World Mental Health Day 2024 Date, History, Theme : વિશ્વભરમાં 10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે આખી દુનિયા માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરે છે અને આ દિશામાં એક વિશેષ પગલું ભરવા માટે એક સાથે આવે છે. એક મોટી વસ્તી માનસિક રોગોનો ભોગ બને છે અને તેમને તેના વિશે ખબર પણ હોતી નથી.
આ ઉપરાંત આ દિવસ એ લોકો માટે પણ છે જેમની આસપાસ માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકો છે પરંતુ તેમને ખબર નથી કે આવા લોકોની મદદ કેવી રીતે કરવી. તો ચાલો જાણીએ કે શા માટે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવવામાં આવે છે અને પછી આ દિવસની ઉજવણી પાછળનો હેતુ શું છે.
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઇતિહાસ
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સૌ પ્રથમ વખત 1992માં ઉજવવામાં આવ્યો હતો. તે તત્કાલીન ડેપ્યુટી સેક્રેટરી જનરલ રિચાર્ડ હન્ટર દ્વારા વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થની વાર્ષિક પ્રવૃત્તિ તરીકે શરૂ કરવામાં આવી હતી. 1994માં તત્કાલીન સેક્રેટરી-જનરલ યુજેન બ્રોડીના સૂચનથી આ દિવસ પ્રથમ વખત એક થીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે “દુનિયાભરમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો” હતો.
ત્રણ વર્ષની અંદર આ દિવસ સરકારી વિભાગો, સંસ્થાઓ અને પ્રતિબદ્ધ વ્યક્તિઓ માટે માનસિક આરોગ્ય સંભાળના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમોની ગોઠવણ કરવાની અવસર બની ગયો હતો.
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 2024 થીમ
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 2024ની થીમ ‘It is time to prioritise mental health in theworkplace’ એટલે કે કામના સ્થળે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો સમય આવી ગયો છે. આ થીમ પ્રમાણે ઓફિસ કે કોઇ પણ કામના સ્થળે મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ રીતે ઓફિસના તણાવને ઘટાડવા અને તેને નિયંત્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેનો મુખ્ય હેતુ શું છે?
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નો મુખ્ય હેતુ વિશ્વભરના લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવીને અને પરિવર્તન લાવવા માટે સશક્ત બનાવીને આશાવાદી બનવામાં મદદ કરવાનો છે. આ દિવસનો પ્રયત્ન છે કે દરેક પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે, પોતાને ખુશ રાખો અને આસપાસના લોકોને પણ ખુશી આપો.