બ્લડ સુગર નિયંત્રિત કરવું છે? અભ્યાસ કહે છે કે 40 મિનિટનો યોગ ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે…

ડૉ. મધુ કહે છે કે જેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે, જેમ કે કૌટુંબિક ઇતિહાસ ધરાવતા લોકો અથવા જેઓ મેદસ્વી છે, તેઓ યોગ કરીને તેના ફાયદા મેળવી શકે છે.

Written by shivani chauhan
Updated : August 11, 2025 18:36 IST
બ્લડ સુગર નિયંત્રિત કરવું છે? અભ્યાસ કહે છે કે 40 મિનિટનો યોગ ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે…
બ્લડ સુગરના વધારાને નિયંત્રિત કરવા માટે જાદુઈ ગોળી છે? અભ્યાસ કહે છે કે 40 મિનિટનો યોગ ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે,

ભારતમાં પાંચ કેન્દ્રોમાંથી તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ દરરોજ 40-મિનિટ યોગાસન કરવાથી તમારા ડાયાબિટીસ (Diabetes) થવાનું જોખમ લગભગ 40 ટકા ઘટાડી શકે છે, જે લાઇફસ્ટાઇલમાં ફેરફાર અથવા દવાઓ કરતાં વધુ સારા પરિણામો દર્શાવે છે.

અભ્યાસમાં એ જોવામાં આવ્યું કે શું યોગ વ્યક્તિમાં ટાઇપ 2 ડાયાબિટીસની પ્રગતિને અટકાવી શકે છે કે જેઓ પહેલાથી જ પ્રિ-ડાયાબિટીસનું નિદાન થયું છે, જે વ્યક્તિમાં બ્લડ ગ્લુકોઝ લેવલ સામાન્ય હોય છે પરંતુ ડાયાબિટીસ હોવાનું માનવામાં આવતું નથી.

દેશમાં અંદાજિત 101 મિલિયન લોકો ડાયાબિટીસ સાથે જીવે છે, અન્ય 136 મિલિયન લોકો પ્રિ -ડાયાબિટીસ સાથે જીવે છે, જેમાંથી મોટાભાગના લોકો લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરતા નથી છતાં ડાયાબિટીસનો શિકાર બનવાની શક્યતા છે.

અભ્યાસના પ્રથમ લેખક અને દિલ્હીની GTB હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. એસ.વી. મધુએ જણાવ્યું હતું કે ‘અમે એ દર્શાવવામાં સક્ષમ હતા કે યોગ એકલા લાઈફટાઇલમાં ફેરફારની સરખામણીમાં ટાઇપ 2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં વધુ અસરકારક છે.

વાસ્તવમાં, લાઇફસ્ટાઇલમાં ફેરફાર અને અન્ય અભ્યાસોમાં દર્શાવેલ દવાઓની તુલનામાં લાભ વધુ છે. એવી ધારણા છે કે યોગના ઘણા ફાયદા છે તે ક્રોનિક તણાવને ઘટાડી શકે છે. તે એક રોગપ્રતિકારક મોડ્યુલેટર હોવાનું પણ માનવામાં આવે છે જે બળતરા અને ઓક્સિડેટીવ તણાવને ઘટાડી શકે છે, જેના પરિણામે ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે શું સલાહ?

ડૉ. મધુ કહે છે કે જેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે, જેમ કે કૌટુંબિક ઇતિહાસ ધરાવતા લોકો અથવા જેઓ મેદસ્વી છે, તેઓ યોગ કરીને તેના ફાયદા મેળવી શકે છે. ‘એવું સૂચન કરવામાં આવે છે કે તેઓ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે દરરોજ 40 મિનિટ યોગાસન કરે.’

શું યોગ ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક છે?

હાલનો અભ્યાસ જેઓ પહેલાથી જ ડાયાબિટીસ ધરાવે છે તેમના પર યોગની અસર દર્શાવતી નથી, પરંતુ ડૉ. મધુ કહે છે કે તે દર્દીઓને પણ મદદ કરે તેવી શક્યતા છે.

એક્સપર્ટ કહે છે ‘ડાયાબિટીસ પર યોગની અસર અંગેના અન્ય ટૂંકા ગાળાના અભ્યાસોએ પહેલાથી જ લોહીમાં શર્કરાના સ્તરમાં ઘટાડો દર્શાવ્યો છે, તેથી સંભવ છે કે યોગ ડાયાબિટીસવાળા લોકોને તેમના સુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે.’

આ પણ વાંચો: health Tips: હૃદય માટે આ 3 તેલ ઝેર સમાન, જાણો શરીર સ્વસ્થ રાખવા ક્યું તેલ શ્રેષ્ઠ છે

અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ છે?

ડૉ. મધુ સમજાવે છે કે અભ્યાસ યોગની તરફેણમાં મુખ્ય પુરાવો છે. ‘અમારો અભ્યાસ એ બંને ગ્રુપમાં લગભગ 500 સહભાગીઓ સાથે યોગ્ય કંટ્રોલ ટ્રાયલ છે, યોગા સાથે લાઇફસ્ટાઇલમાં ફેરફાર.

અભ્યાસના સહભાગીઓનું પણ ત્રણ વર્ષના સમયગાળા માટે અનુસરણ કરવામાં આવ્યું છે, તે સ્પષ્ટતા કરે છે કે અન્ય પુરાવા અત્યાર સુધીના નાના અભ્યાસોમાંથી છે જેમાં કોઈ કંટ્રોલ ગ્રુપ નથી.

તે એ પણ સમજાવે છે કે અગાઉના અભ્યાસોના પુરાવાએ લાઈફસ્ટાઇલમાં ફેરફાર અને લોહીમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખવા માટે દવાઓથી પણ – 28 ટકા અને 32 ટકા વચ્ચેના જોખમમાં ઘણો ઓછો ઘટાડો દર્શાવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ