World Thalassemia Day : શા માટે લગ્ન કરતા પહેલા કુંડળી નહિ મેડિકલ ટેસ્ટને મહત્વ આપવું ? જાણો થેલેસેમિયા વિશે બધુજ

World Thalassemia Day : દર વર્ષે 8 મે ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) મનાવામાં આવે છે. થેલેસેમિયાની ટ્રીટમેન્ટના ઘણા ઓપ્શન અવેલેબલ હોવા છતાં તેના વિશે જાગૃતિનો અભાવ છે.

World Thalassemia Day : દર વર્ષે 8 મે ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) મનાવામાં આવે છે. થેલેસેમિયાની ટ્રીટમેન્ટના ઘણા ઓપ્શન અવેલેબલ હોવા છતાં તેના વિશે જાગૃતિનો અભાવ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
World Thalassemia Day 2024

World Thalassemia Day : શા માટે લગ્ન કરતા પહેલા કુંડળી નહિ પણ મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી? જાણો થેલેસેમિયા વિશે બધુજ

World Thalassemia Day : લગ્ન નક્કી થાય એ પહેલા કપલની કુંડળી મેચ કરવામાં આવે છે, જો ગુણ મેચ થાય, કોઈ દોષ ન હોય તો લગ્ન કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કપલના મેડિકલ ટેસ્ટ પણ કરાવવા જોઈએ? આપણી સામાજિક જવાબદારીના ભાગરૂપે થેલેસેમિયા (Thalassemia) મેજર બાળકના જન્મને રોકવામાં મદદ કરી શકીએ.

Advertisment
Thalassemia testing
World Thalassemia Day : શા માટે લગ્ન કરતા પહેલા કુંડળી નહિ પણ મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી? જાણો થેલેસેમિયા વિશે બધુજ

ફેડરેશન ઑફ ઇન્ડિયન થેલેસેમિક્સ અને થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન બંનેના મેમ્બર ડૉ. નીતા મુનશીએ "કૃપા કરીને જન્માક્ષરને બદલે લગ્ન પહેલાં પાર્ટનર્સના થેલેસેમિયા સ્ટેટ્સ વિષે જાણો." થેલેસેમિયા એક જિનેટિક બ્લડ ડિસઓર્ડર છે જેના વિશે એક વિશાળ જાગૃતિની જરૂર છે. થેલેસેમિયા વિશે સાંભળનાર કે વાંચનાર દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 10 લોકો સાથે તેના વિશે વાત કરવી જોઈએ અને થેલેસેમિયા મેજર બાળકના જન્મને રોકવામાં મદદ કરવી જોઈએ.

આ પણ વાંચો: World Asthma Day : ઉનાળામાં અસ્થમાના લક્ષણો વધી શકે છે, શું સાવચેતી રાખવી જોઈએ?

Advertisment

ડૉ મુનશી કહે છે કે,''ગર્ભાવસ્થાના શરૂઆતના સમય દરમિયાન બાળકને થેલેસેમિયા મેજર છે કે કેમ તે ચેક કરવા ટેસ્ટિંગ કરાવવું જોઈએ. ગર્ભ ચિકિત્સા નિષ્ણાતો પ્લેસેન્ટામાંથી નમૂના લે છે અને તે મુજબ કપલને ગર્ભાવસ્થા દરમિયાન માર્ગદર્શન આપવામાં આવે છે. પરંતુ ટેસ્ટિંગ આવશ્યક છે.'' 2025 સુધીમાં થેલેસેમિયા નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તુર્કીના એક અભ્યાસે તારણ કાઢ્યું હતું કે "મલ્ટિડિસિપ્લિનરી ટીમની દેખરેખ હેઠળ માતા અને બાળક બંને માટે પોઝિટિવ રિઝલ્ટ સાથે થેલેસેમિયા ધરાવતા દર્દીઓમાં ગર્ભાવસ્થાને સુરક્ષિત રીતે સુપરવાઈઝ કરી શકાય છે.

દર વર્ષે ભારત દેશમાં લગભગ 10,000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે.કમનસીબે ભારત વિશ્વની થેલેસેમિયાનું કેપિટલ બની ગયું છે.

થેલેસેમિયા

થેલેસેમિયા મેજરએ જિનેટિક ડિઓર્ડર છે જેમાં બાળકને થેલેસેમિયાની બીમારી સાથે જન્મે છે કારણ કે બંને માતાપિતા થેલેસેમિયા કેરિયર છે. માતાપિતા સામાન્ય રીતે કેરિયર તરીકે એસિમ્પટમેટિક હોય છે અને બાળકોને તે પસાર થવાની 25 ટકા શક્યતા હોય છે.

તે શરીરના તમામ અવયવોને અસર કરે છે. બોન મેરો હિમોગ્લોબિન બનાવાનું બંધ કરે છે. યકૃત અને બરોળ પણ ખતરો રહે છે અને વધુ કામ કરે છે. વારંવાર રક્ત તબદિલી અને આયર્ન ઓવરલોડને કારણે, થાઇરોઇડ, સ્વાદુપિંડ અને કફોત્પાદક ગ્રંથિમાં ખામી સર્જાય છે અને તે દરેકની સારવાર માટે ચોક્કસ દવાઓની જરૂર પડે છે. કેટલીકવાર દર્દી ફેસના હાડકાને લઈને પણ સમસ્યા થતી છે. બ્લડ ડોનેશન જીવન બચાવી શકે છે, તે જોવું જોઈએ કારણ કે વધુ પડતું આયર્ન બનવાથી જીવ જોખમી હોઈ શકે છે, જે મુખ્ય અંગોને અસર કરે છે.

વિશ્વ થેલેસેમિયા દિવસ વિશે (World Thalassemia Day)

દર વર્ષે 8 મે ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) મનાવામાં આવે છે. આ વર્ષે થેલેસેમિયા દિવસની થીમ છે, ''જીવનને સશક્ત બનાવવું, પ્રગતિને સ્વીકારવી, બધાને સરખી અને સુલભ થેલેસેમિયા સારવાર મળી રહે.'' થેલેસેમિયાની ટ્રીટમેન્ટના ઘણા ઓપ્શન અવેલેબલ હોવા છતાં તેના વિશે જાગૃતિનો અભાવ છે.

થેલેસેમિયા દર્દીની સારવાર

એક્સપર્ટ કહે છે કે થેલેસેમિયા મેજર બાળકોને લગભગ છ મહિનાથી આજીવન લોહી ચઢાવવાની જરૂર પડે છે. તેમને ફિલ્ટર્સનો યુઝ કરવાની જરૂર પડી શકે છે. વારંવાર લોહી ચઢાવવાથી શરીરમાં આયર્નના સ્તરમાં વધારો થાય છે જેના માટે તેમને દવાઓ લેવાની જરૂર પડે છે. થેલેસેમિયા મેજર ધરાવતા બાળકની જાળવણી માટે દર વર્ષે લગભગ ₹ 2 લાખનો ખર્ચ થાય છે. તેથી, 40 વર્ષની ઉંમર સુધીમાં, પરિવારે અંદાજે 80 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. મોટાભાગના પરિવારો માટે ટ્રીટમેન્ટ અફોર્ડેબલ નથી.

આ પણ વાંચો: Hemoglobin Deficiency : હિમોગ્લોબિનનું ઉણપના કારણો, લક્ષણો અને સારવાર વિષે જાણો? એક્સપર્ટ શું કહે છે?

થેલેસેમિયા ટેસ્ટ

સ્ક્રીનીંગનો ખર્ચ, જેમાં સીબીસી + એચબી ઇલેક્ટ્રોફોરેસીસનો સમાવેશ થાય છે. વ્યક્તિ થેલેસેમિયા કેરિયર છે કે કેમ તે ચેક કરવા એક વિશેષ ટેસ્ટ, ખર્ચ 1,000-1,400 છે. આ દવાઓ ખૂબ જ મોંઘી છે અને છેવટે, તે પરિવાર પર મેડિકલ, ઈમોશનલ, સામાજિક અને નાણાકીય બોજ ઉભો થાય છે.

તપાસ અને જાગૃતિનું મહત્વ

થેલેસેમિયાનું દર 100 લોકોમાં સ્ક્રીનીંગ કરવામાં આવે ત્યારે ઓછામાં ઓછા ત્રણથી ચાર લોકોને લક્ષણ જોવા મળી શકે છે. તેથી તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. ગ્રામીણ વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓનું ટેસ્ટિગ કરાવવું જરૂરી છે અને કૉલેજના વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ્સની તપાસ પણ મહત્વપૂર્ણ છે. “નિવારણ વ્યૂહરચનાઓ વિશે જાગૃતિ ફેલાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. એક જ થેલેસેમિક બાળકના જન્મને રોકવા માટે સમાજમાં થેલેસેમિયા પરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડૉ. મુનશી ઉમેરે છે કે તેમનું સ્વપ્ન પૂણેમાં 2025 સુધીમાં “ઝીરો થેલેસેમિયા”, મહારાષ્ટ્રમાં 2030 સુધીમાં “ઝીરો થેલેસેમિયા'' અને 2040 સુધીમાં થેલેસેમિયા મુક્ત ભારત “સુનિશ્ચિત કરવાનું હતું. નિવાર વિશે જાગૃતિ ફેલાવવી અત્યંત મહત્વપૂર્ણ છે.

થેલેસેમિયા દર્દીનું જીવન

રૂબી હોલ ક્લિનિકના કન્સલ્ટન્ટ હેમેટોલોજિસ્ટ ડૉ. શ્વેતા લુંકડના જણાવ્યા અનુસાર, થેલેસેમિયાથી પીડિત વ્યક્તિ જીવનભર સંઘર્ષ કરે છે. દર્દીને અનિયમિત માસિક રક્તની સમસ્યા, ફિલ્ટર, તપાસ અને દવાઓ માટે દોડાદોડી કરવી પડે છે

health tips જીવનશૈલી