યોગ વિષે આપણે જાણીએ છીએ કે, યોગ એકંદર સુખાકારી માટે અસંખ્ય શારીરિક અને માનસિક લાભો પ્રદાન કરે છે. જો કે, માસિક સ્રાવ દરમિયાન યોગને લગતી ઘણા દંતકથાઓ (myths) છે જેથી ઘણીવાર સ્ત્રીઓ પીરિયડ્સ વખતે યોગ અને કસરતમાં કરવા અંગે નિરાશ કરે છે. તેથી આ મિથ્સ દૂર કરવી નિર્ણાયક બની જાય છે કારણ કે ટ્રેનિંગના યોગ્ય ફેરફારો અને માર્ગદર્શન સાથે, પીરિયડ્સ દરમિયાન યોગ એ એક સુરક્ષિત અને ફાયદાકારક પ્રવૃત્તિ બની શકે છે. વાસ્તવમાં, આ સમય દરમિયાન યોગ કરવાથી માસિક સ્રાવની અગવડતાને દૂર કરવામાં, સ્ટ્રેસ ઘટાડવામાં, મૂડ સુધારો કરવામાં અને મગજને શાંત કરવામાં અને સંતુલનની ભાવનાને પ્રોત્સાહન આપવામાં મદદ મળી શકે છે.
યોગ અને પીરિયડ્સને લગતી આવી સામાન્ય રીતે માનવામાં આવતી મિથ્સને અંશુલા કપૂર, યોગ ટ્રેનર અંશુકા પરવાણી સાથે, તાજેતરની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં છે. આ પોસ્ટ અંશુલા કપૂરએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અગાઉ પોસ્ટ કરી કેપ્શન લખ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી ગયો છે, તેથી આ ખાસ કરીને મહિલાઓ માટે છે.”
સૌથી લોકપ્રિય ધારણાઓમાંની એક એ છે કે સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન યોગ કરવાનું ટાળવું જોઈએ. આ મિથ્સનો પર્દાફાશ કરતાં અંશુલાએ કહ્યું હતું કે, “ના, તમારે ક્યારેય યોગ કરવાનું ટાળવાની જરૂર નથી, પછી ભલે તમે તમારા પીરિડિયડ્સમાં હોવ કે ન હોવ.”
આ પણ વાંચો: દેશમાં હીટવેવથી મૃત્યુ : હીટ સ્ટ્રોક એટલ શું? તેના લક્ષણો, સારવાર અને બચવાના ઉપાયો
પરવાનીએ કહ્યું કે તમારે હંમેશા તમારા શરીરનું સાંભળવું જોઈએ. યોગ નિષ્ણાતે કહ્યું હતું કે, “જો તમને કોઈ પણ પ્રકારની અગવડતા લાગે, તો રિવર્સ ન કરો. તમારા પીરિયડ્સ દરમિયાન તમારે ઊંધું ન આવે, એવું સમર્થન આપતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેથી, તમારા શરીરનું સાંભળો અને તમને જે યોગ્ય લાગે તે કરો.”
શું તમે તમારા પીરિયડ્સ દરમિયાન યોગ ટ્વિસ્ટનો અભ્યાસ કરી શકો છો? અલબત્ત, તમે કરી શકો છો, તેણે કહ્યું કે,“તમારા પીરિયડ્સ દરમિયાન યોગ કરવું એ સૌથી સારી બાબત છે કારણ કે યોગ કરવાથી તમારા હેપ્પી હોર્મોન્સ રિલીઝ થશે. તમારું શરીર હળવાશ અનુભવશે.”
ઘણી સ્ત્રીઓને એવો પણ ડર હોય છે કે તેમના પીડિયસ દરમિયાન યોગ કરવાથી તેમની સાઇકલ સમયગાળાને અસર થઈ શકે છે. પરવાણીએ કહ્યું હતું કે, “બિલકુલ નહિ! વાસ્તવમાં, સતત યોગ કરવાથી તમારા હોર્મોન્સ સંતુલિત થાય છે અને તેથી, તમારી સાઇકલ વધુ નિયમિત થાય છે,” આ અંગે અંશુલાએ ઉમેર્યું હતું કે ”જ્યારે તમે તમારા પીરિયડ દરમિયાન યોગ કરો છો ત્યારે તમને ઓછો દુખાવો થાય છે.”
આ પણ વાંચો: Summer Fruits : ઉનાળાના ફળો હાઈડ્રેટેડ રહેવામાં જરૂરી છે, કરિશ્મા કપૂર પણ આ ફળનું કરે છે સેવન, જાણો ફાયદા
બંનેએ પીરિયડ્સ દરમિયાન યોગાસનના કેટલાક ફાયદાઓ પણ શેર કર્યા:
- યોગએ પીડિયસ ક્રેમ્પ્સ, પેટનું ફૂલવું અને પીઠનો દુખાવો જેવા લક્ષણોને હળવા બનાવે છે
- શરીરમાં એન્ડોર્ફિન્સ અથવા હેપી હોર્મોન્સ રિલીઝ કરે છે
- મનને શાંત કરે છે અને તમને તાજગીની અનુભૂતિ કરાવે છે.
- અનિયમિત પીરિયડ્સને નિયમિત કરે છે.
આ બંનેની સાથે સહમત થતા યોગગુરૂ મન્સૂર બલાઉચે કહ્યું હતું કે તે બિલકુલ મિથ છે કે મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન યોગ કરવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે, “આ તે સમય છે જ્યારે શરીર ડિટોક્સ કરે છે અને થોડો ખેંચાણ, હકીકતમાં, તમને હેપ્પી હોર્મોન્સ રિલીઝ કરવામાં મદદ કરી શકે છે. ચાઇલ્ડપોઝ, ડાઉનવર્ડ ડોગ, દિવાલ ઉપરના પગ વગેરે જેવા પોઝ ખરેખર તમને હળવાશનો અનુભવ કરાવે છે.”
જો કે, તેમણે ઉમેર્યું હતું કે સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન બો પોઝ, હેડસ્ટેન્ડ અને હેન્ડસ્ટેન્ડ જેવા અદ્યતન યોગ પોઝમાં વ્યસ્ત રહેવું જોઈએ નહીં તેવી માન્યતા સાચી છે. બલાઉચે કહ્યું કે, “કારણ કે માસિક સ્રાવ દરમિયાન સ્ત્રીઓનું શરીર સંવેદનશીલ હોય છે અને તેને ઉપાડવાથી વિરોધાભાસ થઈ શકે છે. એનર્જી પ્રવાહ નીચે તરફ જઈ રહ્યો છે, અને ઊંધું વળવું તેની સાથે દખલ કરે છે. મૂળભૂત રીતે, તમારામાંથી લોહી એક કારણસર વહી રહ્યું છે. નિષ્કર્ષમાં, સ્ટ્રેચિંગ મદદ કરી શકે છે અને વ્યક્તિએ અદ્યતન આસનો ટાળવા જોઈએ.”