જેઓ બેઠાડુ જીવન જીવે છે અને સ્થૂળતા, વાળ ખરવા, સાંધાના દુખાવા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે યોગ અત્યંત મદદરૂપ હોવાનું કહેવાય છે. શારીરિક અને માનસિક અભ્યાસને ધ્યાનમાં રાખીને, ઘણાને લાગે છે કે કેટલાક યોગ પોઝ ચોક્કસ નિરાકરણમાં મદદ કરી શકે છે. બ્યુટી.એક્સપર્ટના ઇન્સ્ટાગ્રામ પેજ પરની એક પોસ્ટ અનુસાર, રિક્લાઇન ફિશ પોઝ અથવા મત્સ્યાસન,નિયમિત ધોરણે કરવામાં આવે ત્યારે હેયર ગ્રોથ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
ફિશ પોઝ દરરોજ માત્ર 90 સેકન્ડ માટે કરવાથી માથાની ચામડી તરફ રક્ત પરિભ્રમણ સુધરે છે જે બદલામાં વાળના વિકાસમાં સુધારો કરે છે. તે મુદ્રામાં પણ સુધારો કરે છે.
આ પણ વાંચો: Sannata Drink Recipe : પેટની સમસ્યામાં રાહત આપે આ ડ્રિન્ક,જાણો ખાસ રેસિપી
એક્સપર્ટએ indianexpress.com ને જણાવ્યું હતું કે, “ફિશ પોઝ ખોપરી ઉપરની ચામડીના વાળના ફોલિકલ્સમાં રક્ત પરિભ્રમણને વધારે છે કારણ કે માથું પોઝિશનમાં છે. તે થાઇરોઇડ ગ્રંથિ પર પણ હકારાત્મક અસર કરે છે જે સમગ્ર અંતઃસ્ત્રાવી પ્રણાલીને સંતુલિત કરવામાં મદદ કરે છે. વાળ ખરવાનું મુખ્ય કારણ અંતઃસ્ત્રાવી સિસ્ટમમાં અસંતુલન છે. તેથી, સંતુલન પુનઃસ્થાપિત કરવાથી સારા હેયર ગ્રોથમાં મદદ મળે છે.”

આ પોઝ તણાવ અને ચિંતાથી પણ રાહત આપે છે જે વાળ ખરવાનું કારણ બને છે. મત્સ્યાસનમાં માથું પાછળની તરફ ખેંચવું, માથાની ચામડીમાં રક્ત પ્રવાહ અને ઓક્સિજનનો પુરવઠો વધારવાનો સમાવેશ થાય છે. ખોપરી ઉપરની ચામડી માટે આ પોષણ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને તણાવ અને ચિંતાને દૂર કરે છે જે વાળ ખરવાનું કારણ બને છે.
યોગ પ્રશિક્ષક ફેનિલ પુરોહિતે જણાવ્યું હતું કે, ”તાણ શરીરમાં આરઓએસ અથવા પ્રતિક્રિયાશીલ ઓક્સિજન લેવલના પ્રોડકશનમાં વધારો કરવા માટે જાણીતું છે, જે બળતરા અને પેશીઓને નુકસાન તરફ દોરી શકે છે. તેથી, સ્ટ્રેસ લેવલને ઘટાડીને, ફિશ પોઝ શરીરમાં ROS( reactive oxygen species) સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો કે, શરીરમાં ફિશ પોઝ અને આરઓએસ સ્તરો વચ્ચેના સંબંધ અને વાળના વિકાસ સાથેના તેના જોડાણને સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે.”
છાતી, એબ્સ, હિપ ફ્લેક્સર્સ, ગરદન અને પીઠ સહિત તમારા શરીરનો આગળનો ભાગ ખુલવાથી પણ ફ્લેક્સિબિલિટી વધે છે. એક્સપર્ટે કહ્યું કે, “સુધારેલા રક્ત પરિભ્રમણને કારણે, તે પાચનમાં સુધારો કરે છે. તે કમ્યુનિકેશન અને સેલ્ફ-એક્સપ્રેશનમાં મદદ કરે છે, અને યાદ શક્તિ વધારવામાં મદદ કરે છે.”
આ રીતે કરો ફિશ પોઝ યોગ :
- પ્રથમ, તમારા પગને લંબાવીને તમારી પીઠ પર સૂઈને પ્રારંભ કરો.
- ત્યારબાદ, તમારા હાથને તમારા શરીરની બાજુઓથી એવી રીતે રાખો કે તમે તમારા હાથ અને હિલ્સમાં સમાન રીતે દબાવો.
- તમારી પીઠના ઉપરના ભાગને કમાન કરવા માટે તમારી છાતીને ઉંચી કરો. ખાતરી કરો કે, તમે તમારા ખભાના અને ઉપલા ધડને ફ્લોર પરથી ઉપાડો છો.
- ત્યારબાદ, તમારું માથું પાછું ખેંચો.
- ધીરે ધીરે, તમારા માથાને ફ્લોર પર લાવો.
આ પણ વાંચો: Morning Routine : સવારની દિનચર્યાની આ ખાસ 4 ટેવો જે આયુષ્ય લંબાવામાં થશે મદદગાર
શું ધ્યાનમાં રાખવું?
- આ પોઝને તમારી ક્ષમતા કરતા વધારે ન રાખો.
- તે મહત્વપૂર્ણ છે કે શરીરને ધીમે ધીમે નીચે લાવવામાં આવે અને હાથનો ઉપયોગ કરીને અંતિમ સ્થાનેથી ઉભું કરવામાં આવે. મુવમેન્ટ કન્ટ્રોલ અને કાળજી સાથે થવું જોઈએ કારણ કે તે કરોડરજ્જુને ઇજા પહોંચાડવી ખૂબ જ સરળ છે.
એક્સપર્ટ અનુસાર, મત્સ્યાસન ઘણા ભિન્નતાઓમાં હોય છે જેમ કે, પદ્માસનમાં પગને ફોલ્ડ કરવા, સીધા પગને જમીન પરથી સહેજ ઉંચા કરવા અથવા અંજલિ પોઝમાં હાથ રાખવાનો સમાવેશ થાય છે.
એક્સપર્ટ અનુસાર,હાઇ અથવા લૉ બ્લડ પ્રેશર, માઇગ્રેઇન્સ, અનિદ્રા અને પીઠ અથવા ગરદનની ગંભીર ઇજાઓ હોય તેઓએ મત્સ્યાસન કરવાનું ટાળવું વધુ સારું રહેશે.





