યોગ દર્શન : ‘કુંભક’ આસનથી ખભા પહોળા, મજબૂત અને આકર્ષક બનશે

Yoga darshan kumbhaka asana : યોગ દર્શનમાં આજે આપણે ‘કુંભક’ આસન વિશે વાતી કરીશું. ‘કુંભક’ આસન કરવાથી ખભા પહોળા, મજબૂત અને આકર્ષક બને છે. જાણો 'કુંભક' આસન કરવાની રીત અને તેના ફાયદાઓ

Yoga darshan kumbhaka asana : યોગ દર્શનમાં આજે આપણે ‘કુંભક’ આસન વિશે વાતી કરીશું. ‘કુંભક’ આસન કરવાથી ખભા પહોળા, મજબૂત અને આકર્ષક બને છે. જાણો 'કુંભક' આસન કરવાની રીત અને તેના ફાયદાઓ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yoga darshan kumbhaka asana

યોગ દર્શન : ‘કુંભક’ આસન કરવાની રીત અને ફાયદાઓ

Yoga darshan kumbhaka asana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘કુંભક’ આસન (bhunamanasana) વિશે જાણકારી મેળવીશું. ‘કુંભક આસન’(kumbhaka asana) કરવાથી ખભા પહોળા, મજબૂત અને આકર્ષક બને છે. તો ચાલો જાણીયે ‘કુંભક’ આસન કરવાની રીત (kumbhaka asana tips) અને તેના ફાયદાઓ (kumbhaka asana benefits) વિશે…

Advertisment

આસન પરિયય - ‘કુંભક આસન’

યોગ દર્શનમાં આજે આપણે ‘કુંભક આસન’ વિશે જાણીશું. યોગ અભ્યાસમાં વિભિન્ન બાબતોનો સમય થાય છે જેમ કે યોગાસન બંધ મુદ્રા અને પ્રાણાયામ. તે સિવાય પણ શુદ્ધિ ક્રિયાઓ સમાવેશ યોગ્ય અભ્યાસમાં કરવામાં આવેલો છે. યોગ અભ્યાસમાં વિભિન્ન બાબતોનો સમય થાય છે જેમ કે યોગાસન બંધ મુદ્રા અને પ્રાણાયામ. ઉપરાંત શુદ્ધિ ક્રિયાઓનો સમાવેશ યોગ અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

  • દરેક આસન કરતી વખતે પ્રાણાયામ પર ધ્યાન આપવામાં આવતું હોય છે
  • અમુક આસન અભ્યાસ એવા છે જેમાં શ્વસન ક્રિયાનું વધારે મહત્વ હોય છે
  • અને અંદરના શરીરને તૈયાર કરવામાં આપણને મદદ કરે છે
  • પ્રાણાયામ ફેફસાને તો ખોલે છે પણ સાથે સાથે બાકીના તંત્રોને પણ મદદ કરે છે
  • જેવા કે પાચન શ્વસન લોહીનું પરિભ્રમણ અને શરીરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે

પ્રાણાયામમાં મુખ્યત્વે ત્રણ બાબતનો સમય થાય છે..

  1. શ્વાસ લેવું… એટલે કે પૂરક
  1. શ્વાસ છોડવો.. એટલે કે રેચક
  2. અને શ્વાસ રોકવો…. એટલે કે કુંભક

આજે આપણે પ્રાણાયામમાં કુંભક ની વાત કરીશું…

કુંભક એટલે શું….
સામાન્ય અર્થ થાય છે રોકવું.

કુંભક ના બે પ્રકાર છે….

  1. શ્વાસ લઈને અંદર રોકવો…
  1. શ્વાસ બહાર કાઢી બહાર જ રોકી રાખવો…

કુંભક આસન અભ્યાસ કરતી વખતે શ્વસન ક્રિયા પર ધ્યાન આપવામાં આવે છે. યોગાસન કરતી વખતે અમુક આસનમાં શ્વાસ ખાલી કરીને રોકવાનો હોય છે અને અમુક આસનમાં શ્વાસ ભરીને અંદર રોકવાનો હોય છે. જેનાથી ફેફસાની ક્ષમતા વધે છે, ફેફસા વધારે ખુલ્લા થાય છે. પ્રાણશક્તિનો શરીરમાં વિસ્તાર થાય છે.

Advertisment

શ્વસનવિધિ

પ્રાણાયામનો એક સ્પેશિયલી અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ અભ્યાસમાં પણ શ્વાસને અંદર અને બહાર રોકવાની ક્રિયા કરવામાં આવતી હોય છે. કેટલા પ્રમાણમાં શ્વાસ રોકવો કેટલા સેકન્ડ શ્વાસ રોકવો એ યોગ શિક્ષકની સલાહ અનુસાર અભ્યાસ કરવો.

‘કુંભક’ આસન કરવાના ફાયદાઃ-

  • ફેફસાની મજબૂતી વધારે છે
  • ફેફસાને ખોલવામાં મદદ કરે છે
  • કુદરતી રીતે ચાલતો શ્વાસ લાંબો ઊંડો થાય છે
  • મને શાંત કરે છે
  • મન અને શરીરને સ્ફૂર્તિ બક્ષે છે
  • પ્રાણ શક્તિ નો વિસ્તાર થાય છે
  • શારીરિક અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે

    આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘લોલાસન’ના અભ્સાસથી કાંડા, ખભા અને પેટની માંસપેથીઓ મજબૂત બને છે

    આ આસનની મર્યાદાઓઃ-

    • જે લોકો હૃદય સંબંધી બીમારી ધરાવે છે તથા જે લોકોને બીપીની સમસ્યા છે, તેમણે યોગ શિક્ષકની સલાહ અનુસાર અભ્યાસ કરવો
    • જે લોકોને સતત માથાનો દુખાવો રહેતો હોય તેવા લોકોએ અભ્યાસ ન કરવો
    knowledge health tips ટ્રેન્ડિંગ ન્યૂઝ જીવનશૈલી