ચમોલીમાં નમામિ ગંગે પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, કરંટ લાગવાથી 15 લોકોના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

Namami Gange project : આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, ઇજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઇમ્સ લઈ જવામાં આવ્યા

Namami Gange project : આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, ઇજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઇમ્સ લઈ જવામાં આવ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Chamoli | Uttarakhand | Namami Gange project

બુધવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામિ ગંગે પ્રોજેક્ટ નજીક એસટીપી પ્લાન્ટમાં કરંટ લાગ્યો હતો (ANI)

transformer explosion in Chamoli Uttarakhand : બુધવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામિ ગંગે પ્રોજેક્ટ નજીક એસટીપી પ્લાન્ટમાં કરંટ લાગ્યો હતો. કરંટના કારણે ઓછામાં ઓછા 15 લોકોનાં મોત નીપજ્યાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોતનો આંકડો હજુ વધી શકે છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટનાના મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

Advertisment

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) વી મુરુગેશને ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ચમોલી શહેરમાં કરંટ લાગવાના કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. રેલિંગ પર કરંટ ફેલાવાના કારણે હાજર લોકોને તેની ઝપેટમાં આવી ગયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે.

કરંટ ફેલાયા બાદ ફરી અકસ્માત સર્જાયો હતો

ચમોલી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એન.કે.જોશીએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ અગાઉ મંગળવારે રાત્રે આ પ્રોજેક્ટમાં કામ કરતા એક વ્યક્તિનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. તેમણે કહ્યું કે આ જ મૃતકના પંચનામા દરમિયાન તે જ સ્થળે ફરી કરંટ પ્રસર્યો હતો અને સ્થળ પર જ પ્રશાસન અને પોલીસ કર્મચારીઓની સાથે કેટલાક લોકો પણ તેની ચપેટમાં આવી ગયા હતા. ઇજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઇમ્સ લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો - બેંગલુરુમાં બોમ્બ બ્લાસ્ટની તૈયારીઓ! 5 શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ, બોમ્બની સામગ્રી સહિત હથિયારો જપ્ત

Advertisment

કરંટ લાગવાથી કેરટેકરનું મોત

ચમોલી પાવર કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેર અમિત સક્સેનાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે ત્રીજો ફેઝ ડાઉન થયો હતો. આ પછી બુધવારે સવારે તેમનો જોડવામાં આવ્યો હતો. ફેઝ જોડ્યા પછી સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અચાનક કરંટ લાગ્યો હતો.

ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે રાત્રે સ્થળ પર રહેતા કેરટેકરનો ફોન સવારે લાગતો ન હતો, જે બાદ પરિવારજનોએ સ્થળ પર આવીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે કેરટેકરનું કરંટ લાગવાથી મોત થયું છે. જે પછી પરિવાર સાથે ઘણા ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન ફરી કરંટ ફેલાયો અને ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાના ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. સીએમે કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. જિલ્લા પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઇજાગ્રસ્તોને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સ ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ન્યાયિક તપાસ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ ઉત્તરાખંડ દેશ