15 August India Independence Day 2025 : ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. વર્ષ 1947માં 15 ઓગસ્ટે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું હતું. 15 ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પર દેશના વડાપ્રધાન ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવી સલામી આપે છે. હવામાં ઉંચો ફરકતો ત્રિરંગો જોઇ દરેક ભારતીયની છાતી ગદગદતી થઇ જાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા અને સમાનતાનું પ્રતિક છે. શું તમને ખબર છે ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી છે? સૌથી લાંબો ત્રિરંગો ક્યારે ફરકે છે? ચાલો જાણીયે ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગા વિશે 10 રસપ્રદ વાતો
ભારતના રાષ્ટ્રધ્વજમાં ક્યા 3 રંગ છે?
ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો એક હોરિઝેન્ટલ એટલે કે આડી ડિઝાઇન ધરાવે છે. ત્રિરંગામાં સૌથી ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે લીલો રંગ છે. રાષ્ટ્રધ્વજની પહોંળાઇ અને લંબાઇનો ગુણોત્તર 3:2 है।
ત્રિરંગાના 3 રંગ અને અશોક ચક્ર શેનું પ્રતિક છે?
ત્રિરંગ 3 કલર વિશેષ મહત્વ દર્શાવે છે. કેસરી રંગ સાહસ, ત્યાગ અને બલિદાનને દર્શાવે છે. સફેદ રંગ સત્ય, શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે. તો લીલો રંગ જીવન, ખેતી અને સમૃદ્ધિનું પ્રતિક છે. રાષ્ટ્રધ્વજના સફેદ રંગના પટ્ટાની મધ્યમમાં અશોક ચક્ર છે, જે પ્રગતિ, વૃદ્ધિ અને ગતિનું પ્રતિક છે. અશોક ચક્રમાં 24 આરા છે.
ત્રિરંગા ક્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ બન્યો?
ભારતના રાષ્ટ્રધ્વજના વર્તમાન સ્વરૂપને 22 જુલાઇ, 1947ના રોજ સંવિધાન સભાની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો હતો. આ સાથે ત્રિરંગા ભારતનો સત્તાવાર રાષ્ટ્રધ્વજ બન્યો છે.
સૌથી મોટો ત્રિરંગો ક્યા ફરકે છે?
સૌથી મોટો ત્રિરંગો ભારત પાકિસ્તાન વચ્ચે અટારી વાઘા બોર્ડર પર ફરકે છે. આ ત્રિરંગો 360 ફૂટ કે 110 મીટર ઊંચો છે, જે વર્ષ 2017માં તત્કાલીન પંજાબ મંત્રી અનિલ જોશી દ્વારા અહીં ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ 24 મીટર પહોળો અને 55 ટન વજનનો છે!
ત્રિરંગો ફરકાવવો નાગરિક અધિકાર
સુપ્રીમ કોર્ટે 2002માં સંવિધાનની કલમ 19 (i) (a) હેઠળ ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવવો દરેક ભારતીય નાગરિકનો મૌલિક અધિકાર જાહેર કર્યો હતો.
ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી?
ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની ડિઝાઇન પિંગલી વેંકૈયા એ તૈયાર કરી હતી. તેઓ ભારતના સ્વતંત્રતા સેનાની હતી.
રાષ્ટ્રધ્વજ ત્રિરંગા કોણ બનાવે છે?
ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું ઉત્પાદન કરવાનો અધિકાર કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ (ફેડરેશન) એટલે કે KKGSS પાસે છે.
રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ક્યારે ફરકાવાય છે?
દેશમાં ક્યારે કોઇ પ્રખ્યાત નેતા કે વ્યક્તિનું નિધન થાય છે, ત્યારે સમ્માન અન દુઃખના પ્રતિક તરીકે ભારતનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.
ત્રિરંગા ક્યા કાપડ માંથી બને છે?
ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા ખાદી કે હાથવણાટના કાપડ માંથી બનાવવામાં આવે છે.
આ પણ વાંચો | ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ તારીખ કેમ પસંદ કરવામાં આવી? જાણો રસપ્રદ તથ્યો
ત્રિરંગો ફાટી જાય તો શું કરવું?
ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું અપમાન કરવું સજા પાત્ર અપરાધ છે. જો ત્રિરંગો ફાટી જાય તો નિયમ મુજબ નિકાલ કરવો જોઇએ. ત્રિરંગો ફાટી જાય તો નિયમ મુજબ સમ્માનપૂર્વક બાળીને કે જમીનમાં દફનાવી નિકાલ કરવામાં આવે છે.





