યોગ દર્શન : ‘નૌકાસન’થી પેટની ચરબી ઘટશે અને પાચનતંત્ર મજબૂત બનશે

Yoga darshan naukasana : ‘નૌકાસન’ કરવાથી (naukasana yoga) પેટની ચરબી ઘટે છે અને પાચનતંત્ર મજબૂત બને (naukasana benefits) છે. જાણો 'નૌકાસન' કરવાની રીત અને તેના ફાયદાઓ (

Yoga darshan naukasana : ‘નૌકાસન’ કરવાથી (naukasana yoga) પેટની ચરબી ઘટે છે અને પાચનતંત્ર મજબૂત બને (naukasana benefits) છે. જાણો 'નૌકાસન' કરવાની રીત અને તેના ફાયદાઓ (

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yoga darshan naukasana

યોગ દર્શન : 'નૌકાસન' કરવાની રીત અને તેના ફાયદાઓ

Yoga darshan naukasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘નૌકાસન’ (naukasana Steps) આસન વિશે જાણકારી મેળવીશું. ‘નૌકાસન’(naukasana yoga)નો અભ્યાસ કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. તન અને મન સ્ફૂર્તિલુ બને છે અને આળસ દૂર ભગાડે છે. ગેસ અને વાયુવિકારની બીમારીમાં રાહત આપે છે. તો ચાલો જાણીયે ‘નૌકાસન’ કરવાની રીત (naukasana tips) અને તેના ફાયદાઓ (naukasana benefits) વિશે…

Advertisment

આસન પરિયય - ‘નૌકાસન’

યોગ દર્શનમાં આજે આપણે ‘નૌકાસન’ આસન વિશે જાણીશું. ‘નૌકાસન’ આસન કરવા માટે સર્વ પ્રથમ મેટ સીધા સુઇ જાવ. ત્યારબાદ બંને હાથ કમર પાસે જમીન પર રાખવા. પછી બંને પગ અને બંને હાથ, ખભા તથા માથાનો ભાગ ધીમે ધીમે જમીનથી 10થી 15 સેમી આકાશ તરફ ઉપરની દિશામાં લઇ જવા. થાઇ મસલ્સ પર સંતુલન જાળવવું અને કરોડરજ્જુ સીધી રાખવી.

‘નૌકાસન’ આસન ક્યારે અને કેટલી વખત કરવું?

  • નૌકાસનનો સવારે કે સાંજે ખાલી પેટે 3 થી 4 વાર અભ્યાસ કરી શકાય છે.

શ્વાસોશ્વાસની ક્રિયાઃ-

નૌકાસનનો અભ્યાસ કરતી વખતે શ્વાસ લેતા લેતા હાથ - પગ અન માથાનો ભાગ આકાશ તરફ લઇ જવો. 5થી 7 સેકન્ડ શ્વાસ રોકવો ત્યારબાદ શ્વાસ ખાલી કરતા મૂળ સ્થિતિમાં પાછા આવવું.

‘નૌકાસન’ આસન કરવાના ફાયદાઃ-

  • પેટની વધારાની ચરબી ઓછી કરે છે.
  • પાચનતંત્રને મજબૂત કરી છે, ગ્રંથિતંત્રને ક્રિયાશીલ રાખે છે.
  • આળસ અને અનિંદ્રા દૂર કરે છે.
  • શરીર અને મનને સ્ફ્રૂતિલનું રાખે છે.
  • શરીરના વાયુવિકારને સંતુલિત કરે છે.
Advertisment

આ આસનની મર્યાદાઓઃ-

  • જે વ્યક્તિને સર્વાઇકલ અને કમરના મણકાનો દુખાવો હોય તેમણે નૌકાસન કરવું નહીં.
  • પેટની અને હાર્ટની કોઇ સર્જરી કરાવી હોય તેવી વ્યક્તિએ યોગ શિક્ષકની સલાહ મુજબ આ આસન કરવું.
જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips knowledge