વિશ્વ ઊંઘ દિવસ : ઉંમર મુજબ કેટલા કલાક ઊંઘ લેવી જોઇએ? જાણો અનિંદ્રાના લક્ષણ

World Sleep Day 2024 And Sleep Disorder Causes, Symptoms : ઊંઘ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઘણા લોકો ઊંઘ ન આવવાની ફરિયાદ કરતા હોય છે, પરંતુ હકીકતમાં તેઓ અનિંદ્રાથી પીડિત હોય છે. આ લક્ષણોથી જાણો તમને અનિંદ્રાની સમસ્યા છે કે નહીં

World Sleep Day 2024 And Sleep Disorder Causes, Symptoms : ઊંઘ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઘણા લોકો ઊંઘ ન આવવાની ફરિયાદ કરતા હોય છે, પરંતુ હકીકતમાં તેઓ અનિંદ્રાથી પીડિત હોય છે. આ લક્ષણોથી જાણો તમને અનિંદ્રાની સમસ્યા છે કે નહીં

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sleep Disorder | Sleep benefits | Sleep | world sleep day

ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. (Photo - Freepik)

World Sleep Day 2024 And Sleep Disorder Causes Symptoms : વર્લ્ડ સ્લીપ ડે એટલે કે વિશ્વ ઊંઘ દિવસ આપણને જીવનમાં ઊંઘનું મહત્વ સમજાવે છે. વિશ્વ ઊંઘ દિવસ દર વર્ષે માર્ચ મહિનાના વચ્ચેના શુક્રવારે ઉજવાય છે. ઊંઘ આપણા તન અને મન બંને માટે જરૂરી છે. હાલ ઘણા લોકો ઓછી ઊંઘ એટલે કે અનિંદ્રાથી પરેશાન છે.

Advertisment

ઘણા લોકો લાંબા સમય સુધી ઊંઘવા છતાં પણ ઊંઘ પુરી થઇ ન હોવાની ફરિયાદ કરતા હોય છે. વ્યક્તિની ઉંમર પ્રમાણ ઊંઘવાના કલાકમાં ફેરફાર થાય છે. આપણે એવા લક્ષણો વિશે જાણકારી મેળવીશું જેનાથી જાણી શકાશે કે તમારી ઊંઘ પુરી થઇ છે કે તમે અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો. જાણો ઉંમર મુજબ વ્યક્તિએ દિવસમાં કેટલા કલાક ઊંઘ લેવી જોઈએ.

ઉંમર મુજબ વ્યક્તિએ દિવસમાં કેટલા કલાક ઊંઘવું જોઈએ?

પુરતી ઊંઘ દરેક વ્યક્તિ માટે જરૂરી છે પછી ભલે તે નાનું બાળક હોય કે વૃદ્ધિ વ્યક્તિ. ઉંમર મુજબ વ્યક્તિ માટે ઊંઘનું પ્રમાણ બદલાય છે. ટીનેજ માટે દિવસમાં 8 થી 10 કલાકની ઊંઘ જરૂરી છે. પરંતુ જો તમારું બાળક શાળામાં જાય છે તો ઓછામાં ઓછા 9 થી 11 કલાક ઊંઘ લેવી જોઇએ. તો 18થી 64 વર્ષના વ્યક્તિ માટે એક દિવસમાં 7 થી 9 કલાકની ઊંઘ જરૂરી છે.

ઊંઘ કેમ જરૂરી છે?

ઊંઘ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. ઊંઘવાથી આપણો શારીરિક અને માનસિક થાક દૂર થાય છે અને નવી ઊર્જા અને સ્ફૂર્તિ અનુભવાય છે. ઊંઘ દરમિયાન આપણા મગજની પ્રક્રિયાઓ સુધરે છે, સાથે જ સંપૂર્ણ શારીરિક સ્વાસ્થ્ય પર સાનુકુળ અસર થાય છે.

Advertisment
Sleep Disorder | Sleep benefits | Sleep | world sleep day
હાલ ઘણા લોકો ઓછી ઊંઘ એટલે કે અનિંદ્રાથી પરેશાન છે. (Photo - Freepik)

જો પુરતી ઊંઘ લેવામાં ન આવે તો આપણને શરીરમાં આળસ અને સુસ્તીનો અનુભવ થાય છે. સમયસર પુરતા પ્રમાણમાં ઊંઘ ન લેવાય તો આપણી કાર્યક્ષમતા, ધ્યાન અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. આથી વ્યાપક માન્યતા મુજબ વ્યક્તિએ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઇએ.

અનિંદ્રાથી પીડિત છો કે નહીં? આ લક્ષણથી ઓળખો

હાલ ઘણા લોકો અનિંદ્રા થી પીડિત છે જો કે તેમને પોતાને પણ આ સમસ્યાની જાણ હોતી નથી. અહીંયા અનિંદ્રાના લક્ષણા જણાવ્યા છે જેનાથી તમે નક્કી કરી શકો છો કે તમને આ સમસ્યા છે કે નહીં. તમને જણાવી દઇયે તે ઓછી ઊંઘ લેવાથી કે અનિંદ્રાથી ઘણી હેલ્થ પ્રોબ્લમ થઇ શકે છે.

આ પણ વાંચો | પેટની ગેસ અને એસિડિટીથી પરેશાન છો; રસોડામાં રહેલા આ 5 મસાલાનું સેવન કરો, Stomach Heatથી મળશે મુક્તિ

દિવસ દરમિયાન થાક અને સુસ્તી લાગવી
મુડ ખરાબ રહેવો
સ્વભાવ ચીડિયો થઇ જવો
પથારીમાં જતા જ તરંત ઊંઘ આવવી
વિકેન્ડ પર લાંબા સમય સુધી ઊંઘવુ
ડિપ્રેશન, ટેન્શન, પેરાનોયડ કે આત્મહત્યા કરવાના વિચાર આવવા
કોઇ કામમાં મન લાગવું
સેક્સની ઇચ્છા ન થવી
કોઇ વાત કે ચીજ યાદ કરવામાં મુશ્કેલી પડવી
વધારે ભૂખ લાગવી

જીવનશૈલી health tips