coromandel Express Derails : ક્યારે અટકશે આ ટ્રેન દુર્ઘટના! 23 વર્ષમાં હજારથી વધારે લોકોના મોત, સરકાર બદલાઈ હકીકત નહીં

big train accident in India : દેશમાં છેલ્લા 23 વર્ષોમાં 1000થી વધારે લોકોના મોત ટ્રેન દુર્ઘટનામાં થયા છે. માત્ર મોતનો આંકડો બદલાયો છે પરંતુ તંત્રની બેદરકારી સમાનરૂપથી જોવા મળી રહી છે.

Written by Ankit Patel
June 03, 2023 08:34 IST
coromandel Express Derails : ક્યારે અટકશે આ ટ્રેન દુર્ઘટના! 23 વર્ષમાં હજારથી વધારે લોકોના મોત, સરકાર બદલાઈ હકીકત નહીં
ટ્રેન અકસ્માત (photo credit ANI)

coromandel Express derails : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. અહીં કોરોમાંડલ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર થઇ છે. અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધારે ઘાયલ થયા છે. જોકે આ કોઈ પહેલીવાર નથી જ્યારે દેશમાં મોટી દુર્ઘટના થઈ હોય. છેલ્લા કેટલાક વર્ષને છોડ્યા બાદ મોટી રેલવે દુર્ઘટના આ દેશનું કડવું સત્ય છે. આ વાત કોઈનાથી છૂપાયેલી નથી. રેલવે દુર્ઘટનાઓમાં હજારો લોકોના જીવ ગયા છે.

એક સંખ્યામાં દેશમાં છેલ્લા 23 વર્ષોમાં 1000થી વધારે લોકોના મોત ટ્રેન દુર્ઘટનામાં થયા છે. માત્ર મોતનો આંકડો બદલાયો છે પરંતુ તંત્રની બેદરકારી સમાનરૂપથી જોવા મળી રહી છે. ઓડિશાના અકસ્માતમાં પણ આ જ પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે. કોઈ એ વાત સમજી ન શક્યું કે આખરે ત્રણ ટ્રેનોની ટક્કર કેવી રીતે થઈ શકે. જ્યારે એક જ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી હતી. બીજી ટ્રેનને એજ ટ્રેક પર આવવાની મંજૂરી કેવી રીતે મળી ગઈ. અનેક પ્રશ્ન છે પરંતુ હજી સુધી તપાસ નથી થઇ. આવી સ્થિતિમાં સ્પષ્ટ રૂપથી કંઇપણ ન કઇ શકાય.

જોકે, આ દેશી સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાની વાત કરીએ તો આ દુર્ઘટના 50-60 વર્ષ પહેલાથી જ શરુ થઈ જાય છે. દરેક દુર્ઘટના ભયંકર રહ્યા છે. અનેક લોકોના જીવ ભરખી જનારા રહ્યા છે.

1981 બિહાર

બિહારમાં વર્ષ 1981માં એક દર્દનાક ટ્રેન દુર્ઘટના થયો હતો. ત્યારે 900 લોકો સાથે જ ટ્રેન પાટા પરથી એક નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 500થી વધારે લોકોના મોત નીપજ્યા હતા.

1995 ફિરોજાબાદ

વર્ષ 1995માં પુરુષોત્તમ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશથી ફિરોજાબાદમાં એક સ્ટેશન પર ઉભેલી કાલિંદી એક્સપ્રેસ ટ્રેન સાથે ટકરાઈ હતી. કાલિંદી એક્સપ્રેસ એ સમયે માત્ર ઊભી હતી. પરંતુ તેજ ગતિથી આવેલી પુરુષોત્તમ એક્સપ્રેસે ટક્કર મારી દીધી જેમાં 358 લોકોના મોત થયા હતા.

1999 આસામ

વર્ષ 1999 એ આસામના ગેસલમાં બે ટ્રેન એકબીજાથી ટકરાઈ હતી. એ કારણે એક મોટો ધડાકો થયો હતો. તેની ટક્કર એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે જ 290 લોકોના મોત નીપ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા.

1998 પંજાબ

પંજાબના ખન્નામાં વર્ષ 1998માં એક મોટી રેલવે દુર્ઘટના ઘટી હતી. frontier golden temple mailના છ ડબ્બા પાટાપરથી ઉતરી ગયા હતા. તેના થોટી ક જ સેકન્ડોમાં જમ્મુતાવી શેલ્દાહ એક્સપ્રેસ તેજ ગતિથી આવી અને ડબ્બાને ટકરાઈ હતી. આ ભયંકર દુર્ગટનામાં 212 લોકોના મોત થયા હતા.

2002 બિહાર

દેશની સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવતી હાવડા ટૂ નવીદિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન મોટી દુર્ઘટનાનો શિકાર થઈ હતી. વર્ષ 2002માં આ ટ્રેનના અનેક ડબ્બા રફીગંજમાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 140થી વધારે લોકોના મોત નીપજ્યા હતી.

2010 પશ્વિમ બંગાળ

2010 પશ્વિમ બંગાળમાં એક મોટી રેલવે દુર્ઘટના થઈ હતી. હાવડા કુર્લા લોકમાન્ય તિલક જ્ઞાનેશ્વરી સુપર ડીલક્સ ટ્રેનની અનેક બોગિયાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આરોપ છે કે પાટા પર તોડફોડ કરી હતી. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કેમાઓવાદીઓએ ટ્રેન પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પાટા પરથી ઉતરેલી ટ્રેનની ટક્કર એક માલગાડી સાથે થઈ હતી. આ દુર્ઘટનામાં 170 યાત્રીઓના મોત નીપજ્યા હતા.

2016 કાનપુર

ઇન્દોર પટના એક્સપ્રેસ વર્ષ 2016માં કાનપુરના પુરખરાયામાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ગઘટનામાં 150થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. એટલા જ યાત્રી ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.

2005 હૈદરાબાદ

વર્ષ 2005માં હૈદરાબાદમાં પૂરના કારણે એક રેલવે બ્રિઝ ધ્વસ્ત થયો હતો. એજ બ્રિજ ઉપર ડેલ્ટા ફાસ્ટ પેસેન્જર ટ્રેન પસાર થઈ હતી. જે ટ્રેન સીધી પાણીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 114 લોકોના મોત નીપજ્યા હતા. દુર્ઘટનામાં 200થી વધારે લોકો ઘાયલ થયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ