દિપ્તિમાન તિવારી : જેવી રીતે 9/11ની ઘટનાએ પશ્ચિમી દેશોને વૈશ્વિક આતંકવાદના ખતરા સામે હલાવી દીધા હતા. એ જ રીતે મુંબઈ પર 26/11ના હુમલાએ ભારતને એ સ્વીકારના મજબુર કર્યું કે તેને તેના પાડોશી (પાકિસ્તાન) તરફથી કેટવો મોટો ખતરો છે. સાથે જ આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત કેટલું ઓછું તૈયાર છે તેનો પણ ખુલાસો થયો હતો. લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ જે રીતે સરળતાથી કરાચીથી મુંબઈ સુધી અરબી સમુદ્રમાં પાર કરીને ચાર દિવસ સુધી શહેરમાં કત્લેઆમ કરતા રહ્યા, તેનાથી ભારતની સમુદ્રી સુરક્ષામાં રહેલી ખામીઓ બહાર આવી હતી.
હુમલા બાદ તરત જ સરકાર દ્વારા સુરક્ષા મોરચે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં દરિયાઈ સુરક્ષાને વધુ ચુસ્ત બનાવવી, ઈન્ટેલિજન્સ ગ્રીડમાં રહેલી ખામીઓને ઠીક કરવી, આતંકવાદને પહોંચી વળવા માટે કાયદાકીય માળખાને મજબૂત કરવું અને આતંકી કેસોની તપાસ માટે ખાસ એજન્સીઓની રચના કરવી વગેરેનો સમાવેશ થાય છે.
દરિયાઇ સુરક્ષામાં શું સુધારો થયો છે?
26/11 બાદ દરિયાઈ સુરક્ષાનો સંપૂર્ણ હવાલો ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યો હતો. ભારતીય તટરક્ષક દળને પ્રાદેશિક જળની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમણે સાથે મળીને સેંકડો નવા મરીન પોલીસ સ્ટેશનો સાથે મળીને કામ કરવાનું હતું. સરકારે 20 મીટરથી લાંબા તમામ જહાજો માટે જહાજની સરળ ઓળખ અને અન્ય માહિતી માટે ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (એઆઇએસ) રાખવી ફરજિયાત કરી દીધી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ 300 ટનથી વધુ વજનવાળા કોઈપણ જહાજ માટે એઆઈએસ ફરજિયાત છે.
ઇન્ટેલિજન્સ જાણકારી મેળવતી એજન્સીઓએ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું
26/11 પછી, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના મલ્ટિ એજન્સી સેન્ટર (એમએસી) ને મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનું પ્રાથમિક કામ કેન્દ્રીય એજન્સીઓ, સશસ્ત્ર દળો અને રાજ્ય પોલીસ વચ્ચે યોગ્ય ગુપ્તચર વહેંચણી સુનિશ્ચિત કરવાનું છે. નિષ્ક્રિય થઈ ગયેલી સહાયક એમ.એ.સી. ને ફરીથી સક્રિય કરવામાં આવી. માહિતીનું રિઅલ ટાઇમ આદાનપ્રદાન અને વિશ્લેષણ માટે નિયમિત બેઠકો ફરજિયાત બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો – 26/11 પછી ભાજપે પોતાની વ્યૂહરચના બદલી, આ રીતે દેશમાં આતંકવાદી હુમલાઓ પર UPAની ખામીઓને દૂર કરી
એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારી કહે છે આ બેઠકોને હવે રોજબરોજના કામમાં સામેલ કરવામાં આવી છે. તેના ચાર્ટરનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. આ બેઠક હવે માહિતીના આદાન-પ્રદાન પૂરતી મર્યાદિત નથી રહી, તેમાં ઘણા વિષયો પર પણ ચર્ચા પણ થાય છે.
કાયદામાં ફેરફાર: યુએપીએ અને એનઆઈએ એક્ટ
આતંકવાદની વ્યાખ્યાને વિસ્તૃત કરવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) માં સુધારો કરવામાં આવ્યો હતો. જ્યારે દેશની પહેલી ફેડરલ તપાસ એજન્સી બનાવવા માટે સંસદ દ્વારા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો 26/11નો હુમલા ન થયા હોત તો એક કાયદો જે કેન્દ્રીય એજન્સીને કોઈ પણ રાજ્યમાં કોઈ પણ આતંકવાદી કેસની આપમેળે નોંધ લેવાની સત્તા આપે છે, તેને ક્યારેય તમામ પક્ષોનો ટેકો મળ્યો ન હોત. કારણ કે તે સ્પષ્ટપણે પુલિસિંગની વર્તમાન સિસ્ટમનું ઉલ્લંઘન કરે છે. પરંતુ તે સમયે દબાણ એટલું હતું કે બધા ભેગા થઈ ગયા હતા. આવો જ અન્ય એક પ્રોજેક્ટ હતો નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર, જેની શરૂઆત તત્કાલીન યુપીએ સરકારે કરી હતી. પરંતુ બધાની સંમતિના અભાવે તે પૂરી થઈ શકી ન હતી.
પોલીસ દળોના આધુનિકીકરણ પર ભાર મુકવામાં આવ્યો
હુમલા દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ અને જવાનોએ દાખવેલી બહાદુરી છતાં સ્થાનિક પોલીસની નિષ્ફળતાનો બહાર આવી હતી. કેન્દ્રએ રાજ્ય પોલીસ દળોના આધુનિકીકરણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને તેમના પોલીસ સ્ટેશનોને અત્યાધુનિક બનાવવા, આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા, આતંકવાદ સહિત આધુનિક પોલીસતંત્રના પડકારોનો સામનો કરવા માટે તેમના પોલીસ કર્મચારીઓને તાલીમ આપવા અને તેમને વધુ સારા શસ્ત્રો આપવા માટે વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તમામ પોલીસ દળો વચ્ચે ક્રેક કમાન્ડોની ટીમો બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેશભરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ના ચાર પ્રાદેશિક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા.
હજુ પણ કેટલીક ખામીઓ
આ સફળતાઓ છતાં સુરક્ષા ગ્રીડમાં કેટલીક ખામીઓ પણ છે. સતત રાજકીય હસ્તક્ષેપને કારણે રાજ્ય પોલીસ દળમાં હજી પણ સંસાધનો અને તાલીમનો અભાવ છે. જ્યાં સુધી દરિયાઇ સુરક્ષાની વાત છે, ત્યાં સુધી એઆઇએસ સિગ્નલ ન મોકલનારા જહાજોને ટ્રેક કરવા માટે મર્યાદિત વિકલ્પો છે. આ સિવાય ભારતના ઘણા નાના શિપિંગ જહાજોમાં કોઈ ટ્રાન્સપોન્ડર્સ નથી. સુરક્ષા સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં 2.9 લાખ ફિશિંગ બોટમાંથી લગભગ 60 ટકા બોટ 20 મીટરથી નાની છે અને તેમાંથી મોટાભાગની ટ્રાન્સપોન્ડર્સ વિનાની છે.





