Yoga darshan Shashankasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘શશાંકાસન’ (Shashankasana Steps) આસન વિશે જાણકારી મેળવીશું. ‘શશાંકાસન’(Shashankasana yoga)નો અભ્યાસ કરવાથી પીઠ અને ખંભાની માંસપેશીઓ મજબૂત બને છે. મગજમાં લોહીનું પરિભ્રમણ સુધરવાની સાથે સાથે આંખો માટે પણ લાભદાયી છે. તો ચાલો જાણીયે ‘શશાંકાસન’ કરવાની રીત (Shashankasana tips) અને તેના ફાયદાઓ (Shashankasana benefits) વિશે…
આસન પરિયય – ‘શશાંકાસન’
યોગ દર્શનમાં આજે આપણે ‘શશાંકાસન’ આસન વિશે જાણીશું. ‘શશાંકાસન’ આસન કરવા માટે સર્વ પ્રથમ વજ્રાસનમાં બેસવું, ત્યારબાદ બંને હાથ – કાન સાથે લગાવીને આકાશ તરફ લઇ જવા, ઉંડો શ્વાસ ભરીને શ્વાસ ખાલી કરતા હાથ, ખંભા, પેટને જાંઘ તરફ લઇ જવા. બંને હાથ મેટ પર મુકવા. 8 થી 10 સેકન્ડ રોકાવવું. શરૂઆતમાં મધ્યમ ગતિથી અભ્યાસ કરી શકાય. શ્વાસ લેતા મૂળ સ્થિતિમાં પરત આવવું.
‘શશાંકાસન’ આસન ક્યારે અને કેટલી વખત કરવું?
- શશાંકાસનનો સવારે કે સાંજે ખાલી પેટે ગત્યાત્મક કે રોકાઇને અભ્યાસ કરી શકાય છે. શરૂઆતમાં 2થી 3 વાર આ આસનનો અભ્યાસ કરવો. આસનન અભ્યાસ વધવાની સાથે સાથે સમયની અવધિ 2 મિનિટ સુધી કરી શકાય છે.
શ્વાસોશ્વાસની ક્રિયાઃ-
- આ આસનની પ્રારંભિક સ્થિતિમાં શ્વાસ ભરવો ત્યારબાદ શ્વાસ ખાલી કરતા શરીર જમીન તરફ લઇ જવું.
‘શશાંકાસન’ આસન કરવાના ફાયદાઃ-
- પાચનક્રિયાને મજબૂત બનાવે છે.
- પીઠના ભાગમાં સહપ્રમાણ ખેંચાણ આપે છે.
- મનને શાંત કરે છે.
- મસ્તિષ્કના ભાગમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે.
- આંખની માટે લાભદાયી છે.
- ક્રોધ – ગુસ્સાને શાંત કરે છે.
- શરીરનો વાયુવિકાર ઓછો કરે છે.
આ પણ વાંચોઃ યોગ દર્શન : કમર અને પગની માંસપેશીઓ મજબૂત બનાવશે ‘ચક્ર પાદાસન’
આ આસનની મર્યાદાઓઃ-
- જે વ્યક્તિને ઘૂંટણમાં દુખાવો થતો હોય તેવી વ્યક્તિએ આ આસન કરવું નહીં.
- જે લોકોને સર્વાઇકલ અને કમરનો દુખાવો હોય તેમણે યોગ શિક્ષકની સલાહ સૂચન મુજબ આ આસન કરવું.