યોગ દર્શન : ‘તાડાસન’થી પગની માંસપેશી મજબૂત બનશે અને શારીરિક-માનસિક સંતુલિત વિકાસ થશે

Yoga darshan tadasana : ‘તાડાસન’ આસન કરવાથી પગની માંસપેશીઓ મજબૂત બને છે તેમજ લોહીનું પરિભ્રમણ સુધરવાની સાથે સાથે શારીરિક અને માનસિક સંતુલિત વિકાસ થાય છે.

Yoga darshan tadasana : ‘તાડાસન’ આસન કરવાથી પગની માંસપેશીઓ મજબૂત બને છે તેમજ લોહીનું પરિભ્રમણ સુધરવાની સાથે સાથે શારીરિક અને માનસિક સંતુલિત વિકાસ થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yoga darshan tadasana

યોગ દર્શનઃ ‘તાડાસન’ કરવાની રીત અને ફાયદાઓ

Yoga darshan tadasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘તાડાસન’ (tadasana Steps) આસન વિશે જાણકારી મેળવીશું. ‘તાડાસન’(tadasana yoga)નો અભ્યાસ કરવાથી પગ અને પીંડિની માંસપેશીઓ મજબૂત બને છે. પગમાં લોહીનું પરિભ્રમણ સુધરવાની સાથે સાથે શારીરિક અને માનસિક સંતુલનનો વિકાસ થાય છે. છે. તો ચાલો જાણીયે ‘તાડાસન’ કરવાની રીત (tadasana tips) અને તેના ફાયદાઓ (tadasana benefits) વિશે…

Advertisment

આસન પરિયય - ‘તાડાસન’

યોગ દર્શનમાં આજે આપણે ‘તાડાસન’ આસન વિશે જાણીશું. ‘તાડાસન’ આસન કરવા માટે સર્વ પ્રથમ જમીન પર સીધા ઉભા રહો. બંને પગ વચ્ચે 10 સેમી જેટલું અંતર રાખો. શરીરનું વજન બંને પર સ્થિર કરવું , નજર સામે કોઇ એક કેન્દ્ર બિંદ પર સ્થિર કરવી. બંને હાથ કાન પાસે આકાશ તરફ કસાવી, શ્વાસ લેતા બંને પગની એડી એક સાથે જમીનથી આકાશ તરફ સહપ્રમાણ લઇ જવા સ્થિર કરવી.

‘તાડાસન’ આસન ક્યારે અને કેટલી વખત કરવું?

તાડાસનનો ખાલી પેટ સવારે કે સાંજે ગવ્યાત્મક અથવા તો રોકાઇ - રોકાઇને અભ્યાસ કરવો. ગવ્યાત્મક 8થી 10 વાર સ્થિરતા પૂર્વક 10 સંકન્ડ 3 વખત અભ્યાસ કરવો.

શ્વાસોશ્વાસની ક્રિયાઃ-

બંને હાથ ઉપર લઇ જતી વખતે શ્વાસ લેવો અને નીચે લાવતી વખતે શ્વાસ બહાર છોડવો.

Advertisment

‘તાડાસન’ આસન કરવાના ફાયદાઃ-

  • પગની પીંડિ અને જાંઘની માંસપેશીઓ સારું ખેંચાણ આવે છે.
  • પગના ભાગમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે.
  • પગના દુખાવાને દૂર કરે છે અને મજબૂત બનાવે છે.
  • શારીરિક અને માનસિક સંતુલનનો વિકાસ થાય છે.
  • શરીરમાં આતંરડાંને સાફ કરી વાયુવિકાર સંતુલિત કરે છે.

આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘ઉત્તાનપાદાસન’થી પગ અને કમરની માંસપેશી મજબૂત બનશે, દુખાવામાં રાહત મળશે

આ આસનની મર્યાદાઓઃ-

પગની નાની - મોટી સર્જરી કરાવવી હોય તેવા લોકોએ તથા ગર્ભધારણ મહિલાઓ આ અભ્યાસ યોગશિક્ષકની સલાહ સૂચન અનુસાર કરવો.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips