Health Tips : યોગથી કેટલી કેલરી બર્ન થઇ શકે છે? વજન ઘટાડવામાં અસરકારક છે?

Health Tips : યોગ કરતી વખતે બ્રિથિંગ એક્સરસાઈઝ, અલગ અલગ પોઝ અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસનો સમાવેશ થાય છે.આ બધું વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

Written by shivani chauhan
May 15, 2024 07:00 IST
Health Tips : યોગથી કેટલી કેલરી બર્ન થઇ શકે છે? વજન ઘટાડવામાં અસરકારક છે?
Does yoga burn calories : યોગથી કેટલી કેલરી બર્ન થઇ શકે છે? વજન ઘટાડવા અસરકારક છે? (Canva)

Health Tips : બદલાતી લાઇફસ્ટાઇલ (lifestyle), ખાવા પીવાની ખોટી આદતો ઉપરાંત બેઠાડુ જીવન અથવા કસરતનો અભાવએ વજન વધવામાં મોટેભાગે જવાબદાર છે. વજન વધવાથી પરેશાન લોકો જિમમાં વર્ક આઉટ કરે છે. તો ઘણા ઘરેજ યોગ (yoga) કે રનિંગ, વોકિંગ અને સાયકિલિંગ, એરોબિક્સ, ઝુમ્બા જેવી ફિઝિકલ એક્ટિવિટીઝથી વેઇટ કંટ્રોલ કરવાનો ટ્રાય કરે છે. યોગાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે, પરંતુ શું યોગ કેટલી કેલરી બર્ન કરી શકે છે? યોગ વેઇટ લોસ(weight loss) માં અસરકારક સાબિત થઇ શકે ખરી?

યોગ સેશન દરમિયાન બ્રિથિંગ એક્સરસાઈઝ, અલગ અલગ પોઝ અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસનો સમાવેશ થાય છે.આ બધું વેઇટ કંટ્રોલ કરવામાં પોઝિટિવ અસર કરે છે. ખાસ કરીને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. પરંતુ યોગ દરિમયાન બર્ન થતી કેલરીની માત્રા તમારી યોગ કરવાની સ્ટાઇલ પર ડીપેન્ડ કરે છે.

Does yoga burn calories
Does yoga burn calories : યોગથી કેટલી કેલરી બર્ન થઇ શકે છે? વજન ઘટાડવા અસરકારક છે? (Canva)

શું યોગ કેલરી અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે?

હા! યોગ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, પરંતુ તમે 60-90 મિનિટની તીવ્ર યોગ પ્રેક્ટિસથી 180 થી 460 જેટલી કેલરી બર્ન કરી શકો છો. યોગ એક્સપર્ટ કહે છે કે, ”એવરેજ સાઈઝ વ્યક્તિ તેની યોગ પ્રેક્ટિસની તીવ્રતા અને મેટાબોલિક રેટના આધારે, યોગના કલાકે લગભગ 150-400 કેલરી બર્ન શકે છે. જો કે, યાદ રાખો કે યોગ ન માત્ર કેલરી બર્ન કરે પરંતુ તે શારીરિક, માનસિક અને ભાવાત્મકતાનું જોડાણ છે.” 60-મિનિટનું યોગા સેશન 200-600 જેટલી કેલરી બર્ન કરી શકે છે, પરંતુ તે તમારા વજન અને યોગા પ્રેક્ટિસ પર આધાર રાખે છે.

પરંતુ કેટલી કેલરી બર્ન થશે તે ઘણા ફેક્ટર પર આધાર રાખી શકે છે. સૌથી અગત્યનું છે કે તમે કયા પ્રકારનો યોગ કરો છો. દાખલા તરીકે, કેલરી બર્ન કરવા માટે સવાસન કામ કરશે. જ્યારે હોટ યોગા કામ કરી શકે છે. અન્ય બાબતો, જેમ કે પ્રેક્ટિસ દરમિયાન તમે કેટલી તીવ્રતાથી યોગ કરો છો, તમારા શરીરનું વજન, યોગ કરવાનો સમયગાળો અને જેન્ડર યોગ કરતી વખતે બર્ન થતી કેલરીને સીધી અસર કરી શકે છે.

વિન્યાસા યોગ એ યોગનું સર્જનાત્મક સ્વરૂપ છે જ્યાં પોઝને ફ્લોમાં બ્રિથિંગ પ્રોસેસ પણ જોડાય છે. આ યોગ એરોબિક્સનું અનુકરણ કહી શકાય છે.અને કેલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે. જેટલી તીવ્રતા સાથે યોગ કરશો તેટલી નોંધપાત્ર માત્રામાં કેલરી બર્ન કરવાની શક્યતાઓ છે.

વેઇટ લોસ માટે યોગ કેવી રીતે અસરકારક છે?

યોગ તમારા સ્નાયુને ટોન કરવામાં મદદ કરે છે. યોગા ટ્રેનર કહે છે, કેલરી બર્ન કરવા માટે યોગ એ કસરતનું સૌથી અસરકારક સ્વરૂપ નથી. જો વજન ઘટાડવું તમારો ટાર્ગેટ છે, તો યોગ વિવિધ રીતે મદદ કરી શકે છે, પરંતુ સાથે તમારે બેલેન્સ્ડ ડાયટ લેવાની ભલામણ કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ