scorecardresearch

યોગ દર્શન : ‘ભૂ નમન આસન’થી હાથના પંજા, કોણી અને ખભાના સાંધા બનશે મજબૂત

Yoga darshan bhunamanasana : ‘ભૂ નમન આસન’ કરવાથી હાથના પંજા, કોણી અને ખભાના સાંધા મજબૂત બને છે. જાણો ‘ભૂ નમન આસન’ કરવાની રીત અને તેના ફાયદાઓ

Yoga darshan bhunamanasana
યોગ દર્શન : ‘ભૂ નમન આસન’ કરવાની રીત અને ફાયદાઓ

Yoga darshan abhunamanasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘ભૂ નમન આસન’ (bhunamanasana) વિશે જાણકારી મેળવીશું. ‘ભૂ નમન આસન’(bhunamanasana) કરવાથી હાથના પંજા, કોણી, ખભાના સાંધા મજબૂત બને છે તેમજ પાચનક્રિયા સુધારી, વાયુ વિકારને નિયંત્રિત કરે છે. તો ચાલો જાણીયે ‘અશ્વસંચાલન’ કરવાની રીત (bhunamanasana tips) અને તેના ફાયદાઓ (bhunamanasana benefits) વિશે…

આસન પરિયય – ‘ભૂ નમન આસન’

યોગ દર્શનમાં આજે આપણે ‘ભૂ નમન આસન’ વિશે જાણીશું.’ભૂ નમન આસન’ કરવા માટે સૌ પ્રથમ જમીન પર (મેટ) બેસી બંન પગ ભેગા સીધા રાખવા. ત્યારબાદ જમણો હાથ કોણીમાંથી સહેજ વાળી, પાછળની બાજુ કમર પાસે જમીન પર મૂકવો તથા બીજો હાથ થાઇ પાસે જમણા હાથની લાઇનમાં મૂકવું. પછી ધડનો ભાગ તથા માથુ ધીમે ધીમે બંને હાથની મધ્યમાં જમીન પર મુકવું. તેવી જ આ અભ્યાસ બીજી તરફથી કરવો.

‘ભૂ નમન આસન’ ક્યારે અને કેટલી વખત કરવું?

  • ભૂ નમન આસન અભ્યાસ સવારે કે સાંજે ખાલી પેટે કરી શકાય છે. આ આસન 5થી 6 વખત મધ્યગતિમાં કરવું.

શ્વસનવિધિ

  • શ્વાસ લેતા લેતા જમીન તરફ જવું. શ્વાસ છોડતા છોડતા પરત આવવું.

‘ભૂ નમન આસન’ આસન કરવાના ફાયદાઃ-

  • હાથના પંજા, કોણી, ખભાના સાંધાને મજબૂત બનાવે છે.
  • પાચનક્રિયા સુધારી, વાયુ વિકારને નિયંત્રિત કરે છે.
  • કરોડરજ્જુ તથા પીઠના નીચેના ભાગમાં ખેંચાણ આવે છે.
  • ચેતાતંત્રને સંતુલિત તથા ક્રિયાશીલ બનાવે છે.
  • પીંડી તથા સાંથળના સ્નાયુમાં સહપ્રમાણ ખેંચાણ આવે છે.

આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘અશ્વસંચાલન’ આસનથી પગ અને પેટના સ્નાયુઓ મજબૂત બનશે, ચેતાતંત્ર સંતુલિત થશે

આ આસનની મર્યાદાઓઃ-

  • થોડાક સમય પહેલા હૃદયની સર્જરી કરાવેલી હોય તેવા વ્યક્તિઓએ આ આસન કરવું નહીં.
  • સર્વાઇકલ, હર્નિયાની સમસ્યા હોય તેવી વ્યક્તિએ યોગ પ્રશિક્ષકની સલાહ સૂચના અનુસાર આ આસન કરવું.

Web Title: Yoga darshan bhunamanasana steps and benefits know yoga exercise

Best of Express