Yoga darshan Bhramari Pranayama : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘ભ્રામરી પ્રાણાયામ’ (Bhramari Pranayama) આસન વિશે જાણકારી મેળવીશું. ‘ભ્રામરી પ્રાણાયામ’(Bhramari Pranayama) કરવાથી મન શાંત બને છે અનિદ્રા દૂર થાય તેમજ ગળાના વિકારો દૂર થવાની સાથ સાથે અવાજ મધુર બને છે. તો ચાલો જાણીયે ‘નૌકાસન’ કરવાની રીત (Bhramari Pranayama tips) અને તેના ફાયદાઓ (Bhramari Pranayama benefits) વિશે…
આસન પરિયય – ‘ભ્રામરી’ પ્રાણાયામ
યોગ દર્શનમાં આજે આપણે ‘ભ્રામરી પ્રાણાયામ’ વિશે જાણીશું.’ ભ્રામરી’ એ પ્રાણાયામની શ્રેણીમાં આવતો અભ્યાસ છે. ‘ભ્રામરી પ્રાણાયામ’ કરવા માટે સર્વ પ્રથમ સુખાસન કે પદ્માસનમાં બેસવું પીઠનો ભાગ સીધો રાખો, નજર સામે, ગરદન સીધી રાખવી.
હવે બંને હાથની અંગૂઠા પાસેની બંને આંગળીઓ કાનના બાહ્ય પટલ પર મધ્ય દબાણ સાથે રાખવી અને ઢંકાય તેવી બંધ કરવી. આંખો બંધ કરીને હવે મનેને શાંત કરો. ત્યારબાદ જીભનો આગળનો ભાગ તાળવાના ઉપરના ભાગે લગાવી ઉંડો શ્વાસ ભરીને જીભના મધ્ય ભાગમાંથી એક એક સરખો સમાન ધ્વનિ ઉત્પન્ન કરવો. જે પણ ધ્વનિ થાય છે તેની પર પૂરેપૂરું ધ્યાન રાખવું. ધ્વનિ દ્વારા ઉત્પન્ન થતું વાઇબ્રેશન કે ધ્રુજારી ગળાના ભાગના કે અન્ય ભાગોમાં અનુભવ કરવો. ભ્રામરી ધ્વનિ નો અવાજ મીઠું મધુરો કર્ણપ્રિય અને સમાન રાખવા પ્રયત્ન કરવો.,
‘ભ્રામરી’ પ્રાણાયામ ક્યારે અને કેટલી વખત કરવું?
આનો અભ્યાસ યોગાસનની શરૂઆતમાં કે પછી પણ કરી શકાય છે. રાત્રે ઉંઘતી વખતે પણ આનો અભ્યાસ કરી શકાય.
ભ્રામરી પ્રાણાયમનો અભ્યાસ કોઈપણ સમયે થઈ શકે છે. યોગ અભ્યાસ કરતી વખતે ખાસ કરવો.
શરૂઆતમાં પાંચથી દસ વખત ભ્રામરી પ્રાણાયમ કરી શકાય છે. અનુભવ વખતા તેનો સમયગાળો અને પુનરાર્તન વધારી શકાય છે…
‘ભ્રામરી’ પ્રાણાયામ કરવાના ફાયદાઃ-
- આ પ્રાણાયામનો નિરંતર અભ્યાસ કરવાથી મને શાંત થાય છે
- મનના ભાવો બદલાય છે
- અનિંદ્રા ને દૂર કરી સારી ઊંઘ લાવે છે
- માનસિક વિકારો દૂર કરીને મનને તંદુરસ્તી બક્ષે છે
- અવાજને મીઠો મધુરો અને કર્ણપ્રિય બનાવે છે બનાવે છે
- ગળાના વિકારો દૂર કરી તેના સ્નાયુને મજબૂત બનાવે છે
આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘નૌકાસન’થી પેટની ચરબી ઘટશે અને પાચનતંત્ર મજબૂત બનશે
આ આસનની મર્યાદાઓઃ-
- આ પ્રાણાયામનો અભ્યાસ સુતા સુતા ન કરવો
- જેમને કાન સંબંધી વિકારો હોય એ લોકોએ યોગ્ય સલાહ – સુચનો અનુસાર અભ્યાસ કરવો..