/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/train-accident-1.jpg)
ઘટના સ્થળની તસવીર (photo credit - ANI)
3 june, Gujarat National world daily News latest update: ઓડિશાના બાલાસોરમાં બે યાત્રી ટ્રેન અને એક માલગાડી વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં મોતનો આંકડો વધીને 261 પહોંચ્યો છે. જ્યારે 900થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે સવારે ટ્રેન અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. આ ભયંકર દુર્ઘટનામાં બાદ રાજકીયક બયાનબાજી શરુ થઈ ગઈ છે. અને રેલવે મંત્રી પાસે રાજીનામાની માંગ કરાઈ રહી છે. ઉચ્ચ સ્તરીય તપાસની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી.
બાલાસોર જિલ્લામાં શુક્રવારે કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરૂ હાવડા એક્સપ્રેસ ટ્રેન સાથે એક માલગાડી ટકરાતાં આ ભીષણ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. બાદમાં હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લીધી હતી.
રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું કે રેસ્ક્યૂ ઓપરેશન પુરુ થયું છે. હવે રેટ રુટને ફરીથી રીસ્ટોર કરવાનું કામ શરુ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ ટ્રેનની ટ્રેનોમાં કવચ પ્રણાલી નથી.
- Jun 03, 2023 14:25 IST
3 june, Odisha train Accident live update : દુર્ગટનામાં બચેલા રેલવે મુસાફરે વર્ણવ્યો અનુભવ
ઓડિશામાં શુક્રવારે થયેલા ભીષણ ટ્રેન દુર્ઘટના દરમિયાન કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર અનુભવ દાસ નામના એક યાત્રીએ ટ્વીટર પર પતોાનો ભયાનક દુર્ઘટનાનો આંખો દેખ્યો હાલ વર્ણવ્યો હતો. દાસે એક ટ્વીટ કરતા વિસ્તારમાં સમગ્ર દુર્ઘટના કેવી રીતે થઈ તે વર્ણવી હતી.
તેમણે જણાવ્યું હતું કે હું ખુબ જ નસિબદાર છું કે હાવડાથી ચેન્નઇ જનારી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત થવા છાં બચી ગયો છું. કદાચ આ સૌથી મોટી દુર્ઘટના છે.
દાસે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ ટ્રેનનો સમાવેસ થયો હતો કોરોમંડલ એક્સપ્રેસ 12841, યશવંપુર હાવડા એસએફ અને એક માલગાડી હતી. કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને બાજુમાં ઉભેલી માલગાડી સાથે ટકરાઈ હતી. તેમણે જણાવ્યું કે બાજુના પાટા પર આવી રહેલી હાવડા એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી.
તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે યશવંતપુર એક્સપ્રેસના જનરલ શ્રેણીના ત્રણ ડબ્બા સંપૂર્ણપણ ક્ષતિગ્રસ્ત થયા હતા. જ્યારે કોરોમંડલ એક્સપ્રેસના જનરલ, સ્લીપર, એસી 3 ટીયર અને એસી 2 ટીયર શ્રેણના લગભગ 13 ડબ્બા સંપૂર્ણ પણે ક્ષતિગ્રસ્ત થયા હતા.
તેમણે લખ્યું, મેં પાટા પરથી 200થી 250 યાત્રીઓની લાશો વિખેરાયેલી જોઈ હતી. પાટા પર ક્ષત-વિક્ષત લાશોના અંબાર લાગ્યા હતા. ચારેબાજુ લોહીના ખાબોચીયા ભરાયેલા હતા. આ એક એવું દ્રશ્ય હતું જેને ક્યારેય ભૂલી શકાય એમ ન્હોતું. ઇશ્વર એ પરિવારની મદદ કરે, મારી સંવેદનાઓ તેમની સાથે છે.
- Jun 03, 2023 13:50 IST
વધુ એક કાળો શુક્રવાર! 2009માં પણ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન થઈ હતી દુર્ઘટનાની શિકાર, સાંજના સમયે જ ઘટી દુર્ઘટના
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/2009-coromandel-train.jpg)
Odisha Train Derailed Live Updates : શુક્રવારેની દુર્ઘટના 2009માં કોરોમંડલ દુર્ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી. જેમાં આશરે 16 યાત્રીઓના મોત નીપજ્યા હતા. જ્યારે 13 ફેબ્રુઆરી 2009ની શુક્રવારની એક વધુ દુર્ભાગ્યપૂર્ણ રાત હતી.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે https://gujarati.indianexpress.com/national-news/coromandel-express-train-accident-history-live-updated-toll-death/133336/કરો
- Jun 03, 2023 12:50 IST
Health Tips : શું તમે કેળાના આ સ્વાસ્થ્ય લાભો વિષે જાણો છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/banana-benefits.jpg)
Health Tips : કેળામાં પોટેશિયમની સામગ્રીને કારણે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 03, 2023 12:44 IST
Medical Colleges Lose Recognition : 38 મેડિકલ કોલેજોએ માન્યતા ગુમાવી, 100 ને ખામીઓ સુધારવા મળી નોટિસ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Untitled-design-4.jpg)
Medical Colleges Lose Recognition : બાયોમેટ્રિક સિસ્ટમ પર સ્ટાફની હાજરી ચિહ્નિત ન કરવા અને કૉલેજો સ્ટાફ અને ડૉક્ટરોની અછત હેઠળ ફસાયેલી સંસ્થાઓ માટે નવા કૅમેરા, બાયોમેટ્રિક અને હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમ-આધારિત દેખરેખનો અમલ કરવામાં સક્ષમ ન હોવાના મુદ્દાઓ માટે કૉલેજોએ માન્યતા ગુમાવી છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 03, 2023 12:36 IST
3 june, Odisha train Accident live update : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇલેવલની બેઠક કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાને લઇને એક હાઇ લેવલ બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ હતા. આ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
#WATCH | Aerial visuals from ANI’s drone camera show the extent of damage at the spot of the #BalasoreTrainAccident in Odisha. pic.twitter.com/8rf5E6qbQV
— ANI (@ANI) June 3, 2023
- Jun 03, 2023 12:35 IST
3 june, Odisha train Accident live update : દુઃખદ રેલવે અકસ્માત, આરજેડીએ શોક વ્યક્ત કર્યો
લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાજદ તરફથી ટ્રેન અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજદે કહ્યું કે દુઃખદ ટ્રેન દુર્ઘટના. એક તબક્કો હતો જ્યારે દેશ રેલવે મંત્રીના નામથી જાણિતો હોત. રેલવે બજેટ અલગ રજૂ કરવામાં આવતું હતું. રેલવેનું નિજીકરણ ન્હોતું. યુવાઓને રેલવેમાં લાખો નોકરીઓ મળતી હતી. હવે કોઈ રેલવે મંત્રીને જાણતું નથી. બધી લીધી ઝંડીઓ માત્ર એક આત્મમુગ્ધ પ્રચારમંત્રી દેખાડી રહ્યા છે.
दुःखद रेल हादसा।
एक दौर था जब देश रेल मंत्री का नाम जानता था। रेल बजट अलग पेश होता था।
रेलवे का निजीकरण नहीं हुआ था।
युवाओं को रेलवे में लाखों नौकरियाँ मिलती थी।
अब कोई रेल मंत्री को नहीं जानता!
सारी हरी झंडी केवल और केवल एक आत्ममुग्ध प्रचारमंत्री दिखाता है। #RailAccident— Rashtriya Janata Dal (@RJDforIndia) June 3, 2023
- Jun 03, 2023 12:28 IST
3 june, Odisha train Accident live update : બાલાસોરથી સ્પેશિયલ ટ્રેન હાવડા પહોંચી
હાવડાઃ બાલાસોર રેલવે દુર્ઘટના બાદ ટ્રેનમાં હાજર કેટલાક લોકોને લઇને એક ટ્રેન હાવડા સ્ટેશન પહોંચી છે. દક્ષિણ પૂર્વ રેલવે એસડીજીએમ વીનિત ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં 200 મુસાફરો હતા. જેમાં મોટાભાગના લોકો મદ્રાસ જઇ રહ્યા હતા. અમે યાત્રીઓની સુવિધા આપી હતી. પોતાના ઘર પાસે સ્ટેશન પર ઉતરી શકે. મોટાભાગના લોકો રસાતમાં ઉતરી ચૂક્યા છે. હવે જે બીજી ટ્રેન આવી રહી છે તેમાં 1000 યાત્રી આવી રહ્યા છે.
#WATCH | A special train carrying stranded passengers from Odisha's Balasore arrives at Howrah railway station in West Bengal pic.twitter.com/qfTZBlKlyP
— ANI (@ANI) June 3, 2023
- Jun 03, 2023 12:19 IST
3 june, Odisha train Accident live update : રેક્સ્યૂ ઓપરેશન પુરુ થયું, આ રૂટની ટ્રેનોમાં કવચ પ્રણાલી નથી
રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું કે રેસ્ક્યૂ ઓપરેશન પુરુ થયું છે. હવે રેટ રુટને ફરીથી રીસ્ટોર કરવાનું કામ શરુ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ ટ્રેનની ટ્રેનોમાં કવચ પ્રણાલી નથી.
- Jun 03, 2023 12:17 IST
3 june, Odisha train Accident live update : આજે બાલાસોર જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશા જશે. પહેલા તેઓ બાલાસોરમાં દુર્ઘટનાસ્થળે જઇને સ્થિતિનો તાગ મેળવશે ત્યારબાદ કટકની હોસ્પિટલની પણ મુલાકાત લેશે.
https://twitter.com/ANI/status/1664869268037697537?
- Jun 03, 2023 12:15 IST
3 june, Odisha train Accident live update : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષે શોક વ્યક્ત કર્યો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ચાબા કોરોશીએ ઓડિશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં પીડિત પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. યુએન મહાસભાના 77માં સ્રના અધ્યક્ષ કોરોસીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતના ઓડિશામાં ટ્રેન અકસ્માતના સમાચાર સાંભળી હું ઉંડા શોકમાં થયો છું. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો અને આપાતકાલીન સેવાઓની સાથે છે.
- Jun 03, 2023 12:10 IST
3 june, Odisha train Accident live update : નેપાળના વડાપ્રધાને ટ્રેન અકસ્માતમાં દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન અકસ્માતમાં દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે "ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી વ્યથિત છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઘાયલ વ્યક્તિઓ ઝડપથી સ્વસ્થ થાય. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત થઈ છે સ્થિતિનું અવલોકન કર્યું છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલું છે. પ્રભાવિત લોકોને હરસંભવ સહાયતા આપવામાં આવશે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. "
- Jun 03, 2023 12:03 IST
Gujarat latest News updates: દ્વારકામાં અકસ્માત, બે લોકોના મોત
દ્વારકા જિલ્લામાં દ્વારકા-પોરબંદર હાઇવે પર કુરંગા પાસે બાઇક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા. મૃતક યુવાનો લાંબા ગામના વતની હોવાની વિગતો સામે આવી હતી.
- Jun 03, 2023 11:48 IST
Coromandel Express Accident Live : ‘મેં જોયું કે કોઈનું માથું,કોઈનો પગ, કોઈનો હાથ ન્હોતો… મારી સીટ નીચે બે વર્ષનું બાળક..’ ઘટનાના સાક્ષીએ જણાવી દર્દનાક ઘટનાની કહાની
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/chennain-coromandel-express-train.jpg)
Odisha Train Derailed Live Updates : કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીએ દુર્ઘટના બાદ મીડિયા સમક્ષ દર્દનાક ઘટનાનું મંજર વ્યક્ત કર્યું હતું.
ઘટના બાદ મુસાફરે શું કહ્યું વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
- Jun 03, 2023 11:12 IST
Kamal Haasan : ફિલ્મ કેરળ સ્ટોરી બધાએ જોવી જોઈએ, ‘તમે તેને રાષ્ટ્રીય કટોકટી જેવું દેખાડી શકતા નથી’, આ દેશમાં વાણી સ્વતંત્રતા હોવી જોઈએ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/kamal-hasan-.jpg)
Kamal Haasan : કમલ હાસને કહ્યું કે તે ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની વિરુદ્ધમાં છે પરંતુ વિનંતી કરી કે દર્શકોએ ધ કેરળ સ્ટોરીના હેતુ વિશે વિચારવું જોઈએ.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 03, 2023 11:07 IST
coromandel Express Derails : ક્યારે અટકશે આ ટ્રેન દુર્ઘટના! 23 વર્ષમાં હજારથી વધારે લોકોના મોત, સરકાર બદલાઈ હકીકત નહીં

big train accident in India : દેશમાં છેલ્લા 23 વર્ષોમાં 1000થી વધારે લોકોના મોત ટ્રેન દુર્ઘટનામાં થયા છે. માત્ર મોતનો આંકડો બદલાયો છે પરંતુ તંત્રની બેદરકારી સમાનરૂપથી જોવા મળી રહી છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંટવા માટે અહિં ક્લિક કરો
- Jun 03, 2023 11:05 IST
3 june, Odisha train Accident live update : દુર્ઘટના સ્થળે NDRFની 9 ટીમો ઘટના સ્થળે તૈનાત
ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતમાં એનડીઆરએફની 9 ટીમો ઘટના સ્થળે તૈયાન કરવામાં આવી છે. ઘટનાના સવા કલાકની અંદર જ અમારી પહેલી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. બચાવ અભિયામાં 300થી વધારે લોકો જોડાયેલા છે : અતુલ કરવાલ, ડીજી, એનડીઆરએફ, દિલ્હી
- Jun 03, 2023 11:03 IST
3 june, Odisha train Accident live update : રાહત અને બચાવ અભિયાન પર સંપૂર્ણ ફોકસ : રેલવે મંત્રી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવે મુખ્યરૂપથી રાહત અને બચાવ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે દક્ષિણ-પૂર્વ સર્કલના રેલવે આયુક્ત ઓડિશામાં થયેલા રેલવે દુર્ઘટનાની તપાસ કરશે. વૈષ્ણવે કહ્યું કે આ દુર્ઘટના કયા કારણે થઈ તે રેલવે સુરક્ષા આયુક્તના રિપોર્ટ જમા કરાવ્યા બાદ જાણવા મળશે.
- Jun 03, 2023 10:51 IST
3 june, Odisha train Accident live update : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક બોલાવી
ન્યૂઝ એજન્સી એએનઆઇએ ભારત સરકારના સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે દુર્ઘઠના સંબંધની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી છે.
Prime Minister Narendra Modi has convened a meeting to review the situation in relation to the rail accident: Govt of India Sources#BalasoreTrainAccidentpic.twitter.com/Rmk0R9kZ9J
— ANI (@ANI) June 3, 2023
- Jun 03, 2023 10:49 IST
3 june, Odisha train Accident live update : ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શનિવારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી હતી. ઓડિશા સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગે ટ્વીટ કરીને લખ્યું હતું કે મહત્વપૂર્ણ ઘોષણાઃ બાહાનગામાં થયેલી દર્દનાક રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજકીય શોકનો આદેશ આપ્યો છે. એટલા માટે ત્રણ જૂનના દિવસે રાજ્યમાં કોઈ રાજકીય ઉજવણી નહીં થાય.
- Jun 03, 2023 10:38 IST
3 june, Odisha train Accident live update : રેસ્ક્યૂના કામમાં સેના લગાવવામાં આવી
બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં લોકોને રેસ્ક્યૂ કરવા માટે ભારતીય સેનાને લગાવવામાં આવી છે. ભારતીય સેના દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય સેનાને ઘાયલ નાગરિકોને કાઢવામાં આવ્યા છે. ઉપચારમાં સહાયતા માટે તૈનાત કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને સહાયતા સેવાઓની સાથે સેનાની ચિકિત્સા અને એન્જીનિયરિંગ ટીમોને પૂર્વી કમાનથી તૈનાત કરવામાં આવી છે. ટીમોમાં અનેક બસો પણ મોકલવામાં આવી છે. જેથી કરીને ઘટના સ્થળ પર ઝડપથી પહોંચાડી શકાય.
- Jun 03, 2023 10:35 IST
3 june, Odisha train Accident live update : છેલ્લા ડબ્બાને કાપવાની કોશિશ : ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેના
રાજ્યના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે ઓડિશાના બાલાસોરમાં ભીષણ રેલવે દુર્ઘટના બાદ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયેલા એકમાત્ર ડબ્બાને કાપવાનું કામ ચાલી રહ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે માત્ર એક બોગી બચી છે જે ગંભીર રૂપથી ક્ષત્રિગ્રસ્ત છે. એનડીઆરએફ, ઉડીસા ડિજાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને ફાયરબ્રિગેડની તમામ ટીમો રેલવે કોચને કાપવા માટેની કોશિશ કરી રહી છે.
- Jun 03, 2023 10:29 IST
3 june, Odisha train Accident live update : રક્તદાન કરવા માટે હોસ્પિટલમાં ભારે ભીડ ઉમટી
બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ સ્થાનિક લોગ બાલાસોરમાં ઘાયલો માટે રક્તદાન કરવા માટે કતારમાં લાગી ગયા છે. ભારે સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે હોસ્પિટલોમાં પહોંચ્યા છે.
- Jun 03, 2023 10:26 IST
3 june, Odisha train Accident live update : ઘાયલોને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા પ્રદાન કરાશે
રેલવે દુર્ઘટના પર નિવેદન આપા અશ્વિની વૈષ્ણવે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ એક મોટી દુઃખદ દુર્ઘટના છે. રેલવે, એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્ય સરકાર બચાવ અભિયાન ચલાવી રહી છે. ઘાયલોના ઉચ્ચ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરશે.
- Jun 03, 2023 10:17 IST
S&P: આગામી નાણાકીય વર્ષ 2024 માટે ONGCનું સ્થાનિક ઉત્પાદન વોલ્યુમ 8-10% વધશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Untitled-design-3.jpg)
S&P : ONGC નો ઓપરેટિંગ કેશ ફ્લો આગામી 12-24 મહિનામાં વધશે, કારણ કે ઉચ્ચ ઉત્પાદન વોલ્યુમ, સ્થાનિક ગેસ ઉત્પાદનમાંથી સ્થિર કમાણી અને ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ દૂર કરવામાં આવ્યો છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 03, 2023 10:12 IST
Odisha train Accident live update : ઉચ્ચ સ્તરીય તપાસની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું જાહેરાત
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સ્થિતિનું અવલોકન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે એક વિસ્તૃત ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. રેલવે સુરક્ષા આયુક્તની એક સ્વતંત્ર તપાસ કરવામાં આવશે.
- Jun 03, 2023 10:04 IST
Odisha Train Accident : ઓડિશામાં અથડાઈ ત્રણ ટ્રેન, 233ના મોત, 10 પોઇન્ટ્સમાં જાણો ભયંકર દુર્ઘટનાની માહિતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/coromandel-train-accident-.jpg)
coromandel express train accident latest updates : ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મરનારની સંખ્યા અત્યાર સુધી 233 થઈ ગઈ છે અને 900 યાત્રીઓ ઘાયલ થયા છે. મોડી રાત્રે ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ અંગે પુષ્ટી કરી હતી.
ટ્રેન અકસ્માત સાથે જોડાયેલા 10 પોઇન્ટ વિશે વાંચવા અહીં ક્લિક કરો
- Jun 03, 2023 09:30 IST
3 june, Odisha train Accident update : ઘટના સ્થળ પર પહોંચ્યા અશ્વિની વૈષ્ણવ, ટીએમસી-સીપીઆઈએ રેલવે મંત્રીનું માંગ્યું રાજીનામું
ઓડિશાના બાલાસોરમાં બે યાત્રી ટ્રેન અને એક માલગાડી વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં 233થી વધારે લોકોના મોત થયા છે જ્યારે 900થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘટનની જાણ થતાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે સવારે ટ્રેન અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. આ ભયંક દુર્ઘટનામાં બાદ રાજકીયક બયાનબાજી શરુ થઈ ગઈ છે. અને રેલવે મંત્રી પાસે રાજીનામાની માંગ કરાઈ રહી છે.
- Jun 03, 2023 09:25 IST
Daily Horoscope, 3 june, આજનું રાશિફળ : કન્ય રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડ અથવા ઉધાર લેવાના કાર્યોથી દૂર રહો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Saturday-horoscope-1.jpg)
today Horoscope, 3 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકો તમારું આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવા માટે અહીં ક્લિક કરો
- Jun 03, 2023 09:20 IST
Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન
kashtabhanjan salangpur temple live darshan: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. ત્યારે આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.
કષ્ટભંજન દેવના લાઇવ દર્શન કરવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us