24th Kargil Vijay Diwas : આજથી 24 વર્ષ પહેલા 26 જુલાઈ 1999માં જ્યારે કારગિલ ઉપર સીમાપારના દુશ્મન સેનાએ ભારતીય સેનાએ ભગાડીને ઓપરેશન વિજયમાં સફળતા મળવી હતી. કારગિલની દુર્ગમ ચોટીઓ ઉપર ભારતીય ધ્વજ તિંરગાને લહેરાવ્યો હતો. ત્યારે દરેક ભારતીયોનું માંથુ ગર્વથી પોતાના વીજ જવાનોને જોઈને સમ્માનથી ઊંચું થયું હતું. આ યુદ્ધમાં આપણા બહાદુર જવાનોએ દુશ્મન દેશના અગણિત સૌનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બચ્યા હતા તે ઘાયલ અથવા ડરીને ભાગી ગયા હતા.
પીસ પોસ્ટિંગથી સીધા કારગીલ તરફ કૂચ
આ યુદ્ધમાં જે બહાદુર જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું તેમાંથી એક કેપ્ટન મનોજ પાંડે પણ હતા. ભારતીય સૈનિક યુદ્ધ શરુ થયાના પહેલા સિયાચીનની પહાડીઓ પર પોતાની ત્રણ મહિનાની ડ્યૂટી પુરી કરીને પીસ પોસ્ટિંગ પર જવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક યુદ્ધ શરુ થવાની સૂચના મળી હતી. સૈનિકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેઓ પુણે ન જઇને કારગિલ તરફ વધે. ત્યારબાદ કેપ્ટન મનોજ કુમાર પાંડે સહિત ભારતીય સેનાના તમામ જવાન દુશ્મનોથી બે-બે હાથ કરવા માટે ઝડપથી આગળ વધ્યા હતા.
પડકારો સામે લડવાનું હતું ઝનૂન
ગોરખા રાઇફલ્સની પહેલી બટાલિયનના કેપ્ટન મનોજ કુમાર પાંડે હંમેશા પડકારો સામે લડવા ટેવાયેલા હતા. તેઓ ખુદ આગળ વધીને સાથીઓની સાથે કારગીલ તરફ ચાલી નીકળ્યા હતા. કેપ્ટન મનોજ કુમાર પાંડે ઓપરેશન વિજય દરમિયાન સાહસપૂર્વ નેતૃત્વ વાળા હુમલાઓની એક શ્રૃંખલામાં ભાગ લીધો અને 11 જૂન 1999એ બટાલિક સેક્ટરથી ઘૂસણખોરોને પાછા ભગાડી દીધા હતા. તેમના નેતૃત્વમાં 3 જુલાઈ 1999ની સવારે જૌબાર ટોપ અને ખાલૂબાર પર કબ્જો કરી લીધો હતો.
કારગીલની જંગે ભારતીય સરજમી પર લડવામાં આવેલું અત્યાર સુધીનો સૌથી મોટો મુકાબલા પૈકી એક માનવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતના સૈંકડો બહાદુર સૈનિકો વિરગતીએ પામ્યા હતા. જેમાં અનુજ નાયર, વિક્રમ બત્રા અને કેપ્ટન મનોજ પાંડે જેવા વીર સિપાહી પણ સામેલ હતા. આ સિપાહીઓએ ગોળીઓ વાગવા છતાં ઘૂસણખોરોને ભારે ટક્કર આપી અને દરેક મોર્ચા પર જી મેળવી હતી.
દુશ્મન કેપ્ટન મનોજ કુમાર પાંડેનો કંઈ બગાડી શક્યા નહીં. કેપ્ટન મનોજે પહાડની ચોટી પર પોતાને થયેલી ઇજાઓના કારણે દમ તોડી દીધો હતો. ભારત સરકારે તેમને પરમવીર ચક્રથી સમ્માનિત કર્યા હતા. તેમણે ખાલૂબારની ચોટી પર કબ્જો કર્યો હતો. આ ચોટી પર તિરંગો ફરકાવવાને લઇને તેમણે પોતાની કુરબાની આપી હતી.
દેશની રક્ષા કરવાનું હતું સપનું
કેપ્ટન મનોજ પાંડેનો જન્મ યુપીના સીતાપુરના કમલાપુરમાં 25 જૂન 1975ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ગોપીચંદ્ર પાંડે હતું. પોતાના બાળપણથી કેપ્ટન મનોજ પાંડે પોતાની માતા પાસેથી વીરોની કહાનીઓ સાંભળતા હતા. આ જ કહાનીઓએ તેમને પોતાના મનમાં સેનામાં જવાની ભાવનાને મજબૂત બનાવી દીધી હતી.
મનોજનું શિક્ષણ લખનૌની સૈનિક સ્કૂલમાં થયું હતું. જ્યાં તેમણે અનુશાસન અને દેશપ્રેમના પાઠ શીખ્યા હતા. ઇન્ટરનો અભ્યાસ પુરો કર્યા બાદ મનોજે પ્રતિયોગી પરીક્ષા પાસ કરીને પુણે પાસેના ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય રક્ષા એકેડમીમાં પ્રવેસ મેળવ્યો હતો.
“તો હું મોતને જ મારી નાંખીશ”
કારગિલ યુદ્ધ ભારત માટે ખૂબ જ તણાવ ભરી સ્થિતિમાં હતી. દરેક સૈનિકોએ પોતાની સત્તાવાર રજાઓ રદ્દ કરી દીધી હતી. માત્ર 24 વર્ષના કેપ્ટન મનોજ પાંડેને ઓપરેશન વિજન દરમિાયન જૌબાર ટોપ પર કબજો કરવાની જવાબદારી આપવામાં આવી હતી. હાડથીજવી દેનારી ઠંડી અને થકાવી દેનારા યુદ્ધ છતાં કેપ્ટન મનોજ કુમાર પાંડેની હિંમતે જવાબ આપ્યો ન્હોતો. યુદ્ધ વચ્ચે પણ તે પોતાના વિચારો પોતાની ડાયરીમાં લખ્યા કરતા હતા. જો મોત મારા શૌર્ય સાબિત થયા પહેલા મારા પર હુમલો કરે તો હું પોતાના મોતને પણ મારી નાંખીશ.
કેપ્ટન મનોજ પાંડે બળપણથી જ માતા પાસેથી વીરોની કહાનીઓ સાંભળતા હતા. સેવા પસંદગી બોર્ડના તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તમે સેનામાં કેમ સામેલ થવા માંગો છો ત્યારે મનોજે કહ્યું હતું કે હું પરમવીર ચ્કર જીતવા માંગું છું. મનોજ પાંડેને માત્ર સેનામાં જ ભરતી માટે નહીં પરંતુ 1-11 ગોરખા રાયફલમાં પણ કમિશન આપવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવેલા તેમના દરેક શબ્દ સાચા સાબિત થયા. તેમણએ કારગિલ યુદ્ધમાં પોતાની વીરતાને સાબિત કરવા માટે ભારતના સર્વોચ્ચ સમ્માન પરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યું.
ચાર દુશ્મન સૌનિકોને ઉતાર્યા મોતને ઘાટ
ત્રણ જુલાઇ 1999ના રોજ કેપ્ટન મનોજ પાંડેની જિંદગીનો સૌથી ઐતિહાસિક દિવસ હતો. હાડકંપાવી નાંખનારી ઠંડીમાં તેમણે ખાલૂબાર ચોટીને દુશ્મનોથી આઝાદ કરાવવાની જવાબદારી ઉઠાવી હતી. તેમણે દુશ્મનોને ડાબી તરફથી ઘેરી લીધા હતા. જ્યારે બાકીની ટુકડી જમણી તરફથી દુશ્મનોને ઘેરવાની હતી. તેઓ દુશ્મન સૈનિકો પર ચિત્તાની જેમ તૂટી પડ્યા હતા. તેમણે ચાર સૈનિકોના જીવ લીધા હતા અને આ લડાઈ હાથોથી લડવામાં આવી હતી.
આ આખા અભિયાનમાં તેમને ખભા અને ઘૂંટણ પર ઇજાઓ થઈ હતી. ઇજાઓ છતાં તેમણે પીછેહટ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ઘાયલ હાલતમાં તેઓ પોતાના સૈનિકોને લડવા માટે હિંમત આપી રહ્યા હતા. તેમણે પોતાની ગોળીઓ અને ગ્રેનેડ હુમલાઓથી દુશ્મનોના બધા બંકરો તબાહ કરી દીધા હતા. હુમલાઓમાં થયેલી ઇજા તેમના જીવ પર ભારે પડી હતી. કેપ્ટન મનોજ પાંડેએ ખાલૂબાર ચોટી ઉપર જ શૌર્ય પ્રાપ્ત કર્યું હતું.