World Mental Health Day : માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટે નિષ્ણાત આપી છે આ 10 ટીપ્સ, અહીં જાણો

World Mental Health Day : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 10 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, આ વર્ષની થીમ 'Mental Health is a Universal Human Right' છે. માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટે આટલી બાબતનું ધ્યાન રાખવું જરૂરી, વધુમાં અહીં વાંચો.

World Mental Health Day : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 10 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, આ વર્ષની થીમ 'Mental Health is a Universal Human Right' છે. માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટે આટલી બાબતનું ધ્યાન રાખવું જરૂરી, વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
World Mental Health Day Experts have given these 10 tips for mental health well-being (Unsplash)

World Mental Health Day : માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટે નિષ્ણાત આપી છે આ 10 ટીપ્સ, અહીં જાણો

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 10 ઓક્ટોબરના દિવસે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે માનવામાં આવે છે. આ વર્ષની થીમ 'માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક માનવ અધિકાર છે,' વિશ્વભરમાં માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ લાવવા અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે .

Advertisment

સારું માનસિક સ્વાસ્થ્ય એ માત્ર એક લક્ઝરી નથી. તે આપણા એકંદર સુખાકારીનું આવશ્યક પાસું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વૈશ્વિક સ્તરે આઠમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની ખરાબ સ્થિતિ સાથે જીવે છે અને ચિંતાજનક રીતે, યંગસ્ટર્સમાં આ સ્થિતિઓ વધી રહી છે.

આપણે આપણા માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે સુરક્ષિત રાખી શકીયે તે માટે અહીં એક્સપર્ટે 10 સરળ પગલાં લેવાનું સૂચન કરે છે,

આ પણ વાંચો: Breast Cancer Awareness Month :સ્તન કેન્સરની બીમારી સંબંધિત આ 8 માન્યતાઓ દૂર કરવી જરૂરી

Advertisment

1)સેલ્ફ કેરને પ્રાયોરિટી આપો.

જેમ તમે તમારા શારીરિક સ્વાસ્થ્યનીની કાળજી રાખો છો, તેમ તમારી માનસિક સુખાકારી માટે સેલ્ફ કેરને પ્રાધાન્ય આપવું મહત્વપૂર્ણ છે. એવી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવો જે તમને આરામ આપે.

2) એકટીવ રહો

નિયમિત કસરત એ એક શક્તિશાળી મૂડ બૂસ્ટર છે કારણ કે તે એન્ડોર્ફિન મુક્ત કરે છે. થોડું ચાલવું અથવા ઝડપી વર્કઆઉટ પણ નોંધપાત્ર અસર કરી શકે છે. પાર્કમાં ચાલવાથી તમે નેચર સાથે કનેકટેડ રહેશો અથવા ડાન્સ જેવી એકટીવીટીમાં પાર્ટિસિપેટ કરો જેથી મન-શરીરનું સંકલન અને શારીરિક સંતુલન પણ વધી શકે છે.

3) હેલ્થી ડાયટ (સ્વસ્થ ભોજન)

તમે જે ખોરાક લો છો તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. પોષક તત્ત્વોથી સમૃદ્ધ સંતુલિત આહાર પસંદ કરો, અને ખાતરી કરો કે તમે તમારા મગજને પોષણ આપવા માટે હાઇડ્રેટેડ રહો. ધૂમ્રપાન, આલ્કોહોલ અને ડ્રગ્સથી દૂર રહો.

4)પૂરતી ઊંઘ લો

ક્વોલિટી સ્લીપ માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની છે. સૂવા માટે સમયની નિયમિતતા બનાવો.

5) સ્ક્રીન સમય લિમિટેડ રાખો

વધારે સ્ક્રીન સમય, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, સ્ટ્રેસ અને ચિંતામાં ફાળો આપી શકે છે. લિમિટ સેટ કરો અને વર્ચ્યુઅલ દુનિયાથી ડિસ્કનેક્ટ થવા માટે ડિજિટલ ડિટોક્સ બ્રેક્સ લો.

આ પણ વાંચો: Navratri Skincare : નવરાત્રીમાં ફ્રેશ અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આ બે વસ્તુઓને લોટમાં મિક્સ કરીને તૈયાર કરો ઉબટાન, જાણો ટિપ્સ

6) માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો

માઇન્ડફુલનેસ મેડિટેશન અને ઊંડા શ્વાસ લેવાની કસરત તમને ગ્રાઉન્ડેડ રહેવા અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે, જેનાથી તમે જીવનના પડકારોને વધુ સરળતા સાથે નેવિગેટ કરી શકો છો.

7)મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહો

મિત્રો અને કુટુંબીજનો સાથેના સારા સંબંધો આવશ્યક સામાજિક સમર્થન પ્રદાન કરે છે, જે ભાવનાત્મક સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. તમારા અનુભવોને ખુલ્લેઆમ શેર કરો અને તમને જે તકલીફો પડી રહી છે તે વ્યક્ત કરવામાં અચકાશો નહીં.

8)વાસ્તવિક ગોલ સેટ કરો

તમારા ઉદ્દેશ્યોને વ્યવસ્થિત કાર્યોમાં વિભાજીત કરો. નાની અચિવમેન્ટની ઉજવણી કરો અને અપેક્ષાઓથી તમારી જાતને દૂર રાખો.

9)વ્યાવસાયિક મદદ લો

જો તમે વધારે સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી પરીસ્થિતિ જેવું જણાય, તો માનસિક સ્વાસ્થ્ય વ્યવસાયીનો સંપર્ક કરવામાં અચકાશો નહીં. ડોક્ટર ઉપચાર અને અમૂલ્ય સમર્થન અને માર્ગદર્શન આપી શકે છે.

10)સ્ટ્રેસ મેનેજમેન્ટ

તમારા જીવનમાં તણાવને વધારે હોય તો અસરકારક સામનો કરવાની વ્યૂહરચના વિકસાવો. આમાં ટાઈમ મેનેજમેન્ટ, સમસ્યાનું નિરાકરણ, આરામ કરવાની તકનીકો, સકારાત્મક સમર્થન, ક્ષમા, અથવા સુખદ સંગીત સાંભળવા જેવી પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips