Health Tips: ઉનાળામાં દહીં ખાવાના ફાયદા, 4 બીમારીથી બચાવશે, જાણો ક્યારે અને કેવી રીતે સેવન કરવું?

Yogurt Benefits In Summer: દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે છે. દહીં થાક, ડિહાઇડ્રેશન, પેટની સમસ્યા મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ચાલો જાણીયે ઉનાળામાં દહીં ક્યારે અને કેવી રીતે ખાવું જોઇએ.

Yogurt Benefits In Summer: દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે છે. દહીં થાક, ડિહાઇડ્રેશન, પેટની સમસ્યા મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ચાલો જાણીયે ઉનાળામાં દહીં ક્યારે અને કેવી રીતે ખાવું જોઇએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
curd benefits | curd benefits in summer | Yogurt Benefits

Curd Benefits In Summer: ઉનાળામાં દહીં ખાવાથી શરીર ઠંડું રહે છે અને તાજગી અનુભવાય છે. (Photo: Freepik)

Yogurt Benefits In Summer: હવામાન બદલાતાં ખોરાક અને દિનચર્યામાં પણ પરિવર્તન આવે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો ખતરો રહે છે. ઉનાળામાં દહીંનું સેવન કરવાથી તાજગી તો મળે જ છે, સાથે સાથે તે અનેક રોગોને પણ મટાડે છે અને શરીરને પણ ઠંડુ રાખે છે. નિષ્ણાતોના મતે દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને ઉનાળામાં દહીંના સેવનથી થાક, ડિહાઇડ્રેશન, પેટની સમસ્યા મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Advertisment

દહીનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું?

રોજ એક વાટકી દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ અને પોષક તત્વોની વિપુલતા પાચનમાં સુધારો કરવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે, પરંતુ શું તમે તેને ખાવાનો યોગ્ય સમય જાણો છો? જો તમે સવારે બ્રેકફાસ્ટમાં દહીંનું સેવન કરશો તો તેનાથી તમને ઘણા ફાયદા થશે. ચાલો અમે તમને જણાવીએ કે સવારે નાસ્તામાં દહીં ખાવાથી શું અસર થાય છે? ડાયટિશિયન મનીષા ગોયલે દહીંના ફાયદા ગણાવ્યા છે.

દહીંના પોષકતત્વો

દહીંમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને ફાયદો પહોંચાડે છે. દહીંમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ખાંડ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર, સેલેનિયમ અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય દહીંમાં વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-બી6, વિટામિન-બી 12, વિટામિન-સી, વિટામિન-કે, વિટામિન-ડી પણ સારી માત્રામાં હોય છે.

હૃદય માટે ફાયદાકારક

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર દહીંનું સેવન કરવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. ખરેખર તો કોરોનરી હાર્ટ ડિસીઝને કારણે રક્તવાહિનીઓ સાંકડી અને કઠણ બની જાય છે. વાહિનીઓમાં જે પ્લેકનું પ્રમાણ વધે છે તેનાથી હૃદયરોગ, મેદસ્વીપણું અને એથરોસ્ક્લેરોસિસનું જોખમ વધી જાય છે.

Advertisment

પેટની સમસ્યામાં રાહત

દહીંમાં લેક્ટોબેસિલસ અને અન્ય પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. તે પાચન પ્રક્રિયામાં સુધારો કરે છે અને પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને કબજિયાતમાં રાહત આપે છે. ઉનાળામાં તાજા ફળ અથવા મધ સાથે દહીં ખાઓ. તેનાથી પાચન તંત્રમાં આરામ મળશે અને પેટ હળવું રહેશે.

ત્વચા માટે ફાયદાકારક

ગરમીમાં લાંબા સમય સુધી બહાર રહેવાથી ત્વચા પર સૂર્યપ્રકાશ અને પરસેવો થવાને કારણે ફોલ્લીઓ, સનબર્ન્સ અને ખીલ થઈ શકે છે. દહીંના સેવનથી ત્વચાને ઠંડી રાખવામાં મદદ મળે છે. દિવસમાં એક વાટકી દહીં ખાવ અથવા તો ચેહરા પર દહી લગાવીને 10-15 મિનિટ માટે રહેવા દો. તે ત્વચાને ઠંડક અને ભેજ પ્રદાન કરશે.

આ પણ વાંચો | ઉનાળાના ખાસ 5 ફળ, શરીરને ઠંડુ અને ઉર્જાવાન રાખશે

થાક અને ડિહાઇડ્રેશન

ઉનાળામાં શરીરને વધુ પાણીની જરૂર પડે છે તો ક્યારેક પાણીના અભાવે શરીર ડિહાઇડ્રેટ થઇ જાય છે. દહીંમાં વધારે માત્રામાં પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં છાશ કે લસ્સીના રૂપમાં દહીં પીવાથી શરીરને ઠંડક મળે છે અને ડિહાઇડ્રેશનનો ખતરો ઓછો થાય છે.

ઉનાળો જીવનશૈલી health tips