (July 28)

World Hepatitis Day 2025 | વિશ્વ હિપેટાઇટિસ દિવસ (World Hepatitis Day) દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને હિપેટાઇટિસ જેવા ગંભીર રોગ વિશે જાગૃત કરવાનો છે. આ એક એવો રોગ છે જે લીવરને અસર કરે છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે.

Advertisment

હિપેટાઇટિસ (Hepatitis) એ હિપેટાઇટિસ વાયરસ (A, B, C, D અને E) ને કારણે થતો ગંભીર લીવર ચેપ છે. તે લીવરની બળતરા અને તેની કાર્યક્ષમતાને અસર કરે છે. જો સમયસર નિદાન અને સારવાર ન કરવામાં આવે તો તે લીવર સિરોસિસ અથવા કેન્સરનું કારણ બની શકે છે.

હીપેટાઇટિસની સારવાર વાયરસના પ્રકાર પર આધાર રાખે છે, જેમ કે રસીકરણ, દવાઓ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર. નિવારણ એ બેસ્ટ ઉપાય છે. અહીં જાણો વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જાણો હિપેટાઇટિસ શું છે, તેના લક્ષણો, કારણો અને સારવાર વિશે બધુજ

હીપેટાઇટિસ બીમારી (Hepatitis Disease)

હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો. જ્યારે કોઈ કારણસર આપણા લીવરમાં સોજો આવે છે, ત્યારે તેને હિપેટાઇટિસ કહેવામાં આવે છે. આ રોગ વાયરલ ચેપ, દારૂનું વધુ પડતું સેવન, દૂષિત ખોરાક અને પાણી અથવા દવાઓની આડઅસરને કારણે થઈ શકે છે.

Advertisment

હીપેટાઇટિસના પ્રકારો કેટલા છે?

  • હિપેટાઇટિસ A: ગંદા પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે.
  • હિપેટાઇટિસ B : લોહી, ચેપગ્રસ્ત સોય અથવા જાતીય સંભોગ દ્વારા ફેલાય છે
  • હિપેટાઇટિસ C : મુખ્યત્વે લોહી દ્વારા ફેલાય છે.
  • હિપેટાઇટિસ D : આ ફક્ત ત્યારે જ થાય છે જો હિપેટાઇટિસ બી પહેલાથી હાજર હોય.
  • હિપેટાઇટિસ E : ગંદા પાણી દ્વારા ફેલાય છે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં.

હીપેટાઇટિસના લક્ષણો (Symptoms of Hepatitis)

હીપેટાઇટિસ થાય તો શરૂઆતના તબક્કામાં કોઈ ચોક્કસ લક્ષણો હોતા નથી, પરંતુ જેમ જેમ રોગ આગળ વધે છે તેમ લક્ષણો દેખાઈ શકે છે, જેમાં

  • ભૂખ ન લાગવી
  • થાક અને નબળાઈ
  • ઉબકા કે ઉલટી
  • પેટમાં દુખાવો, ખાસ કરીને જમણી બાજુ
  • આંખો અને સ્કિન પીળી પડવી (કમળો)
  • ઘાટો પેશાબ
  • લાઈટ કલરમાં સ્ટૂલ વગેરે

હીપેટાઇટિસ થવાના કારણો (Hepatitis Causes)

  • દૂષિત પાણી અને ખોરાક ખાવાથી
  • ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી અથવા શરીરના પ્રવાહીના સંપર્કમાં આવવું
  • અસુરક્ષિત સેક્સ
  • પરીક્ષણ ન કરાયેલી સોય અથવા રક્ત તબદિલી
  • વધારે દારૂ પીવાથી
  • કેટલીક દવાઓની આડઅસરો

ભારતમાં હેપેટાઇટિસ કેસો

ભારતમાં વાયરલ હેપેટાઇટિસનો નોંધપાત્ર બોજ છે, જે ચીન પછી હેપેટાઇટિસ બી અને સીના કેસોમાં વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. 2022માં ભારતમાં 2.98 કરોડ હેપેટાઇટિસ બી અને 55 લાખ હેપેટાઇટિસ સીના કેસ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના રિપોર્ટ મુજબ 2022 માં વૈશ્વિક હેપેટાઇટિસના બોજમાં ભારતનો હિસ્સો 11.6% હતો.

Constipation | કબજિયાત દૂર કરવા આ રૂટિન દરરોજ અનુસરો, સમસ્યામાં મળશે રાહત !

હેપેટાઇટિસની સારવાર માટે શું કરવું?

હિપેટાઇટિસ A અને E સામાન્ય રીતે પોતાની મેળે જ ઠીક થઈ જાય છે અને લક્ષણો મુજબ સારવાર આપવામાં આવે છે. જોકે હિપેટાઇટિસ B અને C ખતરનાક છે અને તેને ખાસ દવાઓ અને નજીકથી દેખરેખની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ જરૂરી બની શકે છે.

  • હેપેટાઇટિસ એ અને બી માટે રસી લો
  • સ્વચ્છ પાણી પીવો અને સ્વચ્છ ખોરાક ખાઓ
  • રક્તદાન કરતા પહેલા ટેસ્ટ કરાવો
  • વ્યસનથી દૂર રહો, ખાસ કરીને ડ્રગ સોયનો ઉપયોગ ન કરો.
  • જાતીય સંબંધોમાં સાવધાની રાખો.
  • આયુર્વેદિક એક્સપર્ટ અને યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું હતું કે લીવર સંબંધિત સમસ્યાઓના ઉપચાર માટે, આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો, આહારમાં પાલક, મેથી, બ્રોકલી, દૂધી અને ભીંડાનો ઉપયોગ કરો.
  • જો તમે તમારા લીવરને સ્વસ્થ રાખવા માંગતા હોત તો 200 થી 300 ગ્રામ બ્લેકબેરીનું સેવન કરો.

હિપેટાઇટિસ એક ગંભીર પણ અટકાવી શકાય તેવી બીમારી છે. વિશ્વ હિપેટાઇટિસ દિવસ પર, આપણે બધાએ આ બીમારીથી પોતાને અને અન્ય લોકોને બચાવવા માટે હેલ્ધી લઇફસ્ટાઈલ અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. સમયસર ટેસ્ટ અને રસીકરણ દ્વારા આપણે આપણા લીવરને સ્વસ્થ રાખી શકીએ છીએ.

health tips