Militant Attack in Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં રવિવારે આતંકી હુમલો થયો છે. પોલીસના મતે આ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના પછી સેના અને પોલીસકર્મીઓએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. જમ્મુના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે રાજૌરીના ઉપરી ડાંગરી ગામમાં લગભગ 50 મીટર દૂર 3 ઘરોમાં ગોળીબારીની ઘટના થઇ છે. ઘટના પછી વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ઇજાગ્રસ્તોના શરીર પર ગોળીઓના નિશાન, હોસ્પિટલમાં ભરતી
રાજૌરીમાં ચિકિત્સા અધીક્ષક ડો. મહમૂદે જાણકારી આપી કે રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં 2 લોકોના જીવ ગયા છે. જ્યારે 7 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. પોલીસ અને જિલ્લા પ્રશાસન સ્થળ પર પહોંચી ગયા છે. ડો. મદમૂદે કહ્યું કે ઇજાગ્રસ્તોના શરીર પર ગોળીઓના ઘણા નિશાન છે.
આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે શેર કરી પોતાના પરમાણુ કેન્દ્રની યાદી, જંગમાં પણ નહી થાય આ સ્થળો પર હુમલો
શ્રીનગરમાં આતંકવાદીઓએ CRPFના બંકર પર ગ્રેનેડ ફેંક્યો
બીજી ઘટના શ્રીનગરમાં સામે આવી છે. જ્યાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો, જે સડક કિનારે ફાટ્યો હતો. જેમાં એક નાગરિક ઇજાગ્રસ્ત થયો છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
અધિકારીઓના મતે આ ઘટના શ્રીનગરના હલવલ વિસ્તારમાં થઇ છે. આતંકવાદીઓએ 7.45 કલાકે મિર્ઝા કામિલ ચોક પાસે સીઆરપીએફના એક બંકર તરફ ગ્રેનેડ ફેંક્યો હતો. જે રસ્તાના કિનારે ફાટી ગયો હતો. અધિકારીઓએ કહ્યું કે હબક નિવાસી સમીર અહમદ મલ્લા વિસ્ફોટમાં નજીવી રીતે ઇજાગ્રસ્ત થયો છે.