Leap Year 2024 : લીપ વર્ષ એટલે શું? જાણો કેમ ફેબ્રુઆરીમાં એક દિવસ વધુ ઉમેરાય છે

Leap Year : 365 દિવસની સરખામણીમાં લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. આ સમય દરમિયાન વર્ષના સૌથી ટૂંકા મહિના ફેબ્રુઆરીમાં 29 ફેબ્રુઆરી તરીકે એક દિવસ વધુ ઉમેરાય છે.

Written by Ashish Goyal
January 02, 2024 18:50 IST
Leap Year 2024 : લીપ વર્ષ એટલે શું? જાણો કેમ ફેબ્રુઆરીમાં એક દિવસ વધુ ઉમેરાય છે
2024 એ લીપ વર્ષ છે (Photo: Wikimedia Commons)

Leap Year 2024 : નવા વર્ષના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારે રહેશે. આ બતાવે છે કે 2024 એ લીપ વર્ષ છે. તે સામાન્ય રીતે દરેકને ખબર છે કે દર ચાર વર્ષે લીપ વર્ષ હોય છે. સામાન્ય રીતે 365 દિવસની સરખામણીમાં લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. આ સમય દરમિયાન વર્ષના સૌથી ટૂંકા મહિના ફેબ્રુઆરીમાં 29 ફેબ્રુઆરીના રૂપમાં એક દિવસ વધુ ઉમેરાય છે.

લીપ વર્ષ એટલે શું?

સોલર કેલેન્ડરમાં એક વર્ષ સૂર્યની આસપાસ પૃથ્વી દ્વારા બનાવવામાં આવેલી એક ભ્રમણકક્ષાનો ઉલ્લેખ કરે છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડ લાગે છે. આમ સામાન્ય વર્ષનો સમયગાળો 365 દિવસનો થઈ જાય છે. વધારાના સમયને ધ્યાનમાં રાખીને પૃથ્વી છ કલાક વધુ પરિભ્રમણ કરે છે, તેથી ચાર વર્ષમાં તે 24 કલાકની થઈ જાય છે. 24 કલાક એટલે એક આખો દિવસ. તેથી દર ચાર વર્ષે વધુ એક દિવસ ઉમેરવામાં આવે છે. જો આમ કરવામાં ન આવ્યું હોત તો પાક ચક્ર અને ઋતુઓ ધીમે ધીમે વર્ષના જુદા જુદા સમયે આવવા લાગ્યા હોત, જેના કારણે મૂંઝવણ ઊભી થઈ હોત.

લીપ યર ક્યારે શરૂ થયું હતું?

લીપ યરની શરૂઆત 46 ઇસા પૂર્વેમાં જુલિયસ સીઝર દ્વારા નિયુક્ત વિદ્વાનો દ્વારા લીપ યરની શરૂઆત કરવામાં આવી હતી અને 12મી ઇસવીસનથી વધુ સચોટ બનાવવામાં આવી હતી. જુલિયન કેલેન્ડરમાં એક વર્ષ હતું જે સામાન્ય રીતે 365 દિવસ લાંબું હતું, જેમાં દર ચાર વર્ષે એક વખત 366મો દિવસ ઉમેરવામાં આવતો હતો. રોયલ મ્યુઝિયમ ગ્રીનવિચની વેબસાઇટ અનુસાર ઇસ્લામિક કેલેન્ડર અલ-હિજરામાં લીપ યરના 12મા મહિના ઝુલ હિજ્જામાં પણ વધુ એક દિવસ જોડવામાં આવે છે. જોકે આ પ્રક્રિયા પણ ચોક્કસ ન હતી, કારણ કે માપવા માટે ઉપયોગમાં લેવાતા છ કલાક હજુ પણ વાસ્તવિક 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડથી અલગ હતા, જેના કારણે કેલેન્ડર વર્ષ સોલર વર્ષની સરખામણીમાં થોડો લાંબો થઇ જાય છે.

આ પણ વાંચો – Hemant Soren : શું પત્નીને મુખ્યમંત્રી બનાવશે હેમંત સોરેન? બુધવારે ઝારખંડમાં ધારાસભ્ય દળની બેઠક

આમ 16મી સદીમાં એવી ગણતરી કરવામાં આવી હતી કે ત્યાં સુધીના કેલેન્ડર વર્ષોમાં 10 વધારાના દિવસો થઇ ગયા હતા. 1582માં, પોપ ગ્રેગરી XIIIએ કેલેન્ડરમાંથી 10 દિવસ કાઢીને જંગી વળતર આપવાનો આદેશ આપ્યો હતો અને તે વર્ષે 4 ઓક્ટોબર પછી બીજા દિવસે 15 ઓક્ટોબર કરી દેવામાં આવી હતી.

શા માટે દર ચાર વર્ષે લીપ વર્ષ થતું નથી?

પોપ ગ્રેગરી XIIIની એક વખતની ક્રિયા સ્પષ્ટ પણે આ સમસ્યાના ઉકેલ માટે પૂરતી ન હતી. આમ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વધારાના દિવસનું સંચાલન કરવા માટે કેટલાક લીપ વર્ષને (લગભગ દરેક સદીમાં એક લીપ વર્ષ) દૂર કરવામાં આવશે. આ માટે તે વર્ષો પસંદ કરવામાં આવ્યા હતા જે 00 પર સમાપ્ત થતા હતા.

જોકે 00 પર સમાપ્ત થતા તમામ વર્ષોમાંથી લીપ યરને દૂર કરવાથી ફરીથી ગણતરીમાં ગડબડ થશે. છેવટે ગ્રેગોરિયન કેલેન્ડરના 00 વર્ષ કે જેને 400થી ડિવાઇડ થઇ શકતા હતા તે લીપ વર્ષના રૂપમાં ખતમ થઇ ગયા. આમ 1900એ એક લીપ વર્ષ ન હતું પણ વર્ષ 2000 હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ