છત્તીસગઢ રાજ્યના દંતેવાડામાં નક્સલવાદી હુમલો, IED બ્લાસ્ટમાં 11 જવાન શહીદ

Maoist attack in Chhattisgarh : ડીઆરજીની ટીમ તેમના હેડક્વાર્ટરમાં વાહનમાં પરત ફરી રહી હતી ત્યારે અરનપુર રોડ પર લગાવવામાં આવેલ આઈઈડી બ્લાસ્ટ થયો હતો

Written by Ashish Goyal
Updated : April 28, 2023 14:20 IST
છત્તીસગઢ રાજ્યના દંતેવાડામાં નક્સલવાદી હુમલો, IED બ્લાસ્ટમાં 11 જવાન શહીદ
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદી હુમલો (પ્રતિકાત્મક તસવીર)

Maoist attack in Dantewada Chhattisgarh : બુધવારે છત્તીસગઢના દંતેવાડામાં મોટો માઓવાદી હુમલા થયો છે. આઈડી બ્લાસ્ટમાં 11 જવાન શહીદ થયા છે. આ ઘટના દક્ષિણ છત્તીસગઢના દંતેવાડાના અરનપુર વિસ્તારમાં બની હતી. શહીદ થયેલા સુરક્ષાકર્મીઓ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના સદસ્યો છે, જે રાજ્યમાં નક્સલ વિરોધી કામગીરી કરવા માટે રચાયેલ દળ છે.

અરનપુરમાં માઓવાદીઓની હાજરી અંગેની બાતમી મળી હતી. જેથી ડીઆરજીની એક ટીમ નક્સલ વિરોધી કામગીરી કરવા માટે રવાના થઈ હતી. ટીમ તેમના હેડક્વાર્ટરમાં વાહનમાં પરત ફરી રહી હતી ત્યારે અરનપુર રોડ પર લગાવવામાં આવેલ આઈઈડી બ્લાસ્ટ થયો હતો. જેમાં 11 જવાનો શહીદ થયા હતા. આઈઈડી નક્સલીઓએ પ્લાન્ટ કર્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે આ હુમલા પછી પોલીસે નક્સલીઓને ઘેરી લીધા છે. વધારે ફોર્સ બોલાવવામાં આવી છે.

દંતેવાડામાં સુરક્ષાકર્મીઓ પર નક્સલીઓના હુમલા મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે અમારી પાસે આવી સૂચના છે. આ ઘણું દુખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. આ લડાઇ તેા અંતિમ ચરણમાં છે. અમે યોજનાબદ્ધ રીતે નક્સલવાદને ખતમ કરીશું. નક્સલીઓને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી 2023 : મુસ્લિમ અનામત ક્વોટા કેટલો છે? બોમાઈ સરકારનું 4, 13 અને 32નું ગણિત સમજો

શહીદ થયેલા જવાનોમાં 10 ડીઆરજીના જવાન અને એક ડ્રાઇવર છે. બ્લાસ્ટ પછી વિસ્તારને સીલ કરી દીધો છે. દંતેવાડાથી ડીઆરજી દળ નક્સલ વિરોધી અભિયાન માટે અરનપુર ગયા હતા. તલાશી અભિયાન પછી બધા જવાન પરત પરી રહ્યા હતા ત્યારે માઓવાદીઓએ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો.

અમિત શાહે સીએમ બઘેલ સાથે વાતચીત કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે વાત કરીને દંતેવાડા જિલ્લાના અરનપુર પાસે નક્સલી હુમલામાં વીરગતી પ્રાપ્ત થયેલા 10 ડીઆરજી (જિલ્લા રિઝર્વ ગાર્ડ) જવાનોની જાણકારી લીધી હતી. તેમણે સીએમ ભૂપેશ બઘેલને દરેક સંભવ મદદની ખાતરી આપી છે.

આઈજી બસ્તર પી સુંદજરરાજે આ વિશે જાણકારી આપતા કહ્યું કે અમે એક સૂચના પર અભિયાન ચલાવ્યું હતું. અભિયાન પુરું કર્યા પછી ટીમ જ્યારે પાછી ફરી રહી હતી ત્યારે વાહન આઈઈડીની ચપેટમાં આવ્યું હતું. વાહનમાં 10 ડીઆઈજી જવાન અને એક વાહન ચાલક હતા. શહીદ જવાનોના શવને પરત લાવવામાં આવી રહ્યા છે. સ્થળ પર વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ